Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Monday 27 July 2020

સોમવારથી સોનીબજાર એક અઠવાડિયું સ્વૈચ્છીક બંધ રહેશે : રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ની અપીલ


ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૨૭:  રાજકોટમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે વિવિધ બજારો સ્વૈચ્છીક રીતે ધંધા વેપારનો સમય ઘટાડી રહ્યા છે ત્યારે રાજકોટ સોનીબજાર પણ સોમવારથી સંપૂર્ણ બંધ રાખવા નિર્ણંય લેવાયો છે :   રાજકોટ ગોલ્ડ ડીલર્સ



 રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન દ્વારા જણાવાયું છે કે બજારમાં અસંખ્ય કોરોના પોઝિટિવ કેશ છેલ્લા ૭-૮ દિવસ માં આવેલા  છે, અને રોજે રોજે એટલા બધા કેશ વધી રહ્યા છે, આજે કારોબારીના સભ્યો ની ટેલિફોનિક કોન્ફ્રન્સમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કેઆ સંક્રમણ રોકવા અને આપણા પરિવાર તેમજ સ્ટાફ ના ભાઈઓ ની સિક્યુરિટી જોતા આવતા સોમવાર ને તા. ૨૭/૦૭/૨૦૨૦ થી ૦૧/૦૮/૨૦૨૦ ને શનિવાર સુધી નું સ્વેઇચ્છીક બંધ રાખીયે. અને આપણા સહુ આ મહાબીમારી થી રક્ષણ કરીયે.
અને આ સાથે બધા રાજકોટ ના  જવેલર્સ સભ્યો સ્વૈચ્છીક બંધ માં પૂરો સાથે અને સહકાર આપશે તેવી અપેક્ષા રાખીયે છી તેમ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સહોલીયાએ જણાવ્યું છે

Saturday 18 July 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક (પી.જી) માટે તા. 18/07/2020 થી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થય છે.


ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૧૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક (પી.જી) માટે તા. 18/07/2020 થી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થય છે. 

ત્યાર બાદ મેરીટ આધારે દરેક ભવનોમાં એડમિશન આપવામાં આવશે.

ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.18/07/2020 થી તા.

30/07/2020 સુધી.

પ્રથમ મેરીટ લિસ્ટ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવાની તા.

07/08/2020 અને પ્રથમ મેરીટ લિસ્ટમાં વિદ્યાર્થીઓએ તા.10/08/2020 સુધીમાં પ્રવેશ ફી ઓનલાઈન (admission.saurashtrauniversity.edu) મારફત ભરવાની રહેશે.

દ્વિતીય મેરીટ લિસ્ટ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવાની તા.

14/08/2020 અને દ્વિતીય મેરીટ લિસ્ટમાં વિધાર્થીઓએ ઓનલાઈન ફી ભરવાની તા.18/08/2020.

ખાલી રહેલ સીટ માટે લિસ્ટ જાહેર કરવાની તા.21/08/2020 અને ખાલી રહે મેરીટ લિસ્ટ વિધાર્થીઓએ ઓનલાઈન ફી ભરવાની તા.25/08/2029

#saurashtrauniversity #admission #pg #students #rajkot #saurahstra #ourrajkot #gujarat

Monday 6 July 2020

કોરોના ઇફેક્ટ: રાજકોટ જિલ્લામાં ચા-પાનની દુકાન જાતે બંધ રાખવા કલેક્ટરની અપીલ, જેતપુર, ધોરાજી, ઉપલેટામાં લોકો ફાકી-તમાકુ લેવા લાઇન લગાવી



• ગ્રાહકો દુકાને ટોળાએ ન વળે અને પાર્સલ લઇને જતા રહે તેવી રીતે દુકાનો ખુલી શકશે

•રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ધોરાજીમાં છેલ્લા 4 દિવસમાં 46 કેસ નોંધાયા છે. આથી ગઇકાલે રવિવારે કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા આરોગ્ય અધિકારી ધોરાજી દોડી ગયા હતા અને પ્રાંત કચેરી બેઠક બોલાવી ચા-પાનની દુકાનોને વેપારીઓ જાતે બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી છે. જ્યારે કાલથી 7 જુલાઇ થી રાજકોટ જિલ્લામાં પણ ચા-પાનની દુકાનો-રેકડીઓ લોકો બંધ રાખે તેવી અપીલ કરાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં ચા-પાનની દુકાનો ખુલી રહેશે. આ જાહેરનામું રાજકોટ શહેરમાં લાગુ પડશે નહીં.

•તેવું કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે. રાજકોટ કલેક્ટર દ્વારા 8 દિવસ સુધી દુકાનો બંધ કરવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જેતપુર, ધોરાજી, ઉપલેટામાં લોકો સવારથી જ બીડી, તમાકુ, ફાકી લેવા માટે લાંબી લાઇન લગાવી દીધી છે.

રાજકોટ જીલ્લામાં કાલથી ૮ દિ' ચા-પાનની દુકાનો-રેકડીઓ બંધ રહેશે. અન્ય દૂકાનો સવારે ૭થી બપોરે ૪ સુધી ખુલ્લી



 ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૬: રાજકોટ જીલ્લામાં કોરોનાનો ફૂંફાડો ભયંકર બની ગયો છે, ગઇકાલે ધોરાજીમાં ઢગલાબંધ કેસ આવ્યા છે, આ પછી રાજકોટ શહેર-જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને પોતાને મળેલા ડિઝાસ્ટર એકટ કલમ-૩૪ હેઠળના પાવર અંતર્ગત આજે મહત્વનો નિર્ણય લઇ રાજકોટ જીલ્લામાં કાલથી ૮ દિ'ચા-પાનની-દુકાન - રેકડીઓ-નાના ગલ્લા સદંતર બંધ રાખવા આદેશ કર્યા છે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે બપોરે ૧ર વાગ્યાની આસપાસ અમે આ જાહેરનામું બહાર પાડી રહ્યા છીએ.

તેમણે જણાવેલ કે ચા-પાન સિવાયની અન્ય દુકાનો ઉપર પણ સમયની પાબંદી મૂકી દેવાનો નિર્ણય લઇ રહ્યા છીએ, જે મુજબ જિલ્લામાં અન્ય દુકાનો સવારે ૭ થી બપોરે ૪ સુધી ખુલ્લી રાખી શકાશે.

તેમણે જણાવેલ કે ધોરાજીમાં તો આજથી જ ચા-પાનની દુકાન બંધ કરી દેવાઇ છે. ગઈકાલે ધોરાજી પ્રાંત આ અંગે વેપારીઓ સાથે મીટીંગ યોજી બાદમાં નિર્ણય લેવાયો હતો.

Sunday 5 July 2020

રાજકોટમાં કોરોના કાળો કહેર વર્તાવ્યો : વધુ છ કેસ સાથે આજે કુલ 15 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ : કુલ કેસની સંખ્યા 226



પરસાણા નગર, નવલનગર, મોરબી રોડ આનંદ પાર્ક, શક્તિ સોસાયટી, કોઠારીયા રોડ ના દીપ્તિ નગર, નવાગામના ખોડિયાર પાર્ક, આલાપ ગ્રીન પાછળ જીનિયસ હાઈટ્સ, મવડી ચોકડીના રીયલ પ્રાઈમ, ભક્તિનગર ના મયૂર પાર્ક, ગાંધીગ્રામ રોડના ધરમ પાર્ક, પંચાયત રોડ શાંતિવન સોસાયટી અને ગાયત્રીનગર મેઈન રોડ સુધી કોરોના ઘુસ્યો.

રાજકોટમાં કોરોના કાળો કહેર વર્તાવ્યો છે બપોર બાદ વધુ છ કેસ નોંધાતા કુલ 15 કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આજે નોંધાયેલા કેસમાં :-

 ૧).પદમા પ્રેમજી (80/ સ્ત્રી) ( રહે,પરસાણા નગર, રાજકોટ) ઉમા રસિક (૬૭/સ્ત્રી) ( રહે, નવલ નગર,રાજકોટ)

૨).રિયાબેન નવીનભાઈ મંગે (૧૩/સ્ત્રી) ( રહે,આનંદ પાર્ક ૧, મોરબી રોડ, રાજકોટ.)

૩).શાંતીબેન અશોકભાઈ મંગે (૩૫/સ્ત્રી) ( રહે,આનંદ પાર્ક ૧, મોરબી રોડ, રાજકોટ)

૪).જયંતીભાઈ કાનજીભાઈ મંગે (પ૧ પુરુષ).( રહે,આનંદ પાર્ક ૧, મોરબી રોડ, રાજકોટ)

૫).જીતુભાઇ બચુભાઈ જાગાણી (33/પુરુષ) ( રહે,શક્તિ સોસાયટી | ૫, સંતકબીર રોડ, રાજકોટ.)

૬).અમરબેન હુંબલ (૬૦/ સ્ત્રી) ( રહે, કોઠારીયા રોડ, દીપ્તિ નગર મેઈન રોડ, રાજકોટ)

૭).રમેશ મનજી વાવેસા (૫૮/પુરુષ) ( રહે, પિતૃ પાર્ક શેરી, ખોડીયાર પાર્ક, નવાગામ મેઈન રોડ,રાજકોટ)

૮).રજની મનસુખભાઈ દવે (૪૬/પુરુષ)( રહે, બ્લોક એ-૩૦૧, જીનીસિસ હાઈટ, સમૃધ્ધિ સોસાયટી, આલાપ ગ્રીન સિટી પાછળ, રૈયા રોડ , રાજકોટ.)

૯).સંજય છગન રાદડીયા (૪)/પુરૂષ) ( રહે,રીયલ પ્રાઈમ, ડી-૪૦૨, મવડી ચોકડી, રાજકોટ.)

૧૦).રાધાબેન જયંતભાઈ હુંબલ (૭૦/સ્ત્રી) ( રહે, મયુર પાર્ક, ભક્તિનગર, રાજકોટ.)

૧૧).જયંતીભાઈ દેવદાનભાઈ હુંબલ (૭ર/પુરૂષ) ( રહે, મયુરપાર્ક, ભક્તિનગર, રાજકોટ) ભગવાનજીભાઈ વાઘજીભાઈ (૬૬/પુરૂષ) ( રહે, ધરમરાજ પાર્ક, ગાંધીગ્રામ રોડ, રાજકોટ.)

૧૨).રજની પ્રતાપ જાડેજા (૧૪/સ્ત્રી) ( રહે, પંચાયત રોડ, શાંતિવન સોસાયટી, રાજકોટ.)

૧૩).હર્ષિદા હસુ (૫૦/ સ્ત્રી), ( રહે, ગાયત્રી નગર મેઈન રોડ, રાજકોટ.) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરના કુલ કેસની સંખ્યા 226 થઇ છે જેમાં 72 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે ૧૪૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે કુલ મૃત્યુુઆંક ૧૦ છે. 

રાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા :



રાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા.

રાજકોટ : આજરોજ સાંજે રાજકોટ શહેરમાં વધુ ૭ (સાત) કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યુ છે. શહેરમાં જેટ ગતિથી ફેલાય રહ્યું છે કોરોના સંક્રમણ, જેને લીધે તંત્રમાં પણ દોડાદોડી થઈ ગઈ છે.



આજ રોજ રાજકોટ શહેરમાં કુલ ૭ (સાત) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, તેની વિગત નીચે મુજબ છે:

(૧) પ્રગ્નેશભાઈ મુકુન્દરાય દવે (૪૩/પુરુષ)
સરનામું : શ્રીમદ, કૃષ્ણ નગર શેરી નં ૦૯, સ્વામીનારાયણ ચોક પાસે, રાજકોટ.

(૨) જયેન્દ્રભાઈ શાંતિલાલ મોદી (૬૨/પુરુષ)
સરનામું : ૧૦૨ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, ૧૧-સરદાર નગર, પુજારા ટેલીકોમની સામેની શેરી, એસ્ટ્રોન ચોક, રાજકોટ.

(૩) કિશનભાઈ પ્રકાશભાઈ રાવલ (૨૬/પુરુષ)
સરનામું : ગોંડલ ચોકડી, રિદ્ધી સિદ્ધી પાસે, રાજકોટ.

(૪) ધર્મેશ રામાણી (૩૮/પુરુષ)
સરનામું : ઢેબર રોડ, રાજકોટ.

(૫) વિજયભાઈ અરવિંદભાઈ (૩૨/પુરુષ)
સરનામું :વેદિક વિહાર સોસાયટી શેરી નં. ૦૨, મોરબી રોડ, રાજકોટ.

(૬) રૂપલબેન રાકેશભાઈ રાજદેવ (૪૪/સ્ત્રી)
સરનામું : વિમલ-૩, ગુંદાવાળી ચોક, ગુંદાવાળી મેઈન રોડ, રાજકોટ.

(૭) રીન્કલ ટીલવા (૩૮/પુરુષ)
સરનામું : ૧ અલંકાર એપાર્ટમેન્ટ, ફૂલ વાડી હોલ સામે, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ પાછળ, રાજકોટ.

રાજકોટ શહેરમાં આજ રોજની સ્થિતીએ નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે:

કુલ કેસ : ૨૦૭
સારવાર હેઠળ : ૫૬
ડિસ્ચાર્જ : ૧૪૧
મૃત્યુ: ૧૦

Saturday 4 July 2020

રાજકોટ : બસપોર્ટ પર થૂંકશો તો ભરવો પડશે.



 રાજકોટ : બસપોર્ટ પર થૂંકશો તો ભરવો પડશે GST નવા બનેલા બસ પોર્ટ માં જાહેરમાં થુંકવા પર કરવામાં આવી રહ્યો છે રૂપિયા 200 નો દંડ થુંકવા બદલ 36 રૂપિયા GST ચાર્જ અને 164 રૂપિયા દંડ કરવો પડશે ભરપાઇ ગત 27 તારીખ ના રોજ શાંતાબેન નામના મહિલાને ફટકારવામાં આવ્યો છે દંડ.

Thursday 2 July 2020

રાજકોટમાં ધ્રુજાવતો કોરોના: વધુ ત્રણ સાથે આજે અ..ધ.ધ 10 કેસ નોંધાયા :




રાજકોટ: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એક જ પરિવારમાં સાંજે વધુ ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 10 કેસો નોંધાયા છે. શહેરમાં નોંધાયેલ વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા (૧) રીનાબેન શુક્લા (૪૮(સ્ત્રી), (૨) શ્રેયા શુક્લા (ર૧/ સ્ત્રી), (૩) આદિત્ય શુક્લા (૧૫/પુરુષ)ને કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ કેસ ૧૮૫, સારવાર, હેઠળ ૪૮ તથા ડિસ્ચાર્જ ૧૨૭ થયા છે. જયારે 10 મૃત્યુ થયા

બિગ બાઝાર પાછળ મહિલાના હાથમાંથી મોબાઇલ ફોનની ચીલઝડપ બે પકડાયા



રાજકોટ તા. ૨: બિગ બાઝાર પાછળ સાઇનગર સોસાયટી-૫માંથી પાયલ માયકલભાઇ નેપાળી (ઉ.૨૦)ના હાથમાંથી રૂ. ૧૨૫૦૦ની કિંમતના મોબાઇલની ૨૯મીએ સવારે એકટીવા પર આવેલા બે શખ્સો ઝોંટ મારી ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના એએસઆઇ જે. કે. જાડેજા અને પી.એન. ત્રિવેદીની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. પોલીસે કોઠારીયા રોડ પર રહેતાં રિક્ષાચાલક કમલેશ નરેન્દ્રભાઇ ડોડીયા (ઉ.૨૨) અને જંગલેશ્વર આરએમસી કવાર્ટરમાં રહેતાં મુનાફ યાસીનભાઇ કાઝી (ઉ.૨૩)ને પકડ્યા છે. સુત્રધાર તરીકે કમલેશના મિત્ર સંતોષ ઉર્ફ ગોપાલ જગદીશભાઇ પાલા (રહે. હુડકો કવાર્ટર)નું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.



બાતમી મળી હતી કે મુનાફ પાસે ચોરાઉ મોબાઇલ છે. તેના આધારે સકંજામાં લેવાતાં તેને આ ફોન કમલેશ પાસેથી ખરીદ કર્યાનું કહેતાં તેને ઉઠાવી લેવાયો હતો. કમલેશે પૂછતાછમાં કહ્યું હતું કે ૨૯મીએ મિત્ર ગોપાલ ઉર્ફ સંતોષ સાથે મળી આ ફોનની ચીલઝડપ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને એએનપીઆર કેમેરાની મદદથી ખરાઈ કર્યા બાદ ગુનો તાલુકા પોલીસની હદમાં બન્યાનું શોધી કાઢી ત્યાં ફરિયાદ દાખલ કરાવડાવે છે. કમલેશે એવું રટણ કર્યું હતું કે પોતે વ્યાજ માં ફસાયો હોઈ જેથી મિત્ર ગોપાલ ઉર્ફ સંતોષ સાથે આ ગુનામાં સામેલ થયો હતો. મુનાફ માત્ર ચોરાઉ ફોન વેચાતો રાખ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીના, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા ની સુચના અને પીઆઇ વી. જે.ફર્નાન્ડીઝ, પીઆઈ બી. એમ. કાતરિયાની રાહબરીમાં પીએસઆઇ જે.કે.ગઢવી, પીએસઆઇ કે. જે. રાણા, એ એસ આઇ પી. એન. ત્રિવેદી, જો. કે. જાડેજા, એમ. એમ. ચાવડા, હેડકોન્સ.જયદેવભાઈ બોસીયા, સંજયભાઇ ઠાકર, કોન્સ. નરેન્દ્રભાઈ ગઢવી, રાહુલ ઠાકોર સહિતે આ કામગીરી કરી હતી.

રાજકોટમાં કોરોનાએ વધુ ૧નો ભોગ લીધો




ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૨:  રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સવારે ૧૦:૪૫ વાગ્યે કોરોનાનો વધુ એક દર્દીનું મૃત્યુ થયેલ છે.... રેસકોર્સ પાર્કમાં રહેતા અને snk સ્કૂલમાં accountant તરીકે ફરજ બજાવતા રમણભાઈ ભગવાનદાસ ઠકરાર , ૬૭ વર્ષ ને તા ૨૪/૦૬/૨૦ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ જે પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ. છે અને અન્ય બીમારી બીપી અને ડાયાબિટીસ પણ હતી...તેમને તા. ૦૨/૦૭ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા છે.

રાત્રે જામનગરના દિજામ ફલાય ઓવર પર રોંગ સાઈડ રિક્ષાનો અકસ્માત :


રાત્રે જામનગરના દિજામ ફલાય ઓવર પર રોંગ સાઈડ રિક્ષાનો અકસ્માત : વિશાલ ઇન્ટરનેશનલ પાસે રીક્ષા ચાલક પોતાની રીક્ષા રોંગ સાઈડ માં ચલાવી જતા એક્સીડન્ટ સર્જાયું હતું રેલ્વેના પાટા ઉપર ઓવર બ્રિજમાં અકસ્માત સર્જાતા ભાનુશાળી યુવાન ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે.


Wednesday 1 July 2020

રાજકોટમાં કોરોના કેવો મુકતો નથીઃ નવા ચાર કેસ



 ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૧: શહેરના સાધુ વાસવાણી રોડ, 150 ફુટ રીંગ રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં રિપોર્ટ પોઝિટિવ કુલ આંક 170

ગઈકાલે શહેરમાં છ કેસ નોંધાયા બાદ આજે સવારે વધુ ચાર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

શહેરના અમૃત વાટિકા સોસાયટી- 150 ફુટ રીંગ રોડ, રામેશ્વર મંદિર પાસે કોઠારીયા રોડ, તથા પંજરી પેલેસ - સાધુવાસવાણી રોડ પર બે સહિત કુલ ચાર દર્દીઓને કોરોના હોવાનું નિદાન થયું છે. આજે નવા ચાર કેસ આવતા શહેરનો કુલા 170 પહોંચ્યો છે.

🔴 *રાજકોટમાં કાલે વિરામ બાદ ફરી આજે કોરોનાનો ફૂંફાડો: નવા પાંચ કેસ:*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖