Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Thursday, 2 July 2020

બિગ બાઝાર પાછળ મહિલાના હાથમાંથી મોબાઇલ ફોનની ચીલઝડપ બે પકડાયા



રાજકોટ તા. ૨: બિગ બાઝાર પાછળ સાઇનગર સોસાયટી-૫માંથી પાયલ માયકલભાઇ નેપાળી (ઉ.૨૦)ના હાથમાંથી રૂ. ૧૨૫૦૦ની કિંમતના મોબાઇલની ૨૯મીએ સવારે એકટીવા પર આવેલા બે શખ્સો ઝોંટ મારી ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના એએસઆઇ જે. કે. જાડેજા અને પી.એન. ત્રિવેદીની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. પોલીસે કોઠારીયા રોડ પર રહેતાં રિક્ષાચાલક કમલેશ નરેન્દ્રભાઇ ડોડીયા (ઉ.૨૨) અને જંગલેશ્વર આરએમસી કવાર્ટરમાં રહેતાં મુનાફ યાસીનભાઇ કાઝી (ઉ.૨૩)ને પકડ્યા છે. સુત્રધાર તરીકે કમલેશના મિત્ર સંતોષ ઉર્ફ ગોપાલ જગદીશભાઇ પાલા (રહે. હુડકો કવાર્ટર)નું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.



બાતમી મળી હતી કે મુનાફ પાસે ચોરાઉ મોબાઇલ છે. તેના આધારે સકંજામાં લેવાતાં તેને આ ફોન કમલેશ પાસેથી ખરીદ કર્યાનું કહેતાં તેને ઉઠાવી લેવાયો હતો. કમલેશે પૂછતાછમાં કહ્યું હતું કે ૨૯મીએ મિત્ર ગોપાલ ઉર્ફ સંતોષ સાથે મળી આ ફોનની ચીલઝડપ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને એએનપીઆર કેમેરાની મદદથી ખરાઈ કર્યા બાદ ગુનો તાલુકા પોલીસની હદમાં બન્યાનું શોધી કાઢી ત્યાં ફરિયાદ દાખલ કરાવડાવે છે. કમલેશે એવું રટણ કર્યું હતું કે પોતે વ્યાજ માં ફસાયો હોઈ જેથી મિત્ર ગોપાલ ઉર્ફ સંતોષ સાથે આ ગુનામાં સામેલ થયો હતો. મુનાફ માત્ર ચોરાઉ ફોન વેચાતો રાખ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીના, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા ની સુચના અને પીઆઇ વી. જે.ફર્નાન્ડીઝ, પીઆઈ બી. એમ. કાતરિયાની રાહબરીમાં પીએસઆઇ જે.કે.ગઢવી, પીએસઆઇ કે. જે. રાણા, એ એસ આઇ પી. એન. ત્રિવેદી, જો. કે. જાડેજા, એમ. એમ. ચાવડા, હેડકોન્સ.જયદેવભાઈ બોસીયા, સંજયભાઇ ઠાકર, કોન્સ. નરેન્દ્રભાઈ ગઢવી, રાહુલ ઠાકોર સહિતે આ કામગીરી કરી હતી.

No comments:

Post a Comment

THANK YOU.