ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પછી શાંત રહેલા હાર્દિક પટેલે સોશીયલ મીડિયા ઉપર પાટીદારોને સવાલ પુછયો કે માત્ર પાટીદારોએ જ નહીં પણ પાટીદાર સમાજ સહિત મુસ્લિમોથી ડરી ભાજપને મત આપતા તમામ સમાજે વિચારવાની જરૂર છે કે કયારેય આરએસએસના કોઈ નેતા ઉપર આંતકી હુમલો થયો છે? મુસ્લિમો વિરૂધ્ધ બેફામ ઉચ્ચારણો કરતા સંઘના વડા મોહન ભાગવતનું કેમ આંતકી અપહરણ કરતા નથી, જાહેર સ્થળોએ બોમ્બ મુકતા આંતકી કયારેય સંઘ અથવા ભાજપના વડા મથકે કેમ બોમ્બ ફોડતા નથી.
હાર્દિકે કહ્યું કે મુસ્લિમોના નામે જેટલા ડરશો એટલી ભાજપની સત્તા મજબુત થશે, સંઘ અને ભાજપ દલિતોને સર્વણોથી ડરાવે અને હિન્દુઓને મુસ્લિમના નામે ડરાવે છે. દેશના યુવાનો જ્યાં સુધી આરએસએસને સમજશે નહીં ત્યાં સુધી લોકોને કમોતે મરવુ પડશે. તા 25 ઓગષ્ટ પછી અમદાવાદ અને સુરત સહિત પોલીસે પાટીદારોના ઘરમાં જઈ તોડફોડ કરી અને નિર્દોષેને માર્યા તેમાં પોલીસ સાથે સ્થાનિક ગુંડાઓ હતા, પોલીસ સાથે ત્યારે કોઈ મુસ્લિમ ન્હોતા. મુસ્લિમના ડરથી ભાજપને મત આપતા પાટીદારોએ આ વિચારવાની જરૂર છે. પાટીદારોએ સ્થાનિક ગુંડાઓથી ડરવાને બદલે મુસ્લિમોથી કેમ ડરે છે.
મુસ્લિમોએ 2002ના તોફાનમાં ઘણુ ગુમાવ્યું છે, જ્યારે પોલીસ પાટીદારો ઉપર આંતક વરસાવી રહી હતી ત્યારે મુસ્લિમો તેમની સાથે સામેલ થઈ શકયા હોત પણ તેમણે તેવું કર્યુ નથી. તેના બદલે મુસ્લિમોઓ પાટીદારને ખુબ સહકાર આપ્યો છે, ભાજપ ડરનો વેપાર રમી બહુમતીને ગુમરાહ કરે છે મારી વિનંતી છે કે નફરત છોડો અને પ્રેમ પકડો.
આ પોસ્ટમાં હાર્દિક પટેલે સંઘ અને ભાજપ ઉપર આડકતરા પ્રહાર કરી તેમને જ આંતકવાદી સંગઠન તરીકે પણ ઓળખાવ્યા છે.
No comments:
Post a Comment
THANK YOU.