Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Tuesday, 23 January 2018

અમદાવાદ: તેણે કેમેરા કાઢ્યો અને બોમ્બ ફૂટવા લાગ્યા, બોમ્બ ધડાકા નજરે જોનારની કહાની

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: 
અમદાવાદમાં 2008 થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની ઘટના યાદ આવતા આ ઘટનાને નજરે જોનારને આજે પણ ધ્રુજારી છૂટી જાય છે. અમદાવાદ અને સુરતમાં બૉમ્બ મુકનાર અબ્દુલ સુભાન તૌકિર દિલ્હીથી દસ વર્ષ બાદ ઝડપાઇ ગયો છે.

સામાન્ય રીતે ઘટના ઘટે પછી પત્રકાર અને ફોટોગ્રાફર પહોચતા હોય છે, પણ ક્યારેક નજર સામે અસામાન્ય ઘટના ઘટે ત્યારે માધ્યમ સાથે જોડાયેલી વ્યક્તિઓ પણ સ્તબ્ધ થઈ જતી હોય છે. આવુ 2008માં થયુ હતું, સાંજનો સમય હતો અમદાવાદમાં એક પછી એક વિસ્તારમાં બોમ્બ ધડાકા થવા લાગ્યા છે તેવા સમાચાર મળવા લાગ્યા. અમદાવાદમાં વર્ષોથી પ્રેસ ફોટોગ્રાફી કરતા ફોટો જર્નાલિસ્ટ પીયુશ પટેલને તેના તંત્રી દ્વારા સુચના મળી કે બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલો અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં આવશે તમે કોઈ એક હોસ્પિટલ પહોંચી જાવ. એટલે પિયુશ અમદાવાદની અને એશીયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર પાસે જઈ બાઈક પાર્ક કરી ઉભો જ રહ્યો હતો.  ટ્રોમા સેન્ટરમાં ઘવાયેલા દર્દીઓ આવવા લાગ્યા હતા.


પોલીસના વાહનો અને ડૉક્ટર્સની દોડધામ હતી. પીયુશ પટેલ સારી ફ્રેમ મળે તે માટે કોઈ એમ્બયુલન્સ આવે તેની રાહ જોઈ રહ્યો હતો. તે જ વખતે ટ્રોમા સેન્ટરની સામે પાર્ક થયેલ બે કારમાં પ્રચંડ ધડાકો થયો અને તેમાંથી નિકળેલી આગની જવાળાઓ આજુબાજુ ઉભા રહેલા માણસો અને જે ઝાડ નીચે કાર પાર્ક હતી તે ઝાડને પોતાની ઝપેટમાં લઈ લીધા. આગ અને ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે મિનિટો સુધી બધા સ્તબ્ધ હતા. પીયુશે પોતાની નજર સામે બ્લાસ્ટ જોયો અને રસ્તા ઉપર સળગતા માણસો દોડી રહ્યા હતા. એક માણસનું માથુ કપાઇ શરીરથી છુટુ પડી ટ્રોમા સેન્ટરના દરવાજામાં જઈ પડ્યુ હતું.


પીયુશ પટેલ ફોટો જર્નાલિસ્ટ હતો તેણે અનેક હોનારતના કરૂણમાં કરૂણ ફોટોને ક્લિક કર્યા હતા. પણ આ પહેલી ઘટના હતી કે તે તેનો સાક્ષી હતો. થોડિક મિનિટો સુધી તો ખુદ પીયુશ પણ સ્તબ્ધ હતો અને તેને યાદ ન્હોતુ કે તે ફોટો લેવા આવ્યો છે. લગભગ એદાક મિનિટ પછી તે થોડો સ્વસ્થ થયો અને તેણે ક્લિક કરવાની શરૂઆત કરી હતી. તે જે કારમાં બ્લાસ્ટ થયો તે પાર્કિંગથી થોડોક જ દુર હતો માટે બચી ગયો હતો. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરનારે ચાર કાર મુંબઈથી ચોરી હતી. અમદાવાદમાં કુલ 19 બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ તેમને ખબર હતી કે ઈજગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં આવશે તેના કારણે તેમણે બે કારમાં બોમ્બ મુકી સિવિલ હોસ્પિટલમાં મુકી હતી અને બે કાર એલજી હોસ્પિટલમાં મુકી હતી. આ કારમાં રહેલા બોમ્બનો સમય અડધો કલાક પછીનો હતો.

આવી જ ઘટના અમદાવાદની એલજી હોસ્પિટલમાં પણ થઈ પત્રકાર આશીષ વશી અને યોગેશ અવસ્થી સહિત કેટલાક પત્રકારો એલજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યા સતત એમ્બ્યુલન્સની સાયરનની ચીચીયારી અને લોહીલુહાણ માણસો આવી રહ્યા હતા. મોડી સાંજ થઈ હોવાને કારણે અંધારૂ પણ થઈ રહ્યુ હતું. પત્રકારો પાર્કિગની દિવાલ પાછળ મુખ્ય રસ્તા ઉપર ઉભા હતા ત્યારે જ ત્યાં પાર્કમાં બે મોટા બ્લાસ્ટ થયા અને પત્રકારો જે દિવાલ પાસે ઉભા હતા તે પણ એકદમ ધરાશય થઈ ગઈ હતી. સદનસીબે કોઈ પત્રકાર ઈજાગ્રસ્ત થયો ન્હોતો.

No comments:

Post a Comment

THANK YOU.