Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Friday 15 March 2019

હવે ઘરે બેઠા બનાવી શકશો વોટર કાર્ડ :ઈલેક્શન કમિશને લોંચ કરી એપ્પ

કોઈપણ સુધારા કે માહિતી માટેઓફિસના ધક્કા નહીં ખાવા પડે :વોટર લિસ્ટમાં રજીસ્ટ્રેશન અને નવું વોટર આઈડી માટે અરજી કરી શકાશે.


અમદાવાદ ;હવે ઘર બેઠા વોટર કાર્ડ બનાવી શકાશે વોટર કાર્ડમાં કોઈપણ સુધારા કે માહિતી માટે સરકારી ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી શકશે લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને વોટર હેલ્પલાઇન નામની એક એપ લોન્ચ કરી છે. જે ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

     આ એપને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં ગુગલ પ્લે સ્ટોરમાં જવું પડશે. જ્યાં વોટર હેલ્પલાઇન સર્ચ કરવું પડશે. સર્ચ કરતાં જ સામે વોટર હેલ્પલાઇન નામની એક એપ દેખાશે. જેને ડાઉનલોડ કરવી પડશે. આ 11MBની એપ ડાઉનલોડ કરશો તો એક ડિસ્ક્લેમર મળશે. જે એક્સેપ્ટ કર્યા બાદ તમે તેના ફીચર્સ યુઝ કરી શકશો. આ પછી રજિસ્ટ્રેશન કરવું પડશે. હવે આ એપની મદદથી તમે વોટર કાર્ડમાં ઘરે બેઠા કરેક્શન કરી શકશો.

    આ પહેલીવાર બન્યું છે કે ઇલેક્શન કમિશને વોટર્સની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પ્રકારની એપ રજૂ કરી છે. આ એપમાં પાછલી લોકસભાની ચૂંટણી વિશે પણ માહિતી મળશે. ઉપરાંત ઇવીએમ અને વીવી પેટ મશીનનો ઉપયોગ પણ જાણી શકાશે.

    આ એપનો ઉપયોગ કરી તમે વોટર લિસ્ટમાં રજિસ્ટ્રેશન અથવા નવું વોટર આઇડી કાર્ડ બનાવવા માટે અરજી પણ કરી શકો છો. ઉપરાંત વોટર લિસ્ટમાં તમારું નામ તપાસવાનો પણ વિકલ્પ છે. બીજા વિધાનસભા ક્ષેત્રમાં શિફ્ટ થતાં આ એપની મદદથી તમે ફેરફાર કરી શકશો.

Thursday 14 March 2019

જામનગર: સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ ટોળકી બનાવી એક યુવાનને માર મારી ધમકાવ્યો, જાણો કેમ આવું કર્યુ

ન્યૂઝ4હુમન  નેટવર્ક.જામનગરઃ જામનગરમાં અગાઉ જે ડીવીજનમાં ફરજ બજાવતા હતા તે સીટી સી ડીવીજન પોલીસ દફતરના સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેની ટોળકીએ એક આસામીના પ્લોટ પર કબજો જમાવી ધાક ધમકી આપી વધુ એક ગુનો આચર્યો છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે અગાઉ જમીન પ્રકરણ સંબંધે ફરિયાદો નોંધાઈ ચુકી છે.

જામનગરમાં રહેતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી પીઠા ચેતરીયા અને મુકેશભાઇ ભારવાડીયા, પોલાભાઇ બેરા તેમજ ગોવાણાના ગાગીયાનો દિકરો સહિતના ચાર સખ્સોએ કાર સાથે ઘસી જઈ  ખંભાલીયામાં હરસિદ્ધિનગર વીસ્તારમાં રહેતા કરશનભાઇ ખીમાભાઇ ગોજીયા નામના યુવાન પર સત્યમ કોલોની આહિર સમાજની વાડી પાસે આવેલ ધનાભાઇના ગોડાઉન નજીક છરી બતાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આહીર યુવાનની આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મી સહિતનાઓની શોધખોળ હાથ ધરી હતી. કરસનભાઈનો સમર્પણ સર્કલ પાસેનો પ્લોટ ધનાભાઇ વરૂને વેચેલો હતો. રૂપિયા ૨૦ લાખ ઉપરાંતની કિંમતના આ પ્લોટનો કબ્જો પીઠાભાઇ ચેતરીયા પાસે હોવાથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો. આ બાબતે કરસનભાઈએ સમાધાન કરવા માટે સત્યમ કોલોની આહિર સમાજ પાસે આવેલ ધનાભાઇના ગોડાઉનમા બોલાવ્યા હતા.

જો કે આરોપીઓએ સમાધાન કરવાને બદલે ધાક ધમકી ઉચારી હતી અને લાકડાના ધોકા વડે યુવાનને માર માર્યો હતો. આ બનાવ અંગે સીટી સી ડીવીજન પોલીસના પીએસઆઈ મકરાણીએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જમીન પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે.

🔥 *ગુજરાતના આ જિલ્લામાં PUBG અને MOMO ચેલેન્જ પર લાગી ગયો પ્રતિબંધ, જાણો વિગતો

Wednesday 13 March 2019

ગુજરાતના આ જિલ્લામાં PUBG અને MOMO ચેલેન્જ પર લાગી ગયો પ્રતિબંધ, જાણો વિગતે


ન્યૂઝ4હુમન  નેટવર્ક.અરવલ્લીઃ પબજી અને મોમો ગેમ એક એવી લત લગાડી દેતી ગેમ છે કે તે ગેમમાં થોડો સમય પણ વ્યતિત કર્યા બાદ વ્યક્તિ તેનો આદી બની જાય છે, જમતી વખત, રાત્રે સુતા વખત, વગેરે રોજીંદી ક્રિયાઓ દરમિયાન વ્યક્તિ પોતાના ફોનમાંથી જ માંથુ બહાર ન કાઢે તેવી સ્થિતિમાં તમે અવારનવાર લોકોને જોયા હશે. આ ગેમ રમવા ઉપરાંત કમાવાના સાધન તરીકે પણ લોકો રમતા થયા છે. ગુજરાતના એક જિલ્લામાં હવે આ ગેમ્સ રમવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે અને તે જાહેરનામા અંતર્ગત જો કોઈ રમતા પકડાશે તો તેને કાયદાકીય કાર્યવાહીઓથી પસાર થવું જ પડશે.

ગુજરાતના મોટાભાગના શહેરો તેમજ નગરો બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ પબજી ગેમ અને મોમો ચેલેન્જ ઓનલાઈન ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને બાળકોમાં અને કેટલાક અંશે પુખ્તવયના લોકોમાં પણ PUBG game તથા MOMO challengeના હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધતું હોવાથી અને બાળકો અને યુવાનો સતત બંને ઓનલાઈન ગેમમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી ગેમ પર પ્રતિબંધ લાદવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ જિલ્લામાં કલમ 144 લાગુ કરવાની સાથે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(3) લાગુ કરીને જે લોકો જાહેરમાં પબજી ગેમ રમશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે હેતુથી કલેક્ટર દ્વારા પબજી ગેમ અને મોમો ચેલેન્જ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

 અરવલ્લી જિલ્લાના કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અનુસાર પબજી ગેમ અથવા તો મોમો ચેલેન્જ જેવી પ્રવૃતિમાં ભાગ લેનાર અથવા તો આ પ્રકારની પ્રવૃતિ કરનાર સામે પોલીસ સ્ટેશનમાં મોખિક કે લેખિત જાણ કરવાની ફરજ કરવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનારની સામે પોલીસ અધિનિયમની કલમ 135(3) મુજબ ફોજદારી અધિનિયમ 1860ના ને કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર છે. જાહેરનામું તો બહાર પાડ્યુ પરંતુ તેનો અમલ કેવી રીતે થશે તેની કોઇ જ માહિતી નથી. કેટલાય જાહેરનામાં બહાર પાડેલા છે તેનો અમલ કરવામાં ઘણી આડસો આવતી હોય છે. પાણીના પાઉચ, ગુટખા, મોબાઇલ પર રમાતો ક્રિકેટની મેચ પરનો સટ્ટો અને સૌથી વધુ દારૂ અને જુગાર પર તો પ્રતિબંધ છે જ તો પણ તેનો સંપુર્ણ અમલ થયો નથી અને આ ગેમ રમાવા પર પ્રતિબંધથી કોઇ ફરક પડે છે કે કેમ તે આવનાર દિવસોમાં ખબર પડશે પરંતુ જેમ અંગ્રેજીમાં કેહવત છે કે ‘forbidden fruit taste sweeter’ એટલે કે પ્રતિબંધિત વસ્તુ કરવાની કેટલાક લોકોને મજા આવે છે. હવે જે લોકો નથી જણાતા કે રમત શું છે કેવી રીતે રમાય છે તે બધાને જાણવાની ઉત્સુક્તા વધશે. કેટલાક અનુભવી અને બુદ્વિજીવી લોકોના મત મુજબ પ્રતિબંધથી આ ગેમને વધારે પબ્લીસિટી મળશે. કોઇ વ્યક્તિ કે બાળક કોઇ ખુણામાં બેસી આ ગેમ રમતો હશે તો તેને ડીટેક્ટ કરવા માટે કોઇ સોફટવેર કે કોઇ મશીનરી વિકસાવી નથી ત્યારે પ્રતિબંધથી ગેમને પબ્લીસિટી મળશે તેવું હાલતો લાગી રહ્યું છે.

More Articles:
💥રાજકોટ શહેર પોલીસે સંતાઈને પબજી ગેમ રમતા ૭ શખ્સોને ઝડપ્યા, થશે કાયદેસરની કાર્યવાહી.

રાજકોટ શહેર પોલીસે સંતાઈને પબજી ગેમ રમતા ૭ શખ્સોને ઝડપ્યા, થશે કાયદેસરની કાર્યવાહી


ન્યૂઝ4હુમન  નેટવર્ક.રાજકોટઃ રાજકોટ શહેર પોલીસ દ્વારા સંતાઈને પબજી ગેમ રમતા ૭ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતમાં પણ પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જ્યારે થોડા જ દિવસો અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે સંતાઈને છૂપાઈને પબજી ગેમ રમાઈ રહી હોવાની માહિતી મળતાં પોલીસે ૭ શખ્સોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અંતર્ગત પબજી ગેમ પર પ્રતિબંધ હતો તેમ છતાં પોલીસને માહિતી મળી હતી કે શહેરમાં આ ગેમ રમાય છે. તેથી પોલીસે તુરંત એક્ષન લેતાં એક જ દિવસમાં ૭ શખ્સોને પબજી ગેમ રમતા ઝડપી પાડ્યા છે. પકડાયેલા આ શખ્સો સામે પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ કર્યો છે.

Sunday 10 March 2019

લોકસભા ચૂંટણીની તારીખો જાહેરઃ 7 તબક્કાઓમાં થશે ચૂંટણી, ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન, 23મી મેએ મતગણતરી


ન્યૂઝ4હુમન  નેટવર્ક.નવી દિલ્હી:  જેની લાંબા સમયથી રાહ 

જોવાતી હતી જે ઘડી આવી ગઈ છે, એટલે કે લોકસભાની 

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી 

અધિકારી સુનલી અરોડાએ તમામ ચૂંટણી અધિકારીઓ

 સાથે વિજ્ઞાનભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ 

કરી છે. પંચે જણાવ્યું કે, વિવિધ રાજ્યોનાં અધિકારીઓ, 

રાજકીય દળો અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરીને 

ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.અરોડાએકહ્યું કે,


3 જૂનનાં રોજ 16મી લોકસભાનો કાર્યકાળ પુરો થશે.


મુખ્ય ચૂંટણી અધિકારી અરોડાએ કહ્યું કે, કુલ 7 ચરણોમાં 

ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું કે, પહેલા ચરણનું વોટિંગ 11 

એપ્રિલ, બીજા ચરણનું 18મી એપ્રિલ, ચોથા ચરણનું 29 

એપ્રિલ , પાંચમાં ચરણનું 6મે, છઠ્ઠા ચરણની 12મે અને 

સાતમાં ચરણની વોટિંગ 19મેનાં રોજ યોજાશે. ત્યારબાદ 

23 મેનાં રોજ લોકસભા ચૂંટણીની મતગણતરી કરાશે.


તમામ સંવેદનશીલ કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરવામા 

આવશે અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે પણ યોગ્ય વ્યવસ્થા 

કરવામાં આવી છે. CEC અરોડાએ કહ્યું કે, દરેક 

ઉમેદવારોએ તેમનાં ગુનાનો રેકોર્ડ આપવો પડશે. તેમણે કહ્યું 

કે, ઘણા રાજ્યો માટે સુપરવાઈઝરોની પણ નિમણૂંક 

કરવામાં આવી છે. સાથે જ ચૂંટણીમાં EVMનું GPS ટ્રેકિંગ 

પણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં CRPFને 

પણ તહેનાત કરવામાં આવશે.


સુનીલ અરોડાએ કહ્યું કે, 1590 પર ફોન કરો અને SMS 

દ્વારા મતદાતા તેમનું નામ વોટિંગ લિસ્ટમાં જોઈ શકશે. 

EVM પર ઉમેદવારોની તસવીરો મુકવામાં આવશે. કુલ 10 

લાખ બૂથો પર વોટિંગ કરાશે. દેશભરમાં આજથી આદર્શ 

આચારસંહિતા લાગુ થઈ જશે અને કોઈ પ્રકારનાં ઉલ્લંઘન

 પર કડક કાર્યવાહી કરવામાં આવશે. લાઉડસ્પીકરનાં 

ઉપયોગ પર પણ નજર રાખવામાં આવશે અને સમય 


મર્યાદાની અંદર જ તેના ઉપયોગ કરવાની પરવાનગી 

આપવામાં આવશે.


આ વખતે 24 મિલિયન મતદારોમાં વધારો થયો છે અને 90 

કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 

વર્ષનાં દોઢ કરોડ મતદારો છે.અરોડાએ વધુમાં કહ્યું કે, બૂથ 

પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ

 કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો

 ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT 

પણ લગાડવામાં આવશે.


આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસ.વાય. કુરૈશીએ 

ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 

2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 

2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. 

એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં 

મોડા છે. કુરૈશીના આંકડા મુજબ 2004માં 1 જૂન, 

2009માં 30 મે, 2014માં 3 જૂને લોકસભાનો કાર્યકાળ 

ખતમ થયો હતો. આ વખતે 2 જૂને લોકસભાનો કાર્યકાળ 

ખતમ થઈ રહ્યો છે. 2004માં ચૂંટણી 20 એપ્રિલથી લઈને

 10 મે સુધી ચાર તબક્કામાં થઈ હતી. 2009માં 16 

એપ્રિલથી 13 મે વચ્ચે પાંચ તબક્કામાં અને 2014માં 7 

એપ્રિલથી 12 મે સુધી 9 તબક્કામાં ચૂંટણી સંપન્ન થઈ હતી.

 આ વખતે માનવામાં આવે છે કે ચૂંટણી સાત તબક્કામાં થઈ 

શકે છે. અને ગત વખતની જેમ પહેલાં તબક્કાનું મતદાન 10 એપ્રિલ સુધીમાં થઈ શકે છે.