Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Tuesday 26 February 2019

કચ્છમાં પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું, ભારતીય એરફોર્સે કરી કાર્યવાહી: Photos


ન્યૂઝ4હુમન કચ્છ: ભારતીય વાયુ સેનાએ PoKમાં કરેલી કાર્યવાહી કરી છે તે દરમિયાન ગુજરાતનાં પાકિસ્તાનને અડીને આવેલા જીલ્લા કચ્છમાં પાકિસ્તાનનાં એક માનવ રહિત વિમાનને તોડી નાખવામાં આવ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે છ વાગ્યાના અરસામાં કચ્છનાં અબડાસા તાલુકાનાં નૂનધાતડ ગામ પાસે એક પાકિસ્તાની યુએવીને ભારતીય એરફોર્સ દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યુ હતુ.


કચ્છ સ્થિત સુરક્ષા દળનાં અધિકારીઓ આ અંગે મૌન સેવી રહ્યાં છે. જોકે ગામનાં કેટલાંક લોકોએ વહેલી સવારે ધડાકાનો અવાજ સાંભળ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઘટના સ્થળેથી ડ્રોન ટાઇપનાં યુએવીનો ભંગાર પણ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ માનવ રહિત વિમાન કચ્છમાં ભારતીય સીમમાં સુરક્ષા દળોની રેકી કરવા આવ્યુ હોવાનું મનાય છે. ઘટના અંગે વધું વિગતો મેળવવામાં આવી રહી છે.

Sunday 24 February 2019

CMના હોમટાઉનમાં ધોળા દિવસે 20થી વધુ વાર છરા મારી બેરહેમીથી હાથ પર બાઈક ચલાવી યુવકની હત્યા, CCTV

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે અને પોલીસ ટ્રાફિક નિયમનમાં વ્યસ્ત છે. ગત રોજ જ સેન્ટ્રલ જેલ પાસે એક યુવાનની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી ત્યાં આજે 20થી વધુ વાર છરા મારીને બેરહેમીથી હાથ પર બાઈક ચલાવીને યુવકની હત્યા કરવાની ઘટના ઘટી છે. ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ છે.

આજે બપોરે 45 વર્ષિય હરેશભાઈ પરમાર નામની વ્યક્તિ શહેરના યુનિવર્સિટી રોડ પર સ્થિત રવિરત્ન પાર્કના પાસેથી જઈ રહ્યા હતા. અચાનક અન્ય બાઈક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. જેને પગલે તે બાઈક ચાલકે છરો કાઢી લીધો અને પહેલા તો હરેશભાઈને અંધાધૂંધ 20થી વધુ વાર છરો માર્યો. પછી મરી રહેલા યુવક પર બેરહેમીથી બાઈક ચલાવીને તે ફરાર થઈ ગયો હતો.

ધોળા દિવેસ થયેલી હત્યાની માહિતી મળતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી ગયા હતા. તેમણે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજમાં લાગી ગયા હતા. મૃતક હરેશભાઈ અમિન માર્ગ વિસ્તારમાં વિનસ પાન નામની દુકાન ચલાવતા હતા. ગઈકાલે તેમની દીકરીની સગાઈ થવાની હતી. તેમના જ મિત્ર ફિરોજ જિકારભાઈ મેમણ દ્વારા તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપો લાગ્યા છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

હાલ પોલીસ દ્વારા આરોપીને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ બે દિવસોમાં થયેલી બે હત્યાઓને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સાથે જ પોલીસ તંત્રની કામગીરીને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ થયેલી હત્યાના આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને તે પણ કલાકોમાં અને આ હત્યાના આરોપી પણ જલ્દી જ પોલીસની પકડમાં હશે તેવી જાણકારી મળી રહી છે.

Sunday 10 February 2019

લાંચનો નવો પ્રકારઃ અમરેલીમાં મહિલા PSI લાંચમાં મળેલા AC સાથે ઝડપાયા


ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદ: સામાન્ય રીતે સરકારી અધિકારીઓ નાગરિકોને પરેશાન નહીં કરવા અથવા તેમનું કામ સરળતાપુર્વક કરવા પેટે લાંચમાં રૂપિયા માગતા હોય છે, ઘણા અધિકારીઓ પૈસા ઉપરાંત વિવિધ વસ્તુઓની પણ માગણી કરતા હોય છે, આવી જ એક ઘટનામાં સાવરકુંડલાના મહિલા પોલીસ સઈન્સપેકટરે પરેશાન નહીં કરવા માટે એરકંડીશનની માગણી કરી હતી આ અંગે ગુજરાત એસીબીને મળેલી માહિતીને આધારે મહિલા પીએસઆઈએ પોતાના સરકારી કવાર્ટરમાં એસી મંગાવ્યુ તેની સાથે એસીબીએ તેમને ઝડપી લીધા હતા.


અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વડા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષપ્રેરણનો એક ગુનો નોંધાયો હતો. આ કેસના આરોપીની અટકાયત નહીં કરવા તેમજ પરેશાન નહીં કરવા માટે મહિલા પોલીસ સબ ઈન્સપેકટર ચેતના કણસાગરાએ રૂપિયા 75 હજાર રૂપિયા લાંચ પેટે લઈ લીધા હતા, પરંતુ 75 હજાર લીધા બાદ પણ પીએસઆઈ કણસાગરાની માંગણીઓ વધી ગઈ હતી અને તેમણે મીતાશી કંપનીનું એરકંડીશન આપવાની માગણી કરી હતી. આમ આ કેસના આરોપી પીએસઆઈની માગણીઓને કારણે કંટાળી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી હતી.


એસીબીના અધિકારીઓ આ અંગે છટકાનું આયોજન કરતા આ કેસના આ ફરિયાદીએ દુકાનમાંથી 27 હજાર ચુકવી એરકંડીશન ખરીદ્યુ હતું, એસી ખરીદ્યા પછી બીલ સાથે ફરિયાદી પંચની સાથે મહિલા પીએસઆઈના સાવરકુંડલા પોલીસ લાઈનમાં એસી આપવા પહોંચ્યા ત્યારે પીએસઆઈએ એસી સ્વીકારતા, એસીબીના અધિકારીઓએ મહિલા પીએસઆઈને ઝડપી લીધા હતા. લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ 1988 પ્રમાણે સરકારી કર્મચારી પોતાના પગાર ઉપરાંત કોઈની પાસેથી રોકડ અથવા તેના બદલામાં કોઈ વસ્તુની માગણી કરે તો તે પણ લાંચ ગણવામાં આવે છે.

Monday 4 February 2019

જામનગર: એરફોર્સ જવાન સહિતના SBIના ખાતેદારો સાથે ઈ-છેતરપીંડી, જાણો કઈ રીતે થયુ ચીટીંગ


ન્યૂઝ4હુમન નેટવર્ક.જામનગરઃ જામનગરમાં દસ દિવસના ગાળામાં એરફોર્સ જવાન સહીતના છ એસબીઆઈ ગ્રાહકોના ખાતામાંથી સાડા પાંચ લાખની રકમ બનાવટી એટીએમ વાટેથી ઉપડી ગયા હોવાની વિગતો પ્રકાસમાં આવી છે. કોઈ હાઈટેક ચિટર ટોળકીએ આચરેલ ઈ-છેતરપીંડીમાં પોલીસે અમુક શખ્સોને ઉઠાવી લીધા હોવાની વિગતો સામે આવી છે.


જામનગરમાં સાઈબર ક્રાઈમની એકસાથે છ ઘટનાઓ સામે આવી છે. શહેરના ૨૨ દિગ્વિજય પ્લોટમાં મિસ્ત્રી ગેરેજની બાજુમાં રહેતા અને ઇન્ટીરીયર ડિજાઈનર તરીકે ધંધો કરતા અમીબેન કનખરાના એસબીઆઈના એટીએમ કાર્ડ વાટેથી દિગ્વીજય પ્લોટમાં આવેલ એસબીઆઈ બ્રાંચના એટીએમ સેન્ટર પરથી ગત તા. ૨૮મીના રોજ સવારે રૂપિયા ૨૦ હજારની રકમ ઉપડી ગઈ હતી. યુવતીના એટીએમ કાર્ડનું  ડુપ્લીકેશન કરી કોઈ શખ્સોએ ઠગાઈ કરવાના ઈરાદે ખોટું ઈલેક્ટ્રોનિક રેકર્ડ ઉભું કરી આ સાયબર ક્રાઈમ કર્યું હોવાનું સામે આવ્યું છે.


જયારે આ જ રીતે તા. ૨૧/૧ થી ૨૫/૧ના ગાળા દરમિયાન રણજીત રોડ એસબીઆઈ બ્રાંચમાંથી પ્રવીણચન્દ્ર રણછોડભાઈ મહેતાના ખાતાના ડુપ્લીકેટ  એટીએમ કાર્ડ બનાવી ખાતામાંથી  રૂપિયા ૬૦ હજાર અને હેમંતભાઈ સુરેશભાઈ જોશીના ખાતામાંથી ૪૫ હજાર તેમજ પ્રવિણચંદ્ર નારણદાસ પ્રજાપતિના ખાતામાંથી રૂપિયા ૧૬,૫૦૦ની રોકડ રકમ ઉપાડી ઈ-છેતરપીંડી આચરી હતી.


જdયારે જામનગર એરફોર્સમાં નોકરી કરતા અને મેપ ક્વાટરમાં રહેતા અજયપાલસિંગ સુરજીતસિંગ વાલિયા નામના જવાન ઉપરાંત અન્ય એકના બેંક એટીએમનું જ ડુપ્લીકેશન કરી અજાણ્યા શખ્સોએ અનુક્રમે રૂપિયા ૧,૨૦૦૦૦ અને રૂપિયા ૨,૯૦,૧૧૫ની રોકડ મળી કુલ રૂપિયા ૪,૧૦,૧૧૫ની રોકડ રકમ ઉપાડી લીધી હતી. આ ટ્રાનજેક્શન તા. ૨૪મીની રાત્રે થયું હોવાનું પણ ફરિયાદમાં જાહેર થયું છે. આમ કુલ દસ દિવસના ગાળામાં કોઈ ટોળકીએ છ ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ૫,૫૧,૬૧૫ની રકમ ઉપાડી સાયબર ક્રાઈમ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદના આધારે એસઓજી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી એક સ્થાનિક સખ્સ સહિતની ટોળકીને ઉઠાવી લીધી છે. જેમાં આ છેતરપીંડી સંબંધિત મહત્વની કળીઓ મળી હોવાની વિગત્તો જાણવા મળ્યું છે.   

Saturday 2 February 2019

રૂ. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં: ખેડૂતો, મધ્યમવર્ગ, ગામડાઓ માટે બજેટમાં લાભદાયી નિર્ણયો




ન્યૂઝ4હુમન નેટવર્ક.નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા આજે સંસદમાં અંતરિમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. કાર્યવાહક નાણા મંત્રી પીયૂષ ગોયલે બજેટની જાહેરાત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સદનમાં હાજર હતા. સરકારે મોટી જાહેરાતો આ બજેટમાં કરી છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે રૂ. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવા એટલે કે ઈન્કમ ટેક્સનો સ્લેબ રૂ 5 લાખ સુધી વધારી દેવામાં આવ્યો છે. ઉપરાંત જો રોકાણ કરવામાં આવે તો પણ 6.5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં ભરવાની જાહેરાત કરવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે સરકારે 4 વર્ષ સુધી કમર તોડ જીએસટી, નોટ બંધી સહિતના ઘણા નિર્ણયોને કારણે લોકોમાં ત્રાહીમામ હતો. જેને પગલે આ બજેટને રાજકીય પંડીતો ચૂંટણી લક્ષી બજેટ તરીકે જોઈ રહ્યા છે. હવે વાત કરીએ કે આ બજેટમાં લોકો માટે શું છે અને શું નહીં.


પિયુષ ગોયલે કહ્યું કે, આ ફક્ત બજેટ નહીં પણ દેશના વિકાસની યાત્રાનું માધ્યમ છે. જીએસટીમાં સતત ઘટાડાથી ગ્રાહકોને રૂ. 80 હજાર કરોડ રૂપિયાની રાહત અપાઈ છે. જો 6.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર પ્રોવિડંડ ફંડ અને અન્ય ઈક્વિટિઝમાં રોકાણ કરે છે તો કોઈ ટેક્સ નહીં આપવો પડે. સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર કરી દેવાયું છે. 5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં. 2019-20માં નાણાકીય નુકસાન જીડીપીના 3.4 ટકા રહેવાનું અનુમાન છે.


તેમણે વધુમાં કહ્યું કે, પીએમ કિસાન યોજના અંતર્ગત નાના ખેડૂતો (એટલે કે બે હેટ્કરથી ઓછી જમીન ધરાવતા)ના બેન્ક ખાતામાં દરેક વર્ષે 6 હજાર રૂપિયા અપાશે. દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત 10 લાખ બિમાર લોકોનો ઈલાજ થઈ ચુક્યો છે. આગામી પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રીલ્યન ડોલર હશે અને અમે આગામી 8 વર્ષમાં તેને વધારીને 8 ટ્રીલ્યન ડોલર કરવા માગીએ છીએ. ઉપરાંત સરકાર રાષ્ટ્રીય કામધેનું યોજના શરૂ કરશે. ગૌ માતા માટે સરકાર પીછે હટ નહીં કરે. પશુપાલન અને મત્સ્ય પાલન માટે દેવામાં 2 ટકાના વ્યાજની છૂટ આપવામાં આવી છે.


નોટબંધી બાદ 1 કરોડ લોકોએ પહેલી વાર ટેક્સ ફાઈલ કર્યો છે. નોટબંધી દરમિયાન 1 લાખ 36 હજાર કરોડનો ટેક્સ સરકારને મળ્યો છે. રક્ષા બજેટને પણ વધારીને 3 લાખ કરોડ રૂપિયાથી વધુ કરી દેવાયું છે. દૈનિક વપરાશની મોટાભાગની વસ્તુઓ પર 0 ટકાથી 5 ટકા જીએસટી લાદવામાં આવશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 15.56 કરોડ લાભાર્થીઓને 7.23 લાખ રૂપિયાની લોન અપાઈ છે. 34 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. ઓછી આવક ધરાવતા શ્રમીકોને પેન્શનની યોજના અમલી કરાઈ છે. આ શ્રમીકોને ગેરંટિડ પેન્શન સરકાર આપશે. 100 રૂપિયા પ્રતિ માસ અંશદાન પર 60 વર્ષની વય બાદ રૂ. 3000 રૂપિયા પ્રતિ મહિના પેન્શનની સુવિધા અપાઈ છે. તમામ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રમિકોને ઓછામાં ઓછું પેન્શન રૂ. 1000 સુધી નક્કી કરાયું છે. શ્રમિકોના મોત પર હવે રૂ.2.5 લાખને બદલે રૂ. 6 લાખ સહાય અપાશે. શ્રમિકોનું બોનસ વધારીને રૂ. 7000, 21 હજાર રુપિયા સુધીના વેતન ધરાવતા લોકોને મળશે.


તેમણે કહ્યું કે, રેલવે યાત્રા સુરક્ષિત કરવા, બ્રોડગેજ પર તમામ માનવ હિત ક્રોસિંગ્સને ખત્મ કરી દેવામાં આવશે. હાઈવે નિર્માણ ભારતમાં સૌથી ફાસ્ટ છે. દરેક દિવસ 27 કિલોમીટર હાઈવે નિર્માણ થાય છે. તેમણે ઉમેર્યું કે, ગ્રેજ્યુઈટિની સીમા 10 લાખથી વધારીને 20 લાખ સુધીની કરી દેવામાં આવી છે. મનરેગા માટે 2019-20માં 60 હજાર કરોડ રૂપિયા આપવાનું પ્રાવધાન અને પ્રધાનમંત્રી સડક યોજનાને 19 હજાર કરોડ રૂપિયા ફાળવાયા. હરિયાણાને ભેટ આપતાં હવે 22મી એઈમ્સની સ્થાપના હરિયાણામાં કરવામાં આવશે. સૌભાગ્ય યોજના અંતર્ગત તમામ ઘરોમાં મફત વીજ કનેક્શન, માર્ચ 2019 સુધી ઘરોમાં વીજ કનેક્શન્સ નાખવામાં આવશે.


ઉપરાંત ગરીબો માટે શૈક્ષણિક સંસ્થાનો અને નોકરીઓમાં 10 ટકા અનામત, આ સંસ્થાનોમાં 25 ટકા સીટોમાં વૃદ્ધી કરવામાં આવશે. અમે કમરતોડ મોંઘવારીની કમર જ તોડી નાખી છે.