Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Sunday 9 September 2018

ગાંધી જ્યાં ભણ્યા તે રાજકોટની શાળા બંધ કરી બનાવાયેલા મ્યૂઝિયમનું PM મોદી કરશે લોકાર્પણ? જાણો વધુ

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: શહેરના જવાહર રોડ પર આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ગાંધી મ્યૂઝિયમ 'ગાંધી અનુભૂતિ કેન્દ્ર'નું લોકાર્પણ PM મોદીના હસ્તે કરાવવા પ્રયાસો હાથ ધરાયા છે. રૂપિયા 26 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મ્યૂઝિયમનું કામ હવે પૂર્ણતાને આરે છે. આગામી 10 દિવસની અંદર સંપૂર્ણ મ્યૂઝિયમ તૈયાર થઈ થઈ જનાર છે. જે અંતર્ગત આગામી તા. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નજીક એટલે કે ચાલુ મહિનાના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

 શહેરના જવાહર રોડ પર આવેલ આલ્ફેડ હાઈસ્કૂલમાં વર્ષ 1880 થી 1887 સુધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો અને આજ હાઈસ્કૂલને બંધ કરી તેને મ્યૂઝિયમમાં પરિવર્તિત થવા જઈ રહી છે. સરકારે આ હાઇસ્કૂલને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યૂઝિયમ બનાવવા નિર્ણય કર્યો છે. ત્યારે દેશ અને દુનિયાના લોકો બાપુની શિક્ષણાવસ્થાને જાણે અને જોઈ શકે તે માટે અહીં સત્યપીઠ મ્યૂઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનો શિલાન્યાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો હતો. સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિર બાદ આ મ્યૂઝિયમ આવનારી પેઢીને બાપુની મોહનથી મહાત્મા સુધીની જીવન શૈલી વિષે માહિતગાર કરશે. તેમના બાળપણ ઉપર પણ સાંજના સમયે બે શો આ મ્યૂઝિયમમાં બતાવવામાં આવશે.

મ્યુઝિયમમાં શું હશે આકર્ષણ નું કેન્દ્ર?

મ્યુઝિકલ કિયોઝ

ઈન્ફોર્મેશનલ કિયોઝ

ગાંધીજી પર થ્રિડી ફિલ્મ

ગાંધીજી લિખિત પુસ્તકો

ઓડિયો વિડીયો ફિલ્મ

અને લેશર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે...

આગામી 2 ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનાર છે. તેવા સમયે ગાંધિજીના અનુભૂતિ કેન્દ્ર સ્વરૂપે રાજકોટ વિશ્વને આ વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે. સાથે જ વિશ્વભરમાં આવેલ મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમમાં અનોખું મ્યુઝિયમ રાજકોટમાં હોવાનો દાવો મનપા દ્વારા કરાયો છે. ત્યારે PM મોદીના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવા માટે મનપા તંત્ર તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને મુખ્યમંત્રી PM ને રૂબરૂ મળી લોકાર્પણ માટે રજૂઆત કરનાર હોવાનું પણ ભાજપના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

🔥વિરોધ વચ્ચે અદાણી ગ્રુપને 141.99 હેક્ટર જમીન અપાઈ, 1400 વૃક્ષો કાપી નંખાશે

વિરોધ વચ્ચે અદાણી ગ્રુપને 141.99 હેક્ટર જમીન અપાઈ, 1400 વૃક્ષો કાપી નંખાશે

ન્યૂઝ4હુમન નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિદર્ભમાં ગોંડિયા જિલ્લામાં વર્ષ 2014માં અદાણી ગ્રુપને 148.59 હેક્ટર ફોરેસ્ટ લેન્ડ પર કોલ બેસ્ડ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની પરવાનગી બાદ હવે મહારાષ્ટ્રના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટએ આ જ વિસ્તારમાં આ ગ્રુપને 141.99 હેક્ટર જમીન એક રિસર્ચ સેન્ટર માટે પરમીશન આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ અદાણી ગ્રુપે આ વિસ્તારમાં પોતાના પાવર પ્લાટની નજીક 141.99 હેક્ટર વધુ જમીનની માગ કરી હતી. વિપક્ષ અને પર્યાવરણ પ્રેમીઓના તમામ પ્રકારના વિરોધ છતાં આ ગ્રુપને આ જમિન માટે મંજુરી મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં અદાણી ગ્રુપે આ વિસ્તારમાં છ યૂનિટ (660 મેગાવોટ પ્રત્યેક) લગાવી. હવે આ ગ્રુપ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવા માટે આ ક્ષેત્રમાં 142 હેક્ટરથી વધુ જમીન માગે છે અને તે માટે હવે મુંજુરી મળી ગઈ છે. બીજી તરફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અપાયેલા સ્વીકૃતિ પત્રમાં ગોંડિયા કલેક્ટરની તે ટીપ્પણીનો પણ ઉલ્લેખ કરાયો છે જેમાં તેમણે કહ્યું હતું કે તમામ વિકલ્પોની તપાસ કરવામાં આવી છે. પ્રિન્સીપલ ચીફ કંજર્વેટર તરફથી સ્વીકૃત આ પત્રમાં એવું પણ કહેવાયું છે કે અદાણી ગ્રુપ દ્વારા આ જમીનના અધિગ્રહણ વિસ્તારમાં ઔદ્યોગીક વિકાસ થશે અને અંદાજીત 250-300 સ્થાનીક લોકોને રોજગાર મળશે.

કહેવાય છે કે આ જમીન પર અદાણી ગ્રુપ તરફથી તૈયાર થનાર રિસર્ચ સેન્ટર પર અંદાજીત 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં તે માટે આ જંગલ વિસ્તારમાં અંદાજીત 1400 ઝાડ પણ કાપવામાં આવશે તેના ક્ષતિપૂર્ણ તરીકે રત્નાગિરિ જિલ્લામાં કોયના વન્ય જીવ અભ્યારણ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

અદાણી ગ્રુપના પ્રવક્તા મુજબ 141.99 હેક્ટરની આ જમીનને ફ્લાઈ એશના ઉપયોગ, પ્રમોશન અને રિસર્ચ પાર્કના રૂપે વિકસિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ફ્લાઈ એશ ઉપયોગિતા નીતિને અપનાવનાર દેશનું પહેલું રાજ્ય છે.થર્મલ પાવર પ્લાન્ટથી નીકળનાર ફ્લાઈ એશ પર્યાવરણની દ્રષ્ટીએ ઘણો હાનીકારક છે. તેવામાં આ નીતિ સાથે ફ્લાઈ એશનો ઉપયોગ અન્ય જગ્યા જેમકે સીમેન્ટ, ઈંટ, ટાઈલ્સ સહિત અન્ય નિર્માણ સામગ્રીઓને બનાવવામાં કરવામાં આવશે.

Wednesday 5 September 2018

એક્ટર દિલીપ કુમારને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા


ન્યૂઝ4હુમનનેટવર્ક, મુંબઇ: પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડતા તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 95 વર્ષના દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. જો કે લીલાવતી હોસ્પિટલના ડાયરેક્ટર ઑફ ઓપરેશન્સ અજય પાંડેએ કહ્યું છે કે ચિંતાની કોઈ વાત નથી. દિલીપ કુમાર હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. બીજી તરફ દિલીપ કુમારના ટ્વિટર પેજ દ્વારા પણ તેમની તબિયતમાં સુધારો હોવાની વાત કહેવામાં આવી છે. તેમને છાતીમાં ચેપના કારણે હોસ્પિટલ લઇ જવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિલીપ કુમારને ગત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિહાઇડ્રેશનના કારણે તેમની પહેલા પણ તબિયત લથડી હતી. ટ્રેજેડી કિંગના નામથી પ્રખ્યાત એક્ટર દિલીપ કુમારની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી સારી નથી રહેતી.

‘દેવદાસ’, ‘મુગલ-એ-આઝામ જેવી સદાબહાર ફિલ્મો પોતાનો અભિયન દેખાડનાર દિલીપ કુમાર છેલ્લે 1998માં આવેલી ફિલ્મ ‘કિલા’ માં નજર આવ્યા હતા. તેમને વર્ષ 2015માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

 દિલીપ કુમારનું સાચુ નામ મોહંમદ યુનિસ ખાન છે. તેઓનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ બ્રિટિશ રાજમાં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. 1997માં પાકિસ્તાન સરકાર દ્વારા દિલીપ કુમારને ‘નિશાન-એ-આઝમ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકોટ: રથયાત્રામાં બાઈકના સ્ટંટ કરતા શખ્સોને પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું, VIDEO

રાજકોટ: રથયાત્રામાં બાઈકના સ્ટંટ કરતા શખ્સોને પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું, VIDEO

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: શહેરમાં જન્માષ્ટમીના પર્વ

નિમિતે 24 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી. આ

શોભાયાત્રા દરમિયાન કેટલાક શખ્સો છાકટા બન્યા હતા.

આ શખ્સો બાઈક દ્વારા જોખમી સ્ટંટ કરી રહ્યા હતા. તેમજ

યુવતીઓની છેડતી કરતા હોવાની માહિતી પણ પોલીસને

 મળી હતી. જેને પગલે પોલીસે તાત્કાલિક દોડી ગઈ હતી

અને આ અસામાજીક શખ્સોને બાઈકના સ્ટંટ કરતા રંગેહાથ

ઝડપી પાડીને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ

ઇન્સપેક્ટર સુખવિંદરસિંહ ગડુ દ્વારા આ શખ્સોને જાહેરમાં

માર મારવાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ

થયો છે અને ઠેર-ઠેર લોકો પોલીસની આ કામગીરીના વખાણ

 કરી રહ્યા છે. સાથે જ આવારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો

 છે.
https://news4human.blogspot.com/2018/09/new-phonepe-loot-offer-rs50-cashback-on.html