Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 6 July 2020

રાજકોટ જીલ્લામાં કાલથી ૮ દિ' ચા-પાનની દુકાનો-રેકડીઓ બંધ રહેશે. અન્ય દૂકાનો સવારે ૭થી બપોરે ૪ સુધી ખુલ્લી



 ન્યુઝ૪હુમન રાજકોટ,તા.૬: રાજકોટ જીલ્લામાં કોરોનાનો ફૂંફાડો ભયંકર બની ગયો છે, ગઇકાલે ધોરાજીમાં ઢગલાબંધ કેસ આવ્યા છે, આ પછી રાજકોટ શહેર-જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને પોતાને મળેલા ડિઝાસ્ટર એકટ કલમ-૩૪ હેઠળના પાવર અંતર્ગત આજે મહત્વનો નિર્ણય લઇ રાજકોટ જીલ્લામાં કાલથી ૮ દિ'ચા-પાનની-દુકાન - રેકડીઓ-નાના ગલ્લા સદંતર બંધ રાખવા આદેશ કર્યા છે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે બપોરે ૧ર વાગ્યાની આસપાસ અમે આ જાહેરનામું બહાર પાડી રહ્યા છીએ.

તેમણે જણાવેલ કે ચા-પાન સિવાયની અન્ય દુકાનો ઉપર પણ સમયની પાબંદી મૂકી દેવાનો નિર્ણય લઇ રહ્યા છીએ, જે મુજબ જિલ્લામાં અન્ય દુકાનો સવારે ૭ થી બપોરે ૪ સુધી ખુલ્લી રાખી શકાશે.

તેમણે જણાવેલ કે ધોરાજીમાં તો આજથી જ ચા-પાનની દુકાન બંધ કરી દેવાઇ છે. ગઈકાલે ધોરાજી પ્રાંત આ અંગે વેપારીઓ સાથે મીટીંગ યોજી બાદમાં નિર્ણય લેવાયો હતો.

No comments:

Post a Comment

THANK YOU.