Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Monday 29 January 2018

પદ્માવતમાં હિંસા આચરનાર સામેની ફરિયાદમાં અમદાવાદ પોલીસ ખોટી પડી શકે છે?


mediaonpadmavatprotestahmedabad_ahmedabad-protest-against-padmaavat-police-can-be-false-in_0862669770.jpgન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદ: પદ્માવત ફિલ્મને લઈ ઊભા થયેલા વિવાદમાં ભાજપ સરકારે પહેલા નરમ વલણ અખત્યાર કર્યું હતું, પદ્માવતના મુદ્દે રાજપૂતોની દુભાયેલી લાગણીનો ભોગ ભાજપ ના બને તે માટે રાજપૂતો દ્વારા આપવામાં આવતા વિવિધ આંદોલનને મંજુરી આપી અને આંખ આડા કાન કર્યા હતા, પરંતુ તા 23મી જાન્યુઆરીમાં કેડલ માર્ચ બાદ વિવિધ મોલ ઉપર થયેલા હુમલા અને આગ ચાંપવાના બનાવોને કારણે ફસાઈ ગયેલી ભાજપ સરકારે પોલીસને કડક હાથે કામ લેવા આદેશ આપ્યા હતા. અમદાવાદ થયેલા તોફાનો પુર્વ યોજીત હતા, તેવું સાબીત કરવા માટે પોલીસે પોતાની ફરિયાદમાં કાવત્રાની કલમ પણ સામેલ કરી હતી, પરંતુ જે પુરાવા હાથ લાગ્યા છે તેને ધ્યાનમાં લેતા પોલીસની  થીયરીના કોર્ટમાં ધજીયા ઉડી જાય તેવું લાગી રહ્યું છે.

સાણંદમાં રાજપૂત વસ્તી વિશેષ હોવાની સાથે રાજેન્દ્રનિંહ અત્રે રાજભા રાજપૂત આગેવાન હોવાને કારણે સ્થાનિક પોલીસ રાજભાને બોલાવી તેની પુછપરછ કરી હતી અને તાકીદ પણ કરી હતી કે પદ્માવતના વિરોધના નામે કોઈ પણ પ્રકારની હિંસા થાય નહીં, આ ઉપરાંત રાજભા સહિત સાણંદના કેટલાંક રાજપુત આગેવાનોના ફોન સર્વેલન્સમાં મુકવામાં આવ્યા હતા. અમદાવાદના બનાવના એક દિવસ પહેલા એટલે તા 22 જાન્યુઆરીથી રાજભા તમામ રીતે અમદાવાદ ગ્રામ્ય પોલીસના સર્વેલન્સ કરી રહી હતી.

અમદાવાદ પોલીસની હાજરીમાં સતત હિંસા આચરવામાં આવી રહી હતી, પરંતુ રાજકીય આદેશને કારણે પોલીસે કોઈ પણ પ્રકારનો બળપ્રયોગ કર્યો ન્હોતો, હવે પોતાની અને ભાજપની ગયેલી આબરૂ બચાવવા માટે પોલીસે જે ફરિયાદ નોંધી છે, તે પ્રમાણે સાણંદના જલધારા પાર્ટી પ્લોટમાં આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું, જલધારાની મિટીંગમાં આવેલા રાજપૂતોએ કેડલ માર્ચ બાદ હિંસાને અંજામ આપ્યો હોવાનો પોલીસનો દાવો છે, પોલીસનો એવો પણ દાવો છે કે આ કાવતરૂ સાણંદના રાજેન્દ્રસિંહ વાઘેલાએ ઘડયું હતું. પરંતુ અમદાવાદ શહેર પોલીસ ભુલી ગઈ કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છેલ્લાં કેટલાંય દિવસથી રાજેન્દ્રસિંહ ઉપર નજર રાખી રહી હતી.

અમદાવાદ પોલીસ જે જલધારા પાર્ટી પ્લોટનો ઉલ્લેખ કરી રહી છે, ત્યાં મિટીંગ થઈ હતી, પણ મિટીંગ અમદાવાદમાં કેડલ માર્ચ કરવાના મુદ્દા ઉપર હતી. જલધારા પ્લોટમાં મિટીંગ વખતે પણ લોકલ ઈન્ટેલીઝન્સ બ્યૂરોના અધિકારીઓ હાજર હતા અને ત્યાં મોલને નિશાન બનાવવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું તેમણે પોતાના રીપોર્ટમાં જણાવ્યું નથી, આ ઉપરાંત રાજભાના ફોન સર્વેલન્સમાં હતા, તેમાં પણ હિંસા આચરવા અંગે કોઈ વાતચીત થતી નથી, આમ અમદાવાદ શહેર પોલીસ પોતાની નિષ્ફળતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના માથે ઢોળી દેવા માગે છે, જેના કારણે આ ઘટનાનું કાવતરું સાણંદમાં ઘડાયુ હોવાની કહી રહી છે, પરંતુ તેનો ફાયદો આખરે આરોપીઓને થશે અને કોર્ટમાં પોલીસ આ કાવતરું હતું તેવું સાબીત કરી શકશે નહીં.

Thursday 25 January 2018

'પદ્માવત’ ફિલ્મનો વિરોધ કરનાર રાજપુતોના મફત કેસ લડશે આ એડવોકેટ્સ

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: દેશભરમાં પદ્માવત ફિલ્મને લઈ વિરોધ થઈ રહ્યો છે, ઠેર ઠેર દેખાવો અને રસ્તા જામ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા રાજય સરકારે લગાવેલા તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાનો આદેશ આપ્યો હતો,. જેની સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે રીટ પીટીશન કરી હતી, તે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે, જેના કારણે તંત્રની મુંઝવણમાં વધારો થયો છે. 

ગુજરાતની ડીજીપી પ્રમોદકુમાર અને અમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંઘે જે થીયેટર માલિકો ફિલ્મ પ્રદર્શીત કરવા માગે છે, તેમને રક્ષણ આપવાની જાહેરાંત પણ કરી છે. બીજી તરફ રાજપુતો કોઈ પણ સંજોગોમાં ફિલ્મ રીલીઝ થાય નહીં તેવા પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે સંભાવના ઘર્ષણની જોવામાં આવી રહી છે. આ મામલે રાજપુતો અને પોલીસ સામ-સામે આવી જાય તેવુ લાગી રહ્યુ છે. જેની સામે રાજપુત સમાજના ટેકામાં રાજપુત સમાજમાંથી આવતા વકિલોએ પણ પદ્માવતના મામલે જેની સામે પણ પોલીસ કેસ થાય તેવા રાજપુતોના કેસ મફત લડવાની જાહેરાત કરી દિધી છે. રાજયના કુલ 84 વકિલોએ મફત કેસ લડવા અંગે તૈયારી બતાડી છે જેમની યાદી આ પ્રમાણે છે. પદ્માવત ફિલ્મનો વિરોધ કરતા સમયે જો કોઇ  ક્ષત્રીય સમાજના યુવા કે યુવતી પર ફિલ્મ સંબંધિત કોઇ કેસ થશે તો ગુજરાતમાં થી જુદાજુદા જિલ્લામાં થી ૮૪ એડ્વોકેટ્સ સમાજ માટે ફ્રી સેવા આપવા તૈયાર છે. આ અંગે એક વોટ્સએપ મેસેજ વાયરલ થયો છે જેમાં વકિલોના નંબર છે જે પોસ્ટ અહીં પ્રસ્તુત છે. મેરાન્યૂઝ દ્વારા આ નંબરોની ખરાઇ કરાઇ નથી, વોટ્સએપ પર વાયરલ થયેલ મેસેજ અહીં મુક્યો છે. 

(૧) સોલંકી કીરિટસિંહ જી.  તા-સાણંદ જી-અમદાવાદ મો-૯૯૨૫૪૩૨૨૫૫.  (૨) પરમાર જીતેન્દ્રસિંહ  ગુજરાત-હાઇકોર્ટ  મો-૯૦૬૭૩૬૬૮૮૭ /૯૮૨૫૫૩૨૩૫૯.  (૩) રાઓલ હનુમાનસિંહ.બી તા.જી-અમદાવાદ- ગાંધીનગર  મો-૯૯૭૪૧૦૧૫૯૯. (૪) શેખાવત અનિરુદ્ધસિંહ તા.જી-અમદાવાદ મો-૭૦૧૬૭૩૦૪૨૬ /૯૮૯૮૫૦૫૬૩૪. (૫) ગોહિલ જગદીશસિંહ  તા.જી-અમદાવાદ & ગાંધીનગર મો-૯૯૦૯૧૫૫૬૧૫. (૬) ડાભી ઈન્દ્ર્રજીતસિંહ  મેટ્રોપોલિટન કોર્ટ જી-અમદાવાદ મો-૯૯૭૯૯૭૦૯૪૪. (૭) ચુડાસમા વિજયસિંહ એ. તા-ધંધુકા જી-અમદાવાદ મો-૯૮૯૮૫૮૨૨૧૪. (૮) જાડેજા મહેન્દ્રસિંહ તા.જી-અમદાવાદ મો-૯૪૨૬૫૮૬૮૮૦. (૯)ગોહિલ શંકરસિંહ.એસ. તા-ગાંધીનગર. મો-૯૮૨૪૦૪૦૧૫૩. (૧૦) ચાવડા ભૂપતસિંહ  જી-ગાંધીનગર મો-૯૮૨૪૬૧૩૫૨૫. (૧૧) ચાવડા સમરસિંહ ડી. તા-કલોલ જી-ગાંધીનગર મો-૯૬૨૪૬૬૦૦૬૦. (૧૨) વસીમ શેખ  જી-ગાંધીનગર મો-૯૦૬૭૫૩૭૦૭૦. (૧૩)ચંપાવત કિશનસિંહ બી. જી-ગાંધીનગર મો-૯૯૨૪૦૬૫૦૦૦. (૧૪)ચૌહાણ ધનપાલસિંહ તા-દહેગામ જી-ગાંધીનગર મો-૯૯૯૮૮૫૦૮૮૨. (૧૫) વાઘેલા જશવંતસિંહ તા-પાલનપુર જી-બનાસકાંઠા મો-૯૮૨૪૭૬૭૩૯૭. (૧૬) વાઘેલા વિનયસિંહ  જી-બનાસકાંઠા મો-૯૯૭૯૨૧૪૧૯૪. (૧૭) રાજપૂત ભૂપતસિંહ જી-બનાસકાંઠા મો-૯૮૨૫૯૮૬૩૮૨. (૧૮) હડિયોલ વિરલસિંહ જી-બનાસકાંઠા મો-૯૪૨૯૩૬૧૩૨૨. (૧૯) ડાભી મહાવીરસિંહ જી-બનાસકાંઠા મો-૯૯૭૪૫૩૯૯૦૮. (૨૦) વિહોલ ભરતસિંહ જી-બનાસકાંઠા મો-૯૪૨૯૪૭૯૯૧૪. (૨૧) જાડેજા જયેંન્દ્રસિંહ તા-થરાદ જી-બનાસકાંઠા મો-૯૬૩૮૭૧૭૧૫૦. (૨૨) વિરપુરા હરેન્દ્રસિંહ. તા-ગોધરા જી-પંચમહાલ મો-૯૮૯૮૬૨૧૪૪૩. (૨૩) સોલંકી ઇન્દ્રજીતસિંહ.એ તા-ગોધરા જી-પંચમહાલ  મો-૯૪૨૭૬૫૫૩૦૬. (૨૪) ઠાકોર ગજેન્દ્રસિંહ.કે  તા-ગોધરા જી-પંચમહાલ  મો-૯૯૨૫૭૬૫૨૩૪. (૨૫) સોલંકી યોગેન્દ્રસિંહ.કે. તા-ગોધરા જી પંચમહાલ મો-૯૯૭૮૫૪૯૩૯૩. (૨૬) રાઉલજી રવિરાજસિંહ.બી  તા-ગોધરા જી-પંચમહાલ મો-૯૬૨૪૩૨૦૭૨૦. (૨૭) પરમાર હિતેશસિંહ તા-હાલોલ જી-પંચમહાલ મો-૯૫૭૪૭૧૭૮૧૯. (૨૮) સોલંકી જયદીપસિંહ તા-કલોલ જી-પંચમહાલ મો-૯૮૯૮૪૭૫૦૭૮. (૨૯) ઝાલા રાજેન્દ્રસિંહ. બી. તા-ગાંધીધામ જી-કચ્છ  મો-૯૮૨૫૦૮૭૧૩૬. (૩૦) ગઢવી કૈલાશદાન. તા-મુન્દ્રા.જી-ક્ચ્છ મો-૯૯૭૮૮૬૩૯૯૯. (૩૧) જાડેજા વિજયસિંહ એ. તા-મુન્દ્રા જી-કચ્છ મો-૯૯૭૯૮૬૧૯૯૮. (૩૨) જાડેજા હરપાલસિંહ તા-ભચાઉ જી-કચ્છ મો-૯૯૭૮૫૫૪૯૧૭. (૩૩) જાડેજા અરવિંદસિંહ જી-કચ્છ મો-૯૮૯૮૨૫૭૭૧૮. (૩૪) જાડેજા હેતલસિંહજી –કચ્છ મો-૯૯૭૯૯૪૨૧૪૫. (૩૫)ચૌહાણ કરણસિંહ.બી. તા-સતલાસણા. જી-મહેસાણા. મો-૯૪૨૯૭૪૦૭૮૫. (૩૬) ગોહિલ દિગ્વિજયસિંહ  જી-મહેસાણા મો-૯૪૨૯૨૨૭૩૩૪. (૩૭)ચાવડા જયદેવસિંહ જી-મહેસાણા મો-૯૯૦૯૯૧૧૦૪૮. (૩૮) ચૌહાણ કિરીટસિંહ તા-સાવલી જી-વડોદરા મો-૯૯૨૪૪૦૯૯૪૫. (૩૯) પઢીયાર ધર્મેન્દ્રસિંહ તા-વાઘોડિયા જી-વડોદરા મો-૯૯૭૪૯૮૬૯૭૯. (૪૦) મહારાઉલજી અજયસિંહ જી-વડોદરા મો-૯૮૨૫૦૭૮૭૦૬. (૪૧) સોઢા ઘનશ્યામસિંહ જી-ભૂજ-કચ્છ મો-૯૭૨૬૪૬૨૫૩૮. (૪૨) જાડેજા ઇન્દ્રજીતસિંહ તા-અંજાર જી-ભૂજ મો-૯૮૭૯૦૫૧૭૬૪. (૪૩) રાઠોડ નિર્મલસિંહ ડી. તા-પ્રાંતિજ જી-સાબરકાંઠા મો-૯૮૯૮૬૬૧૬૪૨. (૪૪)રાઠોડ ઝંખનાકુમારી એન. તા-પ્રાંતિજ જી-સાબરકાંઠા મો-૭૫૭૪૮૫૮૨૯૨. (૪૫)ચાવડા નરેન્દ્રસિંહ તા-સિધ્ધપુર જી-પાટણ મો-૯૧૦૪૦૯૩૫૯૧. (૪૬) રાઠોડ પ્રતાપસિંહ જી-પાટણ મો-૯૯૭૮૩૫૦૬૫૩. (૪૭) ઝાલા દસરથસિંહ.જી. તા-રાણપુર જી-બોટાદ મો-૯૭૨૫૫૭૧૨૪૫. (૪૮) ગોહિલ ઘનશ્યામસિંહ.કે. તા-તાળાજા જી-ભાવનગર મો-૯૮૨૫૧૪૮૫૮૫. (૪૯) રાજેન્દ્રસિંહ.એન.જાડેજા તા-લાલપુર જી-જામનગર મો.૯૯૭૯૩૯૯૬૯૪. (૫૦) પરમાર મહેન્દ્રસિંહ  તા-મૂળી જી-સુરેન્દ્રનગર મો-૯૮૭૯૯૪૯૭૭૭. (૫૧) ચંપાવત પુષ્પેન્દ્રસિંહ ડી. તા-ભિલોડા જી-અરવલ્લી મો-૯૪૨૬૫૫૫૭૯૦. (૫૨) પરમાર ગણપતસિંહ  જી-ખેડા મો-૯૯૨૪૮૭૮૩૧૯. (૫૩) ચાવડા તુષારસિંહ  તા-કોડીનાર જી-ગીર મો-૯૫૭૪૯૮૪૦૦૯. (૫૪)ગોહિલ રાજેન્દ્રસિંહ ડી. જી-રાજકોટ મો-૯૪૨૬૨૫૮૫૨૬. (૫૫) ચાવડા મયુરસિંહ જી- ગાંધીનગર મો-૯૯૯૮૧૭૫૨૫૪. (૫૬) ગોહિલ નરેન્દ્રસિંહ જી-આણંદ મો-૯૮૨૫૮૫૩૮૬૬. (૫૭) છાસટીયા હેમરાજસિંહ જી-વડોદરા મો-૯૬૦૧૮૩૪૪૧૫. (૫૮) ઝાલા સંજયસિંહ  જી-વડોદરા મો-૯૪૨૬૭૭૩૪૧૧. (૫૯)વાઘેલા જયદીપસિંહ  જી- વડોદરા મો-૮૧૧૬૦૦૬૯૩૯. (૬૦) D.H.ઝાલા જી- વડોદરા મો-૯૮૫૧૭૭૮૩૨. (૬૧) પરમાર કેતનકુમાર જી-અમદાવાદ મો-૯૭૩૭૧૮૨૮૫૭. (૬૨) જાડેજા નિર્મળસિંહ જી-જામનગર મો-૮૦૦૦૦૯૫૧૯૪. (૬૩) રાઠોડ વિક્રમસિંહ જી-પાટણ મો-૯૭૩૭૨૭૦૧૦૫. (૬૪) સોઢા શૈલેન્દ્રસિંહ જી-કચ્છ મો-૯૭૧૨૭૦૭૦૦૯. (૬૫) C. B. તલાટીયા જી-રાજકોટ મો-૯૫૫૮૬૮૫૮૫૬. (૬૬) બોડાણા દિનેશસિંહ જી-સુરત મો-૯૮૨૫૪૭૧૬૪૧. (૬૭)રાણા મિતેષસિંહ તા-મંગરોલ જી-સુરત મો-૯૯૨૫૪૭૮૪૬૭. (૬૮) ગોહિલ સંદીપસિંહ તા-મંગરોલ જી-સુરત મો-૯૯૨૫૪૧૨૬૦૯. (૬૯) ચૌહાણ મહેન્દ્રસિંહ તા-દહેગામ જી-ગાંધીનગર મો-૯૮૨૪૪૪૭૨૭૦. (૭૦) ગારીયા શૈલેન્દ્રસિંહ જી-ભરૂચ મો-૯૪૨૬૪૪૧૭૭૯. (૭૧)ચાવડા દિગ્વિજયસિંહ તા-વિસનગર જી-મહેસાણા મો-૯૯૨૪૪૮૭૪૦૫. (૭૨) ડાભી દિનુભા તા-કાંકરેજ જી-બનાસકાંઠા મો-૯૭૨૩૮૭૦૮૬૮. (૭૩) પરમાર વિજયરાજસિંહ જી-આણંદ મો-૯૯૨૪૪૩૧૯૬૩. (૭૪ )સીનોરા ધર્મેન્દ્રસિંહ ગુ.હાઇકોર્ટ જી-વડોદરા મો-૭૩૮૩૫૧૯૫૬૪. (૭૫ )પાલવર યુવરાજસિંહ જી-અમરેલી મો-૯૯૭૮૯૬૮૨૦૦. (૭૬) ઝાલા અનિરુદ્ધસિંહ તા-વાંકાનેર જી-મોરબી મો-૯૮૨૫૪૩૬૮૧૪. (૭૭) પરમાર વિનુબા તા-કાંકરેજ જી-બનાસકાંઠા મો-૯૬૦૧૦૦૫૦૬૫. (૭૮) વાઘેલા પ્રદ્યુમનસિંહ તા-કડી જી-મહેસાણા મો-૯૮૯૮૭૪૪૬૦૮. (૭૯) સોઢા હિમ્મતસિંહ જી-મહેસાણા મો-૯૯૨૫૬૭૫૩૮૪. (૮૦ )પરમાર મનોજ B જી-આણંદ મો-૯૯૭૮૫૫૨૧૬૮. (૮૧) જાડેજા કુલદીપસિંહ જી-રાજકોટ મો-૭૮૭૮૯૧૩૩૦૨.  (૮૨)જાદવ હરપાલસિંહ જી-અમદાવાદ મો-૯૯૨૫૫૯૪૭૫૩. (૮૩) પાંડે વિનાયક ગુજ.હાઇકોર્ટ જી-અમદાવાદ મો-૯૭૨૫૬૪૨૮૪૦. (૮૪) વીરપુરા ધર્મેન્દ્રસિંહ તા-બાલાસિનોર જી-મહીસાગર મો-૯૪૦૮૩૯૬૧૮૫.

Wednesday 24 January 2018

હાર્દિક પટેલે જાણો ફિલ્મ પદ્માવત અને રાજપૂતો અંગે શું કહ્યું, ઈતિહાસ અંગે પણ કહ્યું આમ

ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે મુખ્યમંત્રી વિજય રુપાણીને સંબોધતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે રાજપૂતો, ઈતિહાસ અને ફિલ્મ પદ્માવત અંગેની વાત કરી છે.

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, હાલ ગુજરાત તથા સમગ્ર રાજ્યની અંદર રાજપૂત સમાજ તથા હિંદુ સમાજની લાગણી દુભાવતી ફિલ્મ પદ્માવતને લઈને ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. પદ્માવત ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. મારી, તમારી તથા આપણા સૌની જવાબદારી બને છે કે ઈતિહાસ આપણો ગૌરવવંતો છે અને તેની સાથે મજાક મને અને તમને પોષાય તેમ નથી. મહારાણી પદ્માવતી પોતાના રાજ્ય અને સ્ત્રીઓના સન્માન માટે સતી થયા હતા.

હું આપને વિનંતી કરું છું કે આપ કાનુન વ્યવસ્થા તથા સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખી પદ્માવત ફિલ્મ પર ગુજરાતમાં પ્રતિબંધ રાખો. દેશની સર્વોચ્ચ ન્યાયાલ સુપ્રીમ કોર્ટનું અમે માન સન્માન અને આદર કરીએ છીએ પરંતુ દેશની અખંડિતતા માટે ક્ષત્રિય સમાજે પોતાના રજવાડાઓ આંખ બંધ કરીને માં ભારતના ચરણોમાં મુકી દીધા હતા. ત્યારે આપણી ફરજ બને છે કે, આ રાજપુત સમાજના સન્માનમાં કોઈ કમી ન રહે. ગુજરાતની અંદર ફિલ્મ પદ્માવત રિલીઝ કરવામાં આવશે તો કાનુન વ્યવસ્થાની જવાબદારી આપ સરકારની રહેશે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વિવાદોમાં ચાલી રહેલી ફિલ્મ પદ્માવતથી સંજય લીલા ભણસાલીએ નફો કમાવવા થકી ફિલ્મનું સર્જન કર્યું છે. જેને લઈને અગાઉ પણ ભણસાલીની ફિલ્મો વિવાદો લેતી આવતી હતી અને નફો રડતી હતી. ફિલ્મને લઈને આજે માહોલ એવો સર્જાયો છે કે આ ફિલ્મના કારણે ભારતને એક થવામાં ફાળો આપનાર રાજપૂત સમાજને ઠેસ પહોંચતા રસ્તા પર આવવું પડ્યું છે.● વધું સમાચાર માટે 👉અહીં ક્લિકhttps://news4human.blogspot.in/?m=1 કરો 

Tuesday 23 January 2018

અમદાવાદ: તેણે કેમેરા કાઢ્યો અને બોમ્બ ફૂટવા લાગ્યા, બોમ્બ ધડાકા નજરે જોનારની કહાની

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: 
અમદાવાદમાં 2008 થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની ઘટના યાદ આવતા આ ઘટનાને નજરે જોનારને આજે પણ ધ્રુજારી છૂટી જાય છે. અમદાવાદ અને સુરતમાં બૉમ્બ મુકનાર અબ્દુલ સુભાન તૌકિર દિલ્હીથી દસ વર્ષ બાદ ઝડપાઇ ગયો છે.

સામાન્ય રીતે ઘટના ઘટે પછી પત્રકાર અને ફોટોગ્રાફર પહોચતા હોય છે, પણ ક્યારેક નજર સામે અસામાન્ય ઘટના ઘટે ત્યારે માધ્યમ સાથે જોડાયેલી વ્યક્તિઓ પણ સ્તબ્ધ થઈ જતી હોય છે. આવુ 2008માં થયુ હતું, સાંજનો સમય હતો અમદાવાદમાં એક પછી એક વિસ્તારમાં બોમ્બ ધડાકા થવા લાગ્યા છે તેવા સમાચાર મળવા લાગ્યા. અમદાવાદમાં વર્ષોથી પ્રેસ ફોટોગ્રાફી કરતા ફોટો જર્નાલિસ્ટ પીયુશ પટેલને તેના તંત્રી દ્વારા સુચના મળી કે બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલો અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં આવશે તમે કોઈ એક હોસ્પિટલ પહોંચી જાવ. એટલે પિયુશ અમદાવાદની અને એશીયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર પાસે જઈ બાઈક પાર્ક કરી ઉભો જ રહ્યો હતો.  ટ્રોમા સેન્ટરમાં ઘવાયેલા દર્દીઓ આવવા લાગ્યા હતા.


પોલીસના વાહનો અને ડૉક્ટર્સની દોડધામ હતી. પીયુશ પટેલ સારી ફ્રેમ મળે તે માટે કોઈ એમ્બયુલન્સ આવે તેની રાહ જોઈ રહ્યો હતો. તે જ વખતે ટ્રોમા સેન્ટરની સામે પાર્ક થયેલ બે કારમાં પ્રચંડ ધડાકો થયો અને તેમાંથી નિકળેલી આગની જવાળાઓ આજુબાજુ ઉભા રહેલા માણસો અને જે ઝાડ નીચે કાર પાર્ક હતી તે ઝાડને પોતાની ઝપેટમાં લઈ લીધા. આગ અને ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે મિનિટો સુધી બધા સ્તબ્ધ હતા. પીયુશે પોતાની નજર સામે બ્લાસ્ટ જોયો અને રસ્તા ઉપર સળગતા માણસો દોડી રહ્યા હતા. એક માણસનું માથુ કપાઇ શરીરથી છુટુ પડી ટ્રોમા સેન્ટરના દરવાજામાં જઈ પડ્યુ હતું.


પીયુશ પટેલ ફોટો જર્નાલિસ્ટ હતો તેણે અનેક હોનારતના કરૂણમાં કરૂણ ફોટોને ક્લિક કર્યા હતા. પણ આ પહેલી ઘટના હતી કે તે તેનો સાક્ષી હતો. થોડિક મિનિટો સુધી તો ખુદ પીયુશ પણ સ્તબ્ધ હતો અને તેને યાદ ન્હોતુ કે તે ફોટો લેવા આવ્યો છે. લગભગ એદાક મિનિટ પછી તે થોડો સ્વસ્થ થયો અને તેણે ક્લિક કરવાની શરૂઆત કરી હતી. તે જે કારમાં બ્લાસ્ટ થયો તે પાર્કિંગથી થોડોક જ દુર હતો માટે બચી ગયો હતો. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરનારે ચાર કાર મુંબઈથી ચોરી હતી. અમદાવાદમાં કુલ 19 બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ તેમને ખબર હતી કે ઈજગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં આવશે તેના કારણે તેમણે બે કારમાં બોમ્બ મુકી સિવિલ હોસ્પિટલમાં મુકી હતી અને બે કાર એલજી હોસ્પિટલમાં મુકી હતી. આ કારમાં રહેલા બોમ્બનો સમય અડધો કલાક પછીનો હતો.

આવી જ ઘટના અમદાવાદની એલજી હોસ્પિટલમાં પણ થઈ પત્રકાર આશીષ વશી અને યોગેશ અવસ્થી સહિત કેટલાક પત્રકારો એલજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યા સતત એમ્બ્યુલન્સની સાયરનની ચીચીયારી અને લોહીલુહાણ માણસો આવી રહ્યા હતા. મોડી સાંજ થઈ હોવાને કારણે અંધારૂ પણ થઈ રહ્યુ હતું. પત્રકારો પાર્કિગની દિવાલ પાછળ મુખ્ય રસ્તા ઉપર ઉભા હતા ત્યારે જ ત્યાં પાર્કમાં બે મોટા બ્લાસ્ટ થયા અને પત્રકારો જે દિવાલ પાસે ઉભા હતા તે પણ એકદમ ધરાશય થઈ ગઈ હતી. સદનસીબે કોઈ પત્રકાર ઈજાગ્રસ્ત થયો ન્હોતો.

રાજપુતોના વિરોધ સામે અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું, પદ્માવત અમદાવાદના આ 10  થીયેટરમાં રિલીઝ થશે

ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદઃ પદ્માવત ફિલ્મને શરૂ થયેલા વિવાદને પગલે ઠેર ઠેર વિરોધ અને તોફાન થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલો પ્રતિબંધ દુર થઈ ગયો છે, રાજ્યના અન્ય વિસ્તારમાં પોલીસ અધિકારીઓ થીયેટર માલિકોને સમજાવી રહ્યા છે કે વિરોધના કારણે તેઓ પદ્મવાત ફિલ્મ રજુ કરે નહીં, પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગે અમદાવાદના દસ થીયેટર્સને સધન પોલીસ બંદોબસ્ત આપી ફિલ્મ રિલીઝ કરવા જણાવ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગ તેમના તાબાના તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે અમદાવાદના જે દસ થીયેટરમાં પદ્મવાત રિલીઝ થઈ થઈ રહી છે ત્યાં સ્થાનિક પોલીસના સ્ટાફ ઉપર એક સબઈન્સપેકટર અને એસઆરપીની એક એક પ્લાટુન તમામ થીયેટર્સ ઉપર મુકી દેવામાં આવે અને જરૂર પડે વધારાના પોલીસ ફોર્સ પણ મોકલી દેવામાં આવે.


પોલીસ કમિશનરના હુકમમાં જે દસ થીયેટરનો ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે 
(1) આલ્ફાવન 
(2) હિમાલયા મોલ 
(3) એક્રોપોલીસ સિનેમા 
(4) સેરાસેરા એસજી રોડ 
(5) ગુલમહોરપાર્ક મોલ
 (6) સિનેમેક્ષ એસજી રોડ
 (7) રાજહંસ એસજી રોડ
 (8) પીવીઆર 
(9) ડ્રાઈવીન સિનેમા
 (10) સીટીગોલ્ડ આંબલીનો સમાવેશ થાય છે. આમ રાજપુતોના વિરોધ વચ્ચે પણ અમદાવાદના આ દસ થીયેટરમાં ફિલ્મ રિલીઝ થશે. 
🔴વધુ માહીતિ માટે👉અહીં ક્લિક કરો.

‘પદ્માવત’ વિશે ફેસબુક પર કોમેન્ટ કરનાર યુવકનો માફી માગતો વીડિયો વાયરલ



ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ નો ગુજરાત સહિત દેશભરમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં નિર્ભય સોની નામના એક યુવાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં નિર્ભય સોની ‘પદ્માવત’ અને રાજપૂત સમાજ વિશે કરેલ કોમેન્ટ અંગે માફી માગી રહ્યો છે.

 સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં નિર્ભય સોની નામનો યુવક કહે છે કે, મારુ નામ નિર્ભય સોની છે. મારા ફેસબુક આઇડી દ્વારા મે એક કોમેન્ટ કરી હતી. જેના માટે હું ક્ષત્રિય સમાજની માફી માગુ છું. મારા દ્વારા કદાચ અજાણતા કોઈની લાગણી દુભાઇ હોય તો તેના માટે માફી માગુ છું. મને પ્લીઝ માફ કરી દો. મારાથી આવુ ફરીવાર નહીં થાય.


અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનો નિર્ભય સોની નામનો આ યુવક વાયરલ થયેલ વીડિયોમાં ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યો છે. જેથી એવી પણ ચર્ચા છે કે તેને માર મારવામાં આવ્યો હોય. વીડિયોમાં કેટલાક યુવકો તેને માફી માગવા અંગે દબાણ કરતા પણ સંભળાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિર્ભય સોની નામના આ યુવકે ફેસબુક પર કોમેન્ટ કરી હતી કે સુપ્રિમ કોર્ટે ‘પદ્માવત’ ને લીલી ઝંડી આપી દીધી છે માટે મોજથી ફિલ્મ જોઈશ. સાથે જ આ ફિલ્મનો વિરોધ કરનારા લોકોને જાતિ વિષયક અપશબ્દો લખ્યા હતા.


‘પદ્માવત’ ના વિરોધને જોતા ગુજરાતના મોટાભાગના થિયેટર્સ માલિકોએ આ ફિલ્મ નહીં દેખાડવાનો નિર્ણય લીધો છે તો કેટલાક થિયેટર્સ આ ફિલ્મ દેખાડવાના પક્ષમાં છે. જેથી પોલીસે આ ફિલ્મ માટે રક્ષણ આપવાનો પણ વાયદો કર્યો છે. બીજી તરફ કરણીસેનાના પ્રમખને સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપ્યુ છે અને તેને કરણીસેનાના પ્રમુખે સ્વિકારી લીધુ હતું. હવે આગામી સમય જ બતાવશે કે આ ફિલ્મ પર વિરોધ જારી રહેશે છે કે પછી શાંત થાય છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું રવિપાકના પુષ્પગુચ્છથી સન્માન ? જાણો કારણ

ન્યૂઝ4હુમન નેટવર્ક, મોરબી:
 ગુજરાત વિધાનસભા ચૂટણીમાં કોંગ્રેસ ભલે જીતથી થોડી દૂર રહી હોય પરંતુ બેઠકોમાં વધારો થતા કોંગ્રેસ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આજે કોંગ્રેસના વિધાયક દળની બેઠકમાં પરેશ ધાનાણીને નેતા વિપક્ષ તરીકેની મહોર લગાવવામાં આવી હતી ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને રવિપાક પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું.


ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે પરેશ ધાનાણીની નિયુક્તિ માટે આજે કોંગ્રેસનાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ નેતા સિદ્ધાર્થભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ સહિતનાની ઉપસ્થિતિમાં નેતા વિપક્ષની પસંદગી માટેની બેઠકમાં સર્વાનુમતે પરેશ ધાનાણીના નામ પર મંજૂરીની મહોર લાગી હતી તો વિપક્ષી નેતા પસંદ કરાયા બાદ તેમનું સન્માન કરાયું હતું. જોકે, અહી સન્માન થોડું અલગ રીતે થયું હતું. જેમાં પુષ્પગુચ્છને બદલે પરેશ ધાનાણીને રવિપાકનું પુષ્પગુચ્છ એનાયત કરી સન્માન કરાયું હતું. સમગ્ર મામલે “ન્યૂઝ4હુમન”ની ટીમને કોંગ્રેસનાં આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિપાક જેવા કે ચણા,જીરૂ,ઘઉં,જુવારની એક-એક ડાળીમાંથી બનાવેલ રવિપાક પુષ્પગુચ્છ પ્રતિકરૂપે અપાયું છે. કારણકે ચૂંટણીઓ પૂર્વે ડેમ અને કેનાલમાં પાણીની રેલમછેલ કરનાર સરકાર હવે ચૂંટણીઓ પૂર્ણ થતા જ પાણીના રોદડા રોવે છે ત્યારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જે ખેડૂત વર્ગમાંથી આવે છે તેમને ખેડૂતોની પીડા સરકાર સુધી પહોંચાડવાનાં હેતુથી પ્રતિકરૂપે વિપક્ષી નેતાનું સન્માન કરાયું છે. રવિપાક બચાવવા ખેડૂતો સરકાર તરફ આશાની મીટ માંડી બેઠા છે ત્યારે સરકાર પાણીની તંગીના ગાણા ગાય છે. આવા સમયે આગામી દિવસોમાં ખેડૂતોને રવિપાક માટે સિંચાઈનો પ્રશ્ન વિધાનસભામાં પણ જોરશોરથી ગાજશે તેનો ઈશારો પણ આ રવિપાકનું પુષ્પગુચ્છ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો ખેડૂતોના મુદ્દે સરકાર સામે બાથ ભીડશે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.🔴વધુ માહીતિ માટે 👉અહીં ક્લિક કરો.

સુરતમાં કરણી સેનાની આડમાં તોફાનો કર્યા કોણે પોલીસ માટે યક્ષ પ્રશ્નઃ 20ની ધરપકડ

ન્યૂઝ4હુમન નેટવર્ક. સુરતઃ
 પદ્માવત ફિલ્મને લઈ પૂરા ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે વિરોધનો વંટોળ ખડો થયો છે તેમાં રહી રહીને સુરતે પણ પોતાનો સૂર પુરાવ્યો છે. સુરતમાં રવિવારે સાંજે પાંચ વાગ્યે એક જ સમયે એક સાથે છ જગ્યાએ વિરોધ પ્રદર્શિત કરાયો. જેમાં એક જગ્યાએ માત્ર સૂત્રોચ્ચાર કરાયાં. બાકીનાં પાંચ સ્થળે ટાયર સળગાવાયાં, સિટી બસના કાચ તોડ્યા, રસ્તેથી પસાર થતાં વાહનચાલકો પર પથ્થરમારો કર્યો, ત્રણ જગ્યાએ પોલીસ પર હુમલો કર્યો. આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક અસરથી કામે લાગી જઈ પાંચ ગુના નોંધી 20ની ધરપકડ કરી છે.


 કરણી સેનાના કાર્યકરોએ રવિવારે સાંજે પાંચ વાગ્યે કાપોદ્રા, પૂણા, કતારગામ, અમરોલી અને ઉમરા પોલીસ મથકની હદમાં રસ્તા વચ્ચે ટાયર સળગાવી ટ્રાફિકજામ કરી દીધો હતો. એ સાથે જ કેટલાક તોફાની તત્ત્વોએ કતારગામમાં સિટી બસના કાચ તોડ્યા હતા. તો અમરોલીમાં બસના ટ્યૂબમાંથી હવા કાઢી નાખી હતી. કાપોદ્રા, કતારગામ અને પૂણા વિસ્તારમાં પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ પણ કરાયો હતો.


 કરણી સેના સાથે જોડાયેલા એક આગેવાને કહ્યું હતું કે કરણી સેનાના કાર્યકરો તો શાંતિથી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. તે વખતે કેટલાક અન્ય સંગઠ્ઠનોના કાર્યકરો ઉપરાંત કેટલાક તોફાની તત્ત્વો વિરોધ પ્રદર્શિત કરવામાં ઘૂસી ગયા હતા. જેણે તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો. પોલીસને પણ શંકા છે કે, કેટલાક તોફાની તત્ત્વોએ કરણી સેનાની આડમાં તોફાનો કર્યા છે. પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોણ છે આ તોફાની તત્ત્વો જેને સરકારી મિલતકમાં નુકસાન થાય તેમાં તેમજ પોલીસ સાથે ઘર્ષણ થાય તેમાં શું રસ છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

જો તોફાનો નહીં રોકો તો હું રાજીનામુ આપી દઈશઃ કરણી સેના પ્રમુખ

ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગરઃ સમસ્થ ભારતમાં ફિલ્મ પદ્માવતને લઈને કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શૂંટીંગના સમયથી જ વિવાદોથી ઘેરાયેલી આ ફિલ્મમાં ઘણા ફેરફાર કરાયા તે પછી 4 રાજ્યોએ તે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે પછી સુપ્રિમ કોર્ટે ફિલ્મનો પ્રતિબંધ હટાવી ફિલ્મને તાત્કાલીક સમયસર તારીખે રિલીઝ કરવાનો નિર્ણય લીધો. કરણી સેનાએ તેનો પણ વિરોધ કર્યો છે.

જોકે વિરોધ પ્રદર્શન બાદ ઠેર ઠેર સીનેમા ઘરોમાં તોડફોડ, રોડ પર આગચંપી, પોલીસ સાથે ઝપાઝપી વગેરે જેવા બનાવો બન્યા છે. કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા શેખાવતે કહ્યું કે, કાર્યકરો શાંતિ જાળવે અને શાંતિ જાળવવામાં મદદ કરે, તોફાની તત્વો અને અસામાજીક તત્વો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે જેને કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે. જો તોફાનો બંધ નહીં થાય તો હું રાજીનામુ આપી દઈશ. તેથી તોફાનો બંધ કરી શાંતિપુર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરીશું.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, નવસારી, વડગામ, થરાદ, ધોળકા, રાજકોટ વગેરે શહેરો જિલ્લાઓમાં આગચંપીથી માંડી તોડફોડ સહિતના બનાવો ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈને બન્યા છે. કરણી સેના દ્વારા આ વિરોધ પ્રદર્શનને પગલે થઈ રહેલા તોફાનોને જાકારો અપાયો છે. કરણી સેનાના નામે કેટલાક અસામાજીક તત્વો આંદોલનમાં જોડાઈ ગયા છે અને આ પ્રકારની કાયદાને હાથમા લેવાની વૃત્તિથી તોફાનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કરણી સેનાએ પોતાના કાર્યકરોને હિંસા અને તોફાનો અટકાવવાનો અનુરોધ કર્યો છે.

અહીં સુધી કે આ વિરોધમાં એક મહિલા પોલીસ કર્મીની છેડતી તેમજ એક પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીને ધક્કે ચઢાવવા સહિતના બનાવો બન્યા છે. કરણી સેનાએ આ તમામ અઘટીત ઘટનાઓને નિંદનીય ગણી છે. કરણી સેનાએ આ અંગે કાર્યવાહીની પણ માગ કરી છે. ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારે પણ શાંતિ જાળવવાની અપીલ સાથે વિરોધને અર્થહીન ગણાવતા કડક કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Monday 22 January 2018

ઘૂમર ઘૂમરનો વિરોધ વંટોળ વકર્યોઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર લાગી લાંબી કતારો

ન્યૂઝ4હુમન નેટવર્ક.વડોદરાઃ સંજય લીલા ભણસાલીની પદ્માવતિ ફિલ્મનો કરણી સેના દ્વારા રાજ્ય ભરમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે આ વિરોધ હવે રાજ્ય વ્યાપી રહ્યો નથી, દેશભરમાં જુદી જુદી જગ્યાએ પદ્માવત (પદ્માવતી) ફિલ્મનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુપ્રેમ કોર્ટે ફિલ્મ રિલિઝ કરવા માટે ગ્રીન સિગન્લ આપ્યા છતાં કરણી સેના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરા ખાતે કરણી સેનાના મોટી સંખ્યામાં એકત્ર થયેલી કાર્યકરોએ રેલી યોજી થીયેટર્સના માલીકને ફિલ્મ નહી દર્શાવમા માટે આવેદન પત્ર આપ્યું છે, ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર આજે અજાણ્યા શખ્સોએ ટાયર સળગાવતા એક્સપ્રેસ વે ઉપર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.

પદ્માવત ફિલ્મને લઇને દેશ ભરમાં ઠેર ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભરમાં કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મનો ઉગ્ર વિરોધ કરતા, સંજય લીલા ભણસાલીએ પદ્માવતિ ફિલ્મનું નામ બદલી પદમાવત કરી નાખ્યુ, તેમ છતાં કરણી સેનાના કાર્યકરો દ્વારા આ ફિલ્મનો હજી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને રાજ્યભરમાં એસટી વિભાગની બસોને આગ ચંપી અને હાઇવે પર ટાયર સળગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને સામાન્ય પ્રજાને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આજે સવારે વડોદરા ખાતે કરણી સેનાના મોટી સંખ્યમાં કાર્યકર્તાઓએ ભેગા મળી રેલીનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યમાં ઉપસ્થિત કરણી સેના અને મહાકાલ સેનાના કાર્યકરો દ્વારા શહેર ભરમાં રેલી યોજી થિયેટર માલીકોને ફિલ્મ નહીં દર્શાવવા અંગે આવેદન પત્ર આપ્યું હતું. ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આજે સવારે કેટલાક અજાણ્યા શખ્સોએ ટાયર સળગાવી દેતા એક્સપ્રેસ હાઇવે પરનો વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાતા ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મ પદ્માવતના વિરોધમાં વાહન વ્યવહાર ખોરવાતા આજે રાજ્ય ભરની પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

કરણી સેનાએ પદ્માવતી ફિલ્મનો વિરોધ જાણો શા માટે કર્યો સ્થગિત

ન્યૂઝ નેટવર્ક.વડોદરા:
 સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સુપ્રેમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ કર્યો હોવા છતાં, કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ યથાવત છે. તેવામાં રાજ્યના તમામ સિનેમા ઘરોના માલીકો સાથે કરણી સેના તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી બેઠકમાં એક મહત્તવનો નિર્ણય લેવાયો છે. જેમાં તમામ સિનેમા ઘરોના માલિકોએ મફતમાં પણ જો ફિલ્મની પ્રિન્ટ મેળશે તો બતાળવામાં નહીં આવે તેવી ખાતરી આપતા, આજે વડોદરા રાજપૂત સમાજન આગેવાને પદ્માવતિ ફિલ્મનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.


વડોદરા રાજપૂત સમાજના આગેવાન પ્રક્રમસિંહ જાડેજાએ આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી ફિલ્મ પદ્માવિતને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં કરણી સેનાના નામે કેટલાક અસમાજીક તત્તવો દ્વારા સરકારી મિલ્કતોની તોડફોડ કરી નુકશાન કરવામાં આવી રહ્યું છે, જે ખુબજ નિંદનીય છે. ગત રોજ રાજ્યના તમામ સિનેમા ઘરોના માલિકો સાથે રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં દેશના તમામ હિન્દુઓની લાગણીને માન આપતા સિનેમા ઘરોના માલિકોએ પદ્માવતિ ફિલ્મની પ્રિન્ટ મફતમાં પણ જો મળશે તો બતાવવાનો ઇનકાર કર્યો છે.


જેથી વધુમાં તેઓ જણાવ્યું હતુ કે, જો રાજ્યના સિનેમા ઘરોમાં ફિલ્મ રિલીઝ જ નથી થવાની તો પછી વિરોધ શેનો, અને અત્યાર સુધી જે પણ સરકારી મિલ્કતોને અસામાજીક તત્વો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી યોગ્ય છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

પદ્માવત ફિલ્મના વિરોધને પગલે ST બસની આ રૂટની સેવાઓ સ્થગીત કરાઈ, જાણો વિગતે

ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદઃ 
 નોર્થ ગુજરાત તરફ જતી એસ.ટી.બસીસને સ્થગીત કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મધ્ય ગુજરાત તરફ જતી બસીસને પણ અટકાવાઈ છે. આ નિર્ણય ફિલ્મ પદ્માવતના રિલીઝને લઈને કરણી સેના અને રાજપુત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેને પગલે તંત્રએ આ નિર્ણય લીધો છે.


ઉલ્લેખનીય છે કે ઘણા મુસાફરો જેને આ અંગે ખ્યાલ નથી તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ મળતી માહિતી મુજબ, મોડાસા-ઈડર માર્ગ પર બસ વ્યવસ્થાને યથાવત રાખવામાં આવી છે. સાબરકાંઠા-હિમ્મતનગરથી ઉપડતી બસો મોકુફ કરાઈ છે તો અમદાવાદથી આવતી બસો સ્થગીત કરવામાં આવી છે.


ગત રાત્રીએ પણ સીનેમા ઘરોમાં કરણી સેના અને લોકોએ તોડફોડ કરી હતી. અમદાવાદના નિકોલના સીનેમા ગૃહમાં પણ તોડફોડ કરાઈ હતી. ઠેર ઠેર આગચંપી અને હિંસક પ્રદર્શન કરાયા હતા. અમદાવાદમાં એએમટીએસ બસ સળગાવવામાં આવી હતી જે મામલામાં 30થી 40 લોકોના ટોળા સામે બસ ચાલકે ફરિયાદ નોંધાવી છે. ત્યાં મોરબી નેશનલ હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. કરણી સેનાએ આ વિરોધને રાષ્ટ્ર વ્યાપી વિરોધ કરવાની પણ ચિમકી આપી છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

Sunday 21 January 2018

તમારું બાળક સ્કૂલવાન કે રીક્ષામાં શાળાએ જાય છે તો ખાસ વાંચો આ કિસ્સો

ન્યૂઝ નેટવર્ક,રાજકોટ: 
સામાન્ય રીતે નોકરી કરતા વાલીઓ સમયના અભાવે પોતાના બાળકોને સ્કૂલરીક્ષા તેમજ વેનમાં શાળાએ મોકલતા હોય છે. એટલું જ નહીં જે-તે વાહનચાલક દ્વારા પોતાનું બાળક હેમખેમ ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે પહોંચવાનો વિશ્વાસ પણ માતા-પિતા રાખતા હોય છે. પરંતુ રાજકોટમાં આવા જ એક રીક્ષાચાલકે પોતાની રીક્ષામાં આવતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી 14 વર્ષીય તરૂણી પર ત્રણ-ત્રણવાર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી છે. હાલ સગીરાની ફરિયાદને આધારે મહિલા પોલીસે રીક્ષા ચાલકને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધોરણ-8માં અભ્યાસ કરતી 14 વર્ષીય તરૂણીને અગાઉ તેના માતા-પિતા સ્કૂલે મૂકવા જતા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી સમયના અભાવે તેના પિતાએ રીક્ષા બંધાવી આપી હતી. કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતો 42 વર્ષીય રિક્ષાચાલક અશોક નરસીભાઇ ચૌહાણની રીક્ષામાં તે દરરોજ શાળાએ જતી હતી. આ તરૂણી સાથે તેની બહેન સહિતની અન્ય છોકરીઓ પણ શાળાએ જતી હતી. દોઢેક મહિના પહેલા અશોક તેઓને શાળાએ મૂકવા ગયો હતો. ત્યારે તરૂણીની બહેન ઝડપથી ઉતરીને જતી રહી હતી. પરંતુ અશોકે તરૂણીનો હાથ પકડી લઇ તારું કામ છે તેમ કહી રીક્ષામાં બેસાડી રાખી હતી.


 બાદમાં શહેરની ટી.બી. હોસ્પિટલ પાસે લઇ જઇ ત્યાં જ સાડા અગિયાર સુધી રોકી રાખી હતી. અને શાળા છૂટવાનો સમય થતાં ફરીથી સ્કૂલે લાવ્યો હતો. અને કોઇને વાત કરી તો સારું નહિ થાય તેવી ધમકી પણ આપી હતી. એકાદ મહિના પહેલા સવારના સાડા છ વાગ્યે ફરી અશોકની દાનત બગડી હતી. અને તરૂણીની બહેન સહિતની બીજી છોકરીઓને શાળાએ ઉતારી તરૂણીને ગુલાબનગર મફતીયાપરાના કોઇ મકાનમાં લઇ ગયો હતો. જ્યાં અડપલા કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી સાતેક દિવસ પછી ફરીથી લઇ ગયો હતો. આ રીતે ત્રણેક વખત લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.


 છેલ્લે બે દિવસ પહેલા ફરીથી અશોક તરૂણીને ગુલાબનગરમાં લઇ ગયો હતો. દરમિયાન અચાનક તરૂણીના પિતા કોઈ કારણોસર શાળાએ પહોંચ્યા હતા. જ્યાં શિક્ષકે હું પરમ દિવસે શાળાએ નહોતી આવી તેમ કહેતાં પિતાએ પુત્રીની પુછપરછ કરતાં તરૂણીએ અશોકે જે કંઇ કર્યુ તેની વાત જણાવી હતી. જેને લઈને તરૂણીના પિતા મહિલા પોલીસ પાસે પહોંચ્યા હતા. અને સઘળી વિતક જણાવી રીક્ષાચાલક અશોક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે મહિલા પોલીસે રીક્ષાચાલક અશોકની ધરપકડ કરી છે. તેને સંતાનમાં સોળ વર્ષની એક દીકરી અને તેનાથી નાનો એક દિકરો છે. આ હવસખોરે પોતાની દીકરીથી પણ નાની ઉમરની બાળા સાથે ચાર-ચાર વખત હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે.
આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

Saturday 20 January 2018

સુપ્રીમ કોર્ટની મંજૂરી છતાં મોરબી, ભુજના થિયટર્સમાં રિલીઝ નહીં થાય ‘પદ્માવત’: જાણો કેમ

ન્યૂઝ4હુમન નેટવર્ક, મોરબી:
 સંજયલીલા ભણશાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ મામલે કરણીસેના દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ કરવા અંગે કરણીસેનાએ વિરોધ કરવાને બદલે મોરબી શહેરના સિનેમાધરોના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં મોરબીની વિજય સિનેમા, સુપર ટોકીઝ અને ચિત્રકૂટ ટોકીઝના સંચાલકો સાથે મોરબી કરણીસેનાના અધ્યક્ષ વિજયસિંહ ચુડાસમા સહિતના આગેવાનો જોડાયા હતા.


 આ બેઠકમાં ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ થવાથી સમાજની લાગણી દુભાતી હોવાથી કરણીસેના દ્વારા મોરબીમાં ‘પદ્માવત’ રજુ ન કરવા સિનેમા સંચાલકોને અપીલ કરવામાં આવી હતી. આ બેઠક બાદ કરણીસેના મોરબી જીલ્લાના અધ્યક્ષ વિજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મોરબી સિનેમાધરોના સંચાલકોએ કરણીસેના સાથે કરેલ બેઠક સફળ રહી છે અને સિનેમા સંચાલકોએ તેમની માંગણીને સહકાર આપી ફિલ્મ રિલીઝ ન કરવા માટેની ખાત્રી આપી છે. જેને લઈને મોરબીમાં હવે સુપ્રીમ કોર્ટની મંજૂરી હોવા છતાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવે.


બીજી તરફ કચ્છથી પણ અહેવાલ સાંપડ્યા છે કે ભુજના સિનેમાઘરના સંચાલકોની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભુજના કોઈપણ થિયેટરમાં ફિલ્મ ‘પદ્માવત’ રજૂ કરવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરના જુદાજુદા સ્થળોએ રાજપૂત સમાજ દ્વારા ‘પદ્માવત’નો વિરોધ થઇ રહ્યો છે અને ઠેરઠેર હાઇવે પર ટાયર સળગવી ચક્કાજામ કરવામાં આવ્યા હતાં. 
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

રાજકોટની BOIમાંથી સ્ટાફની હાજરીમાં ગઠીયા ૫ લાખ ઉડાવી ગયા, જુઓ CCTV

ન્યૂઝ4હુમન નેટવર્ક,રાજકોટ:
કાલાવડ રોડ પર પંજાબ હોન્ડાના શો રૂમની સામે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા પાંચ લાખની રોકડ ભેદી રીતે ગાયબ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે CCTV કેમેરા ચેક કરતાં કોઇ આ રોકડ ચોરીને જતું હોય તેવા દ્રશ્યો દેખાતા નથી. જે કેબીનમાંથી રોકડ ગૂમ થયાની વાત આવે છે તે કેશિયરની કેબીનમાં CCTV કેમેરો છે. પણ તેમાં કેશિયર પોતે દેખાતા નથી માત્ર સામે ઉભેલા ગ્રાહકો જ દેખાય છે. ત્યારે આ બંધ કેબીનમાંથી રોકડ કયાં ગાયબ થઇ? આ કોયડો ઉકેલવા પોલીસે હાલ કેશિયરની પુછપરછથી તપાસની શરૂઆત કરી છે.


 આ અંગે જાણવા મળતી વિગત મુજબ બેંક ઓફ ઇન્ડિયામાંથી ગુરૂવારે બપોરે 2-3 વાગ્યાની વચ્ચેના સમયમાં ચારેક શખ્સો પાછલા દરવાજેથી ઘૂસી જઇ 5 લાખની રોકડ (500ની નોટોનું એક બંડલ) ઉઠાવીને ભાગી ગયાની પોલીસને જાણ થતાં પોલીસે તાબડતોબ તપાસ કરી હતી. પણ પ્રારંભે જ કોઇ આવી ઘટના બની નહિ હોવાનું જણાયું હતું. અને પોલીસ પરત ફરી ગઈ હતી. ત્યારબાદ શુક્રવારે ફરીથી પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના કાફલાએ બેંક ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી.



જેમાં CCTV કેમેરા ચેક કરતાં સ્પષ્ટ જણાય છે કે ચોરી-લૂંટ જેવી કોઇ ઘટના બેંકમાં બની નથી. બીજી તરફ જે કેશિયર દર્શનભાઇ રાઠોડની કેબીનમાંથી 500ની નોટનું પાંચ લાખનું બંડલ ગાયબ થઇ ગયાનું કહેવાય છે એ કેશિયરની કેબીનમાં CCTV કેમેરો છે તે ચેક કરતાં તેમાં કેશિયર પોતે કે તેની પાછળનો ભાગ દેખાતો નથી. માત્ર સામેની વ્યકિત જ દેખાય છે. આ કેબીનની બાજુમાં પાર્ટીશનમાં બીજી કેબીન છે અને ત્યાંથી બહાર નીકળતાં વધુ એક દરવાજો આવે છે. આથી અંદર કોઇપણ વ્યકિત સરળતાથી પ્રવેશી શકે તેમ જણાતું નથી.


ત્યારે પાંચ લાખની રોકડ અંદરથી કઇ રીતે ગાયબ થઇ? ખરેખર શું ઘટના બની? તે અંગે પોલીસ પણ હાલ ચકરાવે ચડી ગઈ છે. હાલ પોલીસ દ્વારા બેંકના તમામ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ કેશિયરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ બેંકના અધિકારીઓ પોતાની રીતે પણ તપાસ કરી રહ્યા છે. ત્યારે આ રહસ્ય પરથી ક્યારે પડદો ઉંચકાશે તે જોવું રહ્યું.

● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

‘પદ્માવત’ રિલીઝ થશે તો થિયેટર્સ સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આગ ચાંપીશું: રાજકોટમાં કરણીસેનાનો ધ્રુજારો

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘પદ્માવત’ને રિલીઝ માટે મંજૂરી આપી દીધી છે. જેને લઈને ફિલ્મ 25 જાન્યુઆરીએ આખા દેશમાં રિલીઝ થશે. આ મામલે રાજપૂતો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ગત સાંજે રાજપૂતોએ અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ સર્જી દીધો હતો. તેમજ મોડીરાત્રે રાજકોટમાં રાજપૂત યુવાનોએ બાઇક રેલી યોજી શહેરના ટ્રાફિકજામ સર્જ્યો હતો. તેમજ ફિલ્મ રિલીઝ થશે તો સિનેમાઘરો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ચાંપવાની ચીમકી ઉચ્ચારી હતી.



રાજકોટમાં કરણીસેનાએ કેકેવી ચોકથી કિશાનપરા ચોક સુધી બાઇક રેલી યોજી બાદમાં રેસકોર્સ રિંગ રોડ પર મોબાઇલ લાઈટ મારફત ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. આ તકે રાષ્ટ્રીય કરણીસેના રાજકોટના અધ્યક્ષ મૌલિકસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, ફિલ્મને કોઈપણ સંજોગોમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે, હાલ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. પરંતુ જરૂર પડ્યે ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે. તેમજ જો ફિલ્મ રિલીઝ થશે તો જામનગર ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સિનેમાઘરોને આગ ચાંપવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.


ઉલ્લેખનીય છે કે ફિલ્મને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળતા જ રાજપૂત કરણીસેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું હતું કે, સમગ્ર દેશના સામાજિક સંગઠનોને અપીલ કરીશ કે, ફિલ્મ પદ્માવત ન ચાલવી જોઈએ. અને સિનેમા હોલ પર જનતાએ કર્ફ્યુ લગાવી દેવો જોઈએ. બીજીતરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પદમાવત ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અને વચગાળાના સ્ટે અંગેની વિગતો તેમજ જાણકારી મેળવ્યા બાદ ફિલ્મની રિલીઝ અંગે નિર્ણય લેવામાં આવશે.


જો કે કરણી સેના દ્વારા ફિલ્મની રિલીઝના દિવસે એટલે કે 25 જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. ત્યારે મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા હોઈ રાજ્ય સરકાર દ્વારા આ મામલે કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું. 
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

Friday 19 January 2018

ફિલ્મ ‘પદ્માવત’નાં વિરોધમાં રાજપૂતોએ બાવળા-બગોદરા હાઈ-વે પર ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: બહુ ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવતને સિનેમાઘરોમાં રજૂ કરવા માટે એક તરફ સરકાર દ્વારા પ્રતિબંધ મુકાવવામાં આવ્યો તો આજે સુપ્રીમે કોર્ટે આ પ્રતિબંધ હટાવી પદ્માવતને દર્શકો માટે ખુલ્લી મૂકવાની જ્યાં મંજુરી આપી ત્યાં જ તેના વિરોધાભાસી પ્રતિભાવો આવવાના શરુ થઇ ગયા. આજે સૌરાષ્ટ્રના બાવળા-બગોદરા હાય-વે પર રાજપૂતોએ ચક્કાજામ કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જ્યારે બીજી તરફ આ ચક્કાજામની રાજ્યમાં ઘેરી અસર ન પડે તે ધ્યાને લઇ તંત્ર તરત સક્રિય થઇ ગયું હતું અને વિરોધપોલીસ તંત્ર ઘટના સ્થળે પહોચી ગયું હતું. ત્યારે વિરોધ પ્રદર્શન કરનારાઓ ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ ચક્કાજામ વખતે ત્યાં પડેલા ટાયરો અને અન્ય ચીજોના કારણે ત્યાં ટ્રાફિક જામ થઇ ગયા હતા. જેથી સ્થિતિને સુવ્યવસ્થિત કરી પોલીસે પરિસ્થિતિને પૂર્વવત કરી હતી. જ્યારે આ બધી ભાજપ અને સેન્સર બોર્ડની મિલી ભગત હોવાનું પણ વિરોધ કરી રહેલ લોકોનું કહેવું હતું.


જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મ રજૂ કરવાની મંજૂરી અપાઈ ગઈ છે તે બાબતે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આર્ટીકલ ૨૧ મુજબ સહુને અભિવ્યક્તિનો અધિકાર છે. અને રાજ્યોનો ફિલ્મ પર પ્રતિબંધ સંવૈધાનિક ન ગણાય. તેની સાથે ફિલ્મ દર્શકોની જવાબદારી પણ જે તે રાજ્યોની જ છે એમ સુપ્રીમે જણાવ્યું હતું.


જ્યારે સેન્સર બોર્ડની પરવાનગી બાદ પણ ચાર રાજ્યોમાં હતો આ મુદ્દે બેન જેને લઈને વિવાદ ઘેરો બન્યો હતો. જ્યારે હવે સુપ્રીમનો આદેશ આવી જતા ફિલ્મ પદ્માવત તા.૨૫મી જાન્યુઆરીના રોજ રીલીઝ થશે. ગુજરાતના 
સિનેમાગૃહોમાં પણ આ ફિલ્મ રીલીઝ કરવામાં આવશે. 

● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

Thursday 18 January 2018

ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ‘પદ્માવત’ ફિલ્મ ઉપરનો પ્રતિબંધ રદ્દ: સુપ્રીમ કોર્ટ


ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગર: 
એક તરફ ફિલ્મ ‘પદ્માવત’ની રિલીઝને લઈને ભારે ઉત્તેજના વચ્ચે રાજસ્થાનની કરણીકરણી સેનાએ જ્યાં વિરોધ નોંધાવી ફિલ્મમાં કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો હટાવવાની વાત કરી ત્યાં જ બીજી તરફ આજે બધા વિરોધ અને વિવાદો વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પણ જ્યાં પદમાવત પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો તે ફિલ્મને સિનેમાઘરોમાં રજૂ કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


મૂળ નામ પદ્માવતી પરથી ‘પદમાવત’ નામકરણ થયા પછી ફિલ્મને રીલીઝ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજની સુપ્રીમ કોર્ટની આ જાહેરાત બાદ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને પણ ક્યાંક રાહતનો અનુભવ થયો હતો.


જાન્યુઆરીની ૨૫મીનાં રોજ ‘પદ્માવત’ ને રીલીઝ કરવાની મંજૂરી અપાઈ છે. એક વાત ઉલ્લેખનીય છે કે આ જાહેરાત પહેલા અમદાવાદ ખાતે રશિયન પ્રમુખ નેત્યાનાહૂનાં સ્વાગત પ્રસંગે યોજાયેલા શો દરમ્યાન એક છોકરીએ ‘પદ્માવત’ ફિલ્મના ઘૂમર ગીત પર ડાંસ રજુ કર્યો હતો.


જોકે, આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ‘પદ્માવત’ ને રીલીઝ કરવાની મંજૂરી આપવામાં આવતા આ વાતનો વિવાદ થતા થતા રહી ગયો હતો. જે બાબતે તંત્રને હાશકારો પણ થયો હતો.


હવે જોવાનું એ રહ્યું કે ‘પદ્માવત’ ફિલ્મ રીલીઝ થયા પછી કરણી સેના અને  દર્શકોના શું પ્રતિભાવ આવે છે અને સુપ્રીમ કોર્ટે ફિલ્મ રજૂ કરવા દેવાની મંજૂરી આપી  તેના પડઘા કેવા પડે છે.
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

પદ્માવત ફિલ્મને લીલીઝંડીઃ જાણો કરણી સેનાએ શું કહ્યું, કેમ નથી કાયદા પર ભરોસો


ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા પદ્માવત ફીલ્મ પર મુકયેલા  પ્રતિબંધ અંગે આખરી નિર્ણય લઈ આ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ભારે ઉહાપોહ મચ્યો છે. રાજપુત સમાજ કે જેને આ ફિલ્મની રિલીઝ અંગે પ્રશ્વનો ઊભા કર્યા અને ઈતિહાસ સાથે ચેડા કરાયા હોવાના આરોપથી તેને રિલીઝ થશે તો સીનેમા ઘરોમાં તોડફોડ સુધીની ધમકી કરણી સેનાએ આપી હતી.


આજે જ્યારે સુપ્રીમ કોર્ટનો આખરી નિર્ણય આવ્યો ત્યારે ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજભાએ કહ્યું કે, બીજા કેસોના નિર્ણયો આવતા વાર લાગે છે અને આ ફિલ્મ પર ફટાફટ નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અમારી લાગણી દુઃભાઈ છે. તેમણે એક ટીવી ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, અમને ચુકાદા બાદ કાયદા પર ભરોસો નથી. અમે જે પણ પગલા લેવા પડે લઈશું. હું મારો જીવ આપવાની પણ તૈયારી ધરાવું છું. કોર્ટના નિર્ણયનો વિરોધ છે તેની અવમાનના અમે નથી કરી રહ્યા પણ અમને કોર્ટનો નિર્ણય સ્વિકાર્ય નથી.


ઉલ્લેખનીય છે કે અગાઉ આ ફિલ્મનું નામ પદ્માવતી રાખવામાં આવ્યું હતું અને તે ફિલ્મના એક ગીત ઘૂમર પર પણ વિવાદ ઊભો થયો હતો. આ વિવાદને પગલે રાજપુતો દ્વારા ઘણા સીનેમા ઘરોના બેનર વગેરે ફાડી નાખવામાં આવ્યો હતો અને રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા. જોકે બાદમાં ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ ફિલ્મ પર રાજ્ય સરકારોએ પ્રતિબંધ આપ્યો હતો. જે મામલે ફિલ્મના નિર્માતાઓએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કારણ કે ચાર રાજ્યોમાં ફિલ્મ અટકી જાય તો નફામાં મોટું નુકશાન પડી શકે તેમ હતું.


કોર્ટે આજે આખરી નિર્ણય લઈ ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાનું કહ્યું હતું. જેના પર કરણી સેના ભડકી ઉઠી હતી. કરણી સેનાએ ચિમકી આપી હતી કે કાયદો હાથમાં લેવો પડશે તો લઈશું. કારણ કે જો આ પ્રકારના નિર્ણય લેવાતા હોય તો કાયદા પર અમને ભરોસો નથી. આગામી પગલા શું લેવા તે અમે નક્કી કરીશું

● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

ચોરીના મોબાઇલનું નેટવર્ક પકડવા પોલીસનું સુરતના જનતા માર્કેટમાં મેગા સર્ચ ઓપરેશન


ન્યૂઝ4હુમન નેટવર્ક.સુરતઃ સુરતમાં રાજમાર્ગ પર આવેલા જનતા માર્કેટમાં ચોરીના મોબાઈલ ખરીદવાનું અને વેચવાનું મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાતને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 110 મોબાઈલ બિલ વગરના હાથ લાગ્યા હતા. જે મોબાઈલ પોલીસે કબજે કર્યા છે.


પોલીસ કમિશનર સતીશ શર્માના ધ્યાન પર આ વાત આવી હતી. જેથી તેમણે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમને દરોડો પાડવાનો આદેશ જારી કર્યો હતો. જેના પગલે એક પોલીસ ઇન્સ્પેક્ટર, છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 60 પોલીસ કર્મચારીના કાફલાએ જનતા માર્કેટને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે બે કલાક સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં 50 જેટલી દુકાનોમાં પોલીસે ચેકિંગ કર્યું હતું. જેમાં 370 જેટલા મોબાઈલ પોલીસને હાથ લાગ્યા હતા. જેટલા મોબાઈલના બિલ હતા તે તમામ પર કરી દીધા હતા. 110 મોબાઈલ એવી નીકળ્યા જેના બિલ ન હતા. જેથી 110 મોબાઈલ પોલીસે કબજે કર્યા હતા.


જનતા માર્કેટ ચોરીના મોબાઈલના નેટવર્ક માટે બદનામ છે. અહીં કેટલાક વેપારીઓ એટલા માથાભારે છે કે એકલ દોકલ પોલીસ જાય તો પોલીસ પર હુમલો કરે છે. અગાઉ અહીં પોલીસ પર હુમલા થઈ ચૂક્યા છે. થોડા મહિના પૂર્વે સીઆઈડી ક્રાઈમની ટીમના કર્મચારીઓને દુકાનમાં બંધક બનાવી દેવાયા હતા. જે તે વખતે પીઆઈ સજાગતા દાખવી પોતાની સર્વિસ રિવોલ્વર તાકી ત્યારે બંધક બનેલા તમામનો છુટકારો થયો હતો.

આ પ્રકારના વધુ સમાચાર માટે👉 અહીં ક્લિક કરો


Monday 15 January 2018

વડોદરા: એક જ રાતમાં 6 ATM તુટ્યા, જાણો કેવી રીતે તોડ્યા એટીએમ

ન્યૂઝ4હુમન નેટવર્ક, વડોદરા:
 ઉતરાયણનો આખો દિવસ લોકો ધાબા ઉપર પતંગ ચગાવી થાક્યા ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તસ્કર ટોળકીએ આતંક મચાવી એક જ રાતમાં 6 જૂદા જૂદા સ્થળે એટીએમ મશીન તોડી અડધા કરોડ ઉપરાંતની રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે મહત્વની વાત એ છે કે એટીએમમાં ચોરી કરનાર ટોળકીએ ગેસ કટર વડે એટીએમ મશીન તોડી રૂપિયા ભરેલી 100, 500 અને 2000ની ટ્રે પણ ઉપાડી ગયા અને મકરપુરા પોલીસ ચોકીથી નજીવા અંતરે ફેંકી ફરાર થઇ ગયા હતા. એક સાથે છ સ્થળે એટીએમ તુટતા શહેર પોલીસની નાઇટ પેટ્રોલીંગના તસ્કર ટોળકીએ લીરા ઉડાવી દીધા છે.

એક જ રાતમાં શહેરના માંજલપુર, મકરપુરા, વડસર, તરસાલી અને આજવા રોડ વિસ્તારમાં એટીએમ ચોર ટોળકીએ આતંક મચાવી નાખ્યો. જેમાં માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ પાસેના આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમ મશીનને નિશાન બનાવી તસ્કરી ટોળકીએ ગેસ કટરથી કાપી નાખ્યુ હતુ. જોકે તહેવાર હોવાના કારણે એટીએમ મશીનમાં રૂ. 11,300ની કેશ ઉપાડી ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. જ્યારે વડસર બ્રીજ નજીક આવેલા એચડીએફસી બેન્કનુ એટીએમ મશીન તોડવા ગયેલા તસ્કરોએ શટર ઊંચુ કરી એટીએમમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે એટીએમ મશીન ખોલી તો નાખ્યુ પણ જ્યારે ગેસ કટરથી એટીએમ મશીન કાપવા ગયા ત્યારે અચાનક સાઇરન વાગવાનુ શરુ થઇ જતા તેઓ ભાગ્યા હતા.

તેમજ તરસાલી મકરપુરા પોલીસ ચોંકીની બિલકુલ સામે આવેલા બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનને પણ નિશાન બનાવી ગેસ કટર વડે કાપી રૂપિયાની ચોરી કરી અને તરસાલી શાક માર્કેટથી સોમા તળાવ જવાના રસ્તે આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ પર પણ તસ્કરી ટોળકી ત્રાટકી હતી. જ્યાં તસ્કરોએ એટીએમ મશીન ગેસ કટર વડે કાપી નાખી રૂપિયા મૂકવાની ટ્રે ઉપાડી ગયા હતા. જ્યારે આજવા રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમ અને મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે આવેલા આઇસીઆઇસીઆઇના એટીએમ પર પણ તસ્કરી ટોળકી ત્રાટકી ગેસ કટર વડે કાપી નાખી રૂપિયાની ચોરી કરી હોવાની  ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ છે.

જોકે એકજ રાતમાં શહેરના જુદા જુદા વિસ્તારોના 6 એટીએમ મશીન તોડી અડધા કરોડ ઉપરાંતની ચોરી કરતી ટોળકીએ તમામ એટીએમ મશીન ગેસ કટર વડે કાપી નાખી ઘટનાને અંજામ આપતા શહેર પોલીસ દોડતી થઇ છે. જ્યારે એટીએમ મશીનમાં રૂ. 100, 500 અને 2000ની નોટો મુકવાની ટ્રે તસ્કરી ટોળકી મકરપુરા પોલીસ ચોંકીથી નજીવા અંતરે ફેંકી જાણે તસ્કરી ટોળકીએ પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવુ લાગી રહ્યું છે.

આ પ્રકારના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

‘પદ્માવત’ વિશ્વસ્તરે IMAX 3Dમાં રિલીઝ થનારી પહેલી ભારતીય ફિલ્મ બનશે

ન્યૂઝ4હુમન નેટવર્ક મુંબઈ – વાયકોમ18 મોશન પિક્ચર્સ કંપનીએ આવતી 25 જાન્યુઆરીએ એની ‘પદ્માવત’ ફિલ્મને વિશ્વસ્તરે રિલીઝ કરવાની જાહેરાત કરી છે. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મ વિશ્વસ્તરે IMAX 3D ટેક્નોલોજીમાં રિલીઝ થનારી પહેલી જ ભારતીય ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે લાંબો સમય સુધી ચાલેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે આ ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી છે. સંજય લીલા ભણસાલીએ કહ્યું છે કે, ‘પદ્માવત’ ફિલ્મ એ મારા માટે એક સપનું સાકાર થયા જેવી છે. આપણા મહાન રાજપૂત યોદ્ધાઓના સમ્માન અને બહાદુરી વિશેની વાર્તાઓ મને કાયમ આકર્ષિત કરતી રહી છે. આપણા સાહિત્યમાં પણ એનું સરસ રીતે આલેખન કરવામાં આવ્યું છે. મારી આ ફિલ્મ પણ એ ગૌરવશાળી વાર્તાઓને સમર્પિત છે. વાયકોમ18 અને ભણસાલી પ્રોડક્શન્સને મદદરૂપ થવા બદલ હું સમગ્ર ફિલ્મજગતનો આભારી છું અને મને આશા છે કે એમને ફિલ્મ જરૂર ગમશે. આ ફિલ્મ અનેક વિવાદો વચ્ચે અને અવરોધો બાદ સેન્સર બોર્ડની મંજૂરી પ્રાપ્ત કરી શકી છે. આ ફિલ્મનું શિર્ષક પહેલાં Padmavati હતું, પણ બાદમાં સેન્સર બોર્ડની શરતને પગલે Padmavat રાખવામાં આવ્યું અને હવે એના સ્પેલિંગમાં સહેજ ફેરફાર કરીને Padmaavat રાખવામાં આવ્યું છે. ‘પદ્માવત’ને હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરાશે. ગુજરાત તથા રાજસ્થાન સરકારે આ ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત સરકારે આ વિશેનું નોટિફિકેશન આજે બહાર પાડ્યું છે. રાજપૂત કરણી સેનાએ આ ફિલ્મ રિલીઝ કરાશે તો હિંસક વિરોધ-દેખાવો કરવાની ધમકી આપતાં ગુજરાત અને રાજસ્થાન સરકારે ફિલ્મને રિલીઝ ન કરવાનું નક્કી કર્યું છે.

આ પ્રકારના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Saturday 13 January 2018

જાણો સુરેન્દ્રનગર-જામનગરમાં હાર્દિક પટેલ સામે કેમ નોંધાઈ ફરિયાદ ?

ન્યૂઝ4હુમન નેટવર્ક, સુરેન્દ્રનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સામે એક બાદ એક ફરિયાદો થવાનો સિલસિલો ચાલુ જ છે. રાજદ્રોહ સહિતના અનેક કેસ મામલે કોર્ટના આંટાફેરા કરતા હાર્દિક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં સુરેન્દ્રનગરમાં સભાને સંબોધન કરતા મંજુરી નિયમોના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. તેવી જ ફરિયાદ જામનગરમાં પણ કરવામાં આવી છે અને હાર્દિક સામે વધુ બે ફરિયાદો દાખલ થઇ ચુકી છે.પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરેન્દ્રનગરમાં ગત તા. ૦૫-૧૧-૨૦૧૭ ના રોજ ભક્તિનગર ખાતે સભાને સંબોધન કર્યું હતું જે સભાને મંજુરી મળી હતી. જોકે, સભાની મંજુરીમાં કલમ ૪નો ભંગ કરવામાં આવ્યો હતો. સભામાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને ભાજપ સરકાર માટે લુખ્ખા, ભાજપની ભવાઈ અને નવરા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો જેથી ૧૯૫૧ની કલમ ૩૭(૩)નો ભંગ કરવા સબબ હાર્દિક પટેલ અને સુરેન્દ્રનગર પાસ કન્વીનર અમિત પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ વઢવાણના નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવી છે. જે મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી છે તે ઉપરાંત જામનગરમાં પણ હાર્દિક પટેલ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જામનગરના સર્કલ ઓફિસર કે.બી. સંઘવીએ ‘એ’ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને અંકિત નારણભાઈ ધાડીયા જામનગર પાસ કન્વીનર જેની સામે જીપી એક્ટ ૩૬ (ક) તથા ૭૨ (૨) અને કલમ ૧૩૪ મુજબ આરોપી અંકિત ધાડીયાએ સામાજિક સુધારણા અને શૈક્ષણિક લગતી સભાની મંજુરી માગી હતી જે સભામાં હાર્દિક પટેલ દ્વારા રાજકીય ભાષણ કરીને મળેલ સભાની પરવાનગીની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોઈ જે સબબ તેની સામે ગૂનો નોંધવામાં આવ્યો છે. આમ, જામનગર અને સુરેન્દ્રનગર ખાતે હાર્દિક પટેલ સામે વધુ બે ફરિયાદો દાખલ થઇ છે તો ભાજપ સરકારની કાયદાની રણનીતિ હાર્દિક માટે વધુ મુશ્કેલીઓ સર્જી શકે છે.
                                                           
આ પ્રકારના વધુ સમાચાર માટે  👉અહીં ક્લિક કરો👈
                                                            
        

ટ્રાફિક નિયમના ભંગના કિસ્સામાં હવે નહીં આવે ઘરે ઇ-મેમો

ન્યૂઝ4હુમન નેટવર્ક : અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, મોરબી, ભાવનગર સહિતના અનેક શહેરોમાં સીસીટીવી વિડિયો ફૂટેજને આધારે નક્કી થતા ટ્રાફિક નિયમના ભંગના કિસ્સામાં વાહનચાલકોના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે નહી. એક વર્ષની ફરીયાદોને અંતે ખુદ સરકારે આ આખીય સિસ્ટમમાં ક્યાંક ટેકનિકલ એરર હોવાનું સ્વિકારીને નાગરીકોને ખોટી રીતે દંડયા હોવાનું સ્વિકાર્યુ છે. સીસીટીવી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ જ્યાં પણ ટ્રાફિક નિયમના ભંગ માટે ઈ-મેમો એટલે કે ઈ-ચલણ મોકલીને દંડાત્મક કાર્યવાહી થતી હોય ત્યાં આ પ્રક્રિયા બંધ કરવા પોલીસ તંત્રને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આદેશો કર્યા છે. તેમણે કહ્યુ કે, નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટિક ઈ-ચલન જનરેટ કરીને તેમના ઘરના સરનામે મેમો મોકલવામાં આવે છે. પરંતુ, કેટલીક ટેકનિકલ ક્ષતિને કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઈ-મેમો નાગરીકોને મોકલવામાં આવી રહ્યા છે તેવી ફરીયાદ મુખ્યમંત્રીને મળતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારે સ્માર્ટ સિટી, પીપીપી ધોરણે સીસીટીવી પ્રોજેક્ટ અમલમાં મુક્યા છે. આગામી ચાર મહિનામાં તે પૂર્ણ થાય તેવી શક્યતા છે. એટલે તે પૂર્ણપણે ફૂલપ્રુફ રીતે એક્ટિવ થયા બાદ ઈ-મેમો સિસ્ટમ ફરીથી શરૃ કરવી કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે
                                                        
આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો
                                                        

Friday 12 January 2018

ગુજરાતમાં ‘પદ્માવતી’ રિલીઝ થશે કે નહીં? જાણો શું છે હકીકત, વિજય રુપાણીએ શું કહ્યું

ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગરઃ લાંબા સમયથી વિવાદોમાં અટવાયેલી બોલીવુડની ફિલ્મ પદ્માવતીને વધુ એક ફટકાર પડી છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ભારે વિવાદોમાં સપડાઈ છે જેને લઈને ગુજરાતમાં ચૂંટણી અગાઉ મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો અને જાહેરમાં તેને સ્વિકૃતિ આપી હતી.


જોકે હવે ચૂંટણી પતી ગઈ છે અને તેના પરિણામ પણ આવી ગયા છે, પણ આ ફિલ્મનો વિવાદ જેવો હતો તેવો જ છે. ફિલ્મમાં વિવિધ ફેરફાર કરાયા, અહીં સુધી કે ફિલ્મનું નામ પણ પદ્માવતીમાંથી પદ્માવત કરી નાખ્યું છે. રાજપુતો દ્વારા ફિલ્મના નામ બદલી ફિલ્મને ચલાવવા પર વાંધો ઉઠાવી ઈતિહાસ જે છે તે દર્શાવી ફિલ્મ પ્રદર્શીત થશે તો મંજુર છે નહીં તો નહીં. કરણી સેનાએ સીનેમા ઘરોમાં તોડફોડ સુધીની ધમકી આપી છે. ત્યારે આજે શુક્રવારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ફિલ્મના રિલીઝ અંગે કહ્યું કે, અગાઉ જે નિર્ણય ગુજરાત સરકારે લીધો હતો તે જ યથાવત રહેશે.




વિજય રુપાણીએ એવું પણ કહ્યું કે, અગાઉના નિર્ણયને પગલે ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ કરવાનો સવાલ જ પેદા થતો નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતની જેમ રાજસ્થાન સરકાર પણ આ નિર્ણય લઈ ચુકી છે.


વિજય રુપાણીએ એવું ઉમેર્યું કે, ગુજરાતમાં પદ્માવત અંગે પહેલા જ આદેશ અપાઈ ચુક્યો છે અને તેની અંદર કોઈ બદલાવ થશે નહીં. ફિલ્મનું નામ પદ્માવતીમાંથી પદ્માવત ભલે થયું પણ વિષય જે હતો તે જ છે તેથી રિલીઝ નહીં થાય.



ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ નવેમ્બર મહિનામાં વિજય રુપાણી એ જ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે આ ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય. આ ફિલ્મ આગામી 25મી નવેમ્બરે રિલીઝ થવાની છે. જેને લઈને આજે મુંબઈમાં પણ કરણી સેના દ્વારા સેન્સરબોર્ડ સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું પોલીસે પ્રદર્શન કારીઓ પૈકી કેટલાકની અટકાયત પણ કરી હતી.

રવિન્દ્ર જાડેજાની આ તસવીર શેર કરી જાણો તેની બહેને શું કહ્યું

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: જાડેજા જ્યારે આરામ પર હોય ત્યારે જામનગર ખાતે આવેલા પોતાના ઘર અને ફાર્મહાઉસની મુલાકાતના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતો હોય છે. હાલ જાડેજા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સિરીઝમાં પસંદગી થતા સાઉથ આફ્રિકામાં છે. ત્યારે તેનું કામ બહેન નયનાબા જાડેજાએ સંભાળ્યું છે. સોશિયલ મીડિયા પર નયનાબાએ જાડેજાનો એક ફોટો શેર કર્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, 'મેરી બેટી મેરા અભિમાન' જેમાં જાડેજાએ નિધ્યાનું નામ લખેલી ટોપી પહેરી પોતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે. નયનાબા દ્વારા કરાયેલી આ પોસ્ટ હાલ સોશિયલ મિડિયામાં ધૂમ મચાવી રહી છે.

રાજકોટઃ યુવકનું FB એકાઉન્ટ હેક કરી તેના મિત્રોને કહ્યા અપશબ્દો, જાણો હેકરે કેમ કર્યું યુવકનું એકાઉન્ટ હેક

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ:
   હાલ સોશિયલ મીડિયાના યુગમાં લોકો ફેસબુકનો મોટાપાયે ઉપયોગ કરતા હોય છે પરંતુ આ ફેસબુક એકાઉન્ટ હેક થાય તો?.. એવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં શહેરના મધુરમ સોસાયટીમાં રહેતા યુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક કરી રૂપિયા 2250ની ખંડણી માંગવામાં આવી છે. જેને લઈને ભોગ બનનાર યુવાને સાઇબર સેલમાં જાણ કરી હતી. હાલ સાયબર સેલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરની મધુરમ સોસાયટીમાં રહેતા મનોજ પ્રતાપસિંહ ગોહેલનું મનોજ રાજપૂત નામથી ફેસબુકમાં એકાઉન્ટ હતું. ગત 9 જાન્યુઆરીએ અચાનક મનોજનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને મનોજના એકાઉન્ટમાંથી તેના ફ્રેન્ડ લિસ્ટમાં રહેલા મિત્રોને ગાળોના મેસેજ આવવા લાગતા એકાઉન્ટ હેક થયું હોવાની જાણ મનોજને થઈ હતી. હેકર દ્વારા મનોજનો ફોટો અપલોડ કરીને ગાળો લખવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં મનોજે તેના મિત્રો દ્વારા બીજા એકાઉન્ટમાંથી પોતાના હેક થયેલા એકાઉન્ટમાં મેસેજ કર્યો કે, મારૂ એકાઉન્ટ હેક શા માટે કર્યું છે. જેના જવાબમાં હેકરે રૂપિયા 2250ની માંગણી કરી અને જો પૈસા 13 જાન્યુઆરી પહેલા નહીં મળે તો તને તારા જ એકાઉન્ટ મારફતે બદનામ કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. મનોજે આ અંગે સાયબર સેલમાં જાણ કરતા સાયબર સેલ દ્વારા આ હેકરને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલ સોશય્લ મીડિયાનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા વગરનું જીવન હાલ ઘણા લોકો વિચારી પણ શકે નહીં તેવી સ્થિતિ આવીને ઊભી રહી છે. ટેક્નોલોજી સાથે સાથે તેના દુશ્મનો પણ એટલા જ આગળ વધતા હોય છે. હેકર્સ દ્વારા લોકોના એકાઉન્ટ હેક કરવાનો આ એક માત્ર કિસ્સો નથી. આવા ઘણા કિસ્સાઓ બની ચુક્યા છે. જોકે લોકો ઘણી વાર તે વાતને લઈ જાહેરમાં આવતા નથી અને ફરિયાદ કરતા નથી પરંતુ મનોજે ફરિયાદ કરી છે. પોલીસ હાલ મનોજની ફરિયાદ પર વધુ તપાસની તજવીજ હાથ ધરી રહી છે. 

રાજકોટમાં બીમાર માતાને પુત્રએ કેવી રીતે નીચે ફેંકી હતી? કરી દેખાડ્યું રિકન્સ્ટ્રક્શન,

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ :
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર દર્શન એવન્યુ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતાં 64 વર્ષના જયશ્રીબેન વિનોદભાઇ નથવાણીની ગત 27 સપ્ટેમ્બરે તેમના સગા પુત્રએ જ ધાબા પર લઇ જઇ નીચે ધક્કો મારી હત્યા કરી હતી. આ મામલે સીસીટીવી બહાર આવતા આ હત્યાકાંડનો ખુલાસો થયો હતો. જ્યાર બાદ પોલીસે બિમાર માતાના હત્યારા પુત્ર સંદીપની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે આજે આ મામલે પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપી પુત્ર સંદીપને પોલીસ દોરડે બાંધીને તે જ ફ્લેટમાં લાવી હતી અને એક પુતળું તેના હાથમાં પકડાવવામાં આવ્યું હતું. જેથી હત્યાના આરોપી પુત્રએ તેની માતાને કેવી રીતે સીડીઓ ચડાવી અને ત્યાર બાદ કેવી રીતે તેને પાળી પર બેસાડી ધક્કો મારી દીધો તે સમગ્ર ઘટના ફરી એક વખત કરી દેખાડી હતી. પુત્રએ કેવી રીતે માતાની હત્યા કરી તેના રિકન્ટ્રક્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રિકન્ટ્રક્શનનો વીડિયો જોઈને પણ લોકો આવા પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.




અત્રે ઉલ્લેખનીય છે કે પડોસી દ્વારા અપાયેલ CCTV માં સ્પષ્ટ જોઈ શકાતુ હતુ કે, 27 સપ્ટેમ્બરે સવારે 8.27 કલાકે પુત્ર સંદિપ તેના માતા જયશ્રીબેનને ફલેટમાંથી પોતાની બાથમાં લઇને ટેકો આપતો લિફટમાં લઇ જાય છે. ત્યારબાદ 8.30 કલાકે માતાને ટેકો આપી લિફટમાંથી ચોથા માળની અગાસી પર લઇ જાય છે. જેમાં માતા ચાલી શકતા ન હોય તેમ ધીમે-ધીમે લઇ જતો હોવાનું જણાય છે. ત્યારબાદ સવારે 8.39 કલાકે પોતે એકલો નીચે આવ્યો હતો અને ચોથા માળની ડોરબેલ વગાડી ત્યાં રહેતાં મહિલા પાસેથી માતાને બેસાડવા ખુરશી માંગે છે. અને પછી એ મહિલા અને એક પુરૂષ ખુરશી લઇ અગાસીએ જાય છે.




બાદમાં 8.45 કલાકે આ મહિલા અને પુરુષ નીચે આવી જાય છે. અને સંદીપમાતા સાથે એકલો અગાસીમાં હોય છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે, 8.57 કલાકે સંદિપ માતાના ચંપલ પહેરીને અગાસીએથી એકલો નીચે ઉતરતો દેખાય છે. ત્રીજા માળના CCTVમાં સંદિપ 8.57 કલાકે પોતાના ફલેટમાં જતો દેખાય છે. આમ સંદિપ 8.45થી 8.57 સુધી માતા સાથે જ હતો. માતા નીચે પડ્યા ત્યારે પણ તે ઉપર જ હોવાનું સાબિત થયું હતું.