ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગરઃ લાંબા સમયથી વિવાદોમાં અટવાયેલી બોલીવુડની ફિલ્મ પદ્માવતીને વધુ એક ફટકાર પડી છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ભારે વિવાદોમાં સપડાઈ છે જેને લઈને ગુજરાતમાં ચૂંટણી અગાઉ મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો અને જાહેરમાં તેને સ્વિકૃતિ આપી હતી.
જોકે હવે ચૂંટણી પતી ગઈ છે અને તેના પરિણામ પણ આવી ગયા છે, પણ આ ફિલ્મનો વિવાદ જેવો હતો તેવો જ છે. ફિલ્મમાં વિવિધ ફેરફાર કરાયા, અહીં સુધી કે ફિલ્મનું નામ પણ પદ્માવતીમાંથી પદ્માવત કરી નાખ્યું છે. રાજપુતો દ્વારા ફિલ્મના નામ બદલી ફિલ્મને ચલાવવા પર વાંધો ઉઠાવી ઈતિહાસ જે છે તે દર્શાવી ફિલ્મ પ્રદર્શીત થશે તો મંજુર છે નહીં તો નહીં. કરણી સેનાએ સીનેમા ઘરોમાં તોડફોડ સુધીની ધમકી આપી છે. ત્યારે આજે શુક્રવારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ફિલ્મના રિલીઝ અંગે કહ્યું કે, અગાઉ જે નિર્ણય ગુજરાત સરકારે લીધો હતો તે જ યથાવત રહેશે.
વિજય રુપાણીએ એવું પણ કહ્યું કે, અગાઉના નિર્ણયને પગલે ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ કરવાનો સવાલ જ પેદા થતો નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતની જેમ રાજસ્થાન સરકાર પણ આ નિર્ણય લઈ ચુકી છે.
વિજય રુપાણીએ એવું ઉમેર્યું કે, ગુજરાતમાં પદ્માવત અંગે પહેલા જ આદેશ અપાઈ ચુક્યો છે અને તેની અંદર કોઈ બદલાવ થશે નહીં. ફિલ્મનું નામ પદ્માવતીમાંથી પદ્માવત ભલે થયું પણ વિષય જે હતો તે જ છે તેથી રિલીઝ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ નવેમ્બર મહિનામાં વિજય રુપાણી એ જ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે આ ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય. આ ફિલ્મ આગામી 25મી નવેમ્બરે રિલીઝ થવાની છે. જેને લઈને આજે મુંબઈમાં પણ કરણી સેના દ્વારા સેન્સરબોર્ડ સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું પોલીસે પ્રદર્શન કારીઓ પૈકી કેટલાકની અટકાયત પણ કરી હતી.
No comments:
Post a Comment
THANK YOU.