Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Tuesday, 11 May 2021

રાજકોટના પંચાયત ચોક નજીક ચંદ્રમોલેશ્વર એપારમેન્ટ સામે, આર.એમ.સી.ના બગીચામાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા 7 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચએ પકડ્યા




ન્યૂઝ૪હુંમાન રાજકોટ,તા.૧૧ : ડીસીબી પો.સ્ટેશનના પો. સબ ઇન્સ. વી.જે.જાડેજા તથા એ.એસ.આઇ. જયેશભાઈ પી.નિમાવત તથા રાજદિપસિંહ ડી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ.હિતેન્દ્રસિંહ પી.ઝાલા, તથા ભરતસિંહ બી. પરમાર તથા સ્નેહભાઇ જી. ભાદરકા વિગેરે પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તયરે કોન્સ. સ્નેહભાઇ ભાદરકા તથા એ.એસ.આઇ.રાજદિપસિંહ ગોહિલની સંયુકત બાતમી હકીકતના આધારે ચંદ્ર મોલેશ્વર એપાર્ટમેન્ટ સામે,આર.એમ.સી.ના બગીચામાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા 7 શખશો (૧) ભીખુભાઈ જસમતભાઇ ઘોડાસરા ઉ.વ.પર ધંધો-ખેતી રહે,સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, સોમનાય શેરી નં.૪, રાજકોટ શહેર (ર)મહેશભાઇ રતાભાઇ સાણંદીયા ઉ.વ.૬ર ધંધો-નિવૃત રહે.સાધુ વાસવાણી રોડ,અંજના બ્લોક નં.૧૧, શેરી નં.ર,રાજકોટ શહેર (૩)વિજયભાઇ નરશીભાઇ સોરઠીયા ઉ.વ.૫૭ ધંધો-શેરબજાર રહે પુષ્કરધામ, સોસાયટી, યુનિ. રોડ, શેરી નં.-૪, રાજકોટ શહેર૪)કમલેશભાઇ પ્રતાપભાઇ ચૌહાણ ઉ.વ ૪૫ રહે.મોદી સ્કુલની બાજુમાં,વેસ્ટ કેટ બીલ્ડીંગની બાજુમાં મેઇન રોડ, રાજકોટ શહેર (પ)ચકુભાઇ નાનજીભાઇ પરસાણા, ઉવ.૬૩ ધંધો-મજુરી રહે.મોટા મવા કાલાવાડ મેઇન રોડ, રાજકોટ શહેર (૬)જંયતિભાઇ અરજણભાઈ વીરડીચા ઉવ ૫૩ ધંધો-મજૂરી રહે ગુરૂપ્રસાદ ચૌક, પોપયાવાડી, ૩/૪ ખુણો રાજકોટ શહેર અને (૭)મહેશભાઇ વલ્લભભાઇ મલેરીયા ઉવ.૪૭ ધંધો-કશન રહે.બેગબોન ગોલ્ડ ૧૦૩,સાધુ વાસવાણી રોડ, રાજકોટને પકડી લઈ રૂ. ૩૧,૫૩૦ કબ્જે કર્યા છે.


આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી..કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા તથા એ.એસ.આઇ.જયેશભાઇ પી. નિમાવત, રાજદિપસિંહ ડી,ગોહિલ, તથા પો. હેડ કોન્સહિતેન્દ્રસિંહ પી.ઝાલા, ભરતસિંહ બી.પરમાર, પો.કોન્સ, સ્નેહભાઇ ભાદરકા સહિતે શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન શ્રી પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા, તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી આ કામગીરી થઈ હતી.

No comments:

Post a Comment

THANK YOU.