Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Thursday 13 May 2021

ધો.૧૦ ના રીપીટર્સની પરીક્ષા ક્યારે યોજવી તે અંગે હવે પછી નિર્ણય લેવાશે.

 


ન્યૂઝ૪હુંમાન,અમદાવાદ તા.૧૩: ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પરીસ્થિતીની સમીક્ષા કરીને પરીક્ષા ક્યારે યોજવી તેનો નિર્ણય કરશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કોર કમિટિની મીટિંગમા આ નિર્ણય લેવાયો છે


(8:48 pm IST)

Tuesday 11 May 2021

રાજકોટના પંચાયત ચોક નજીક ચંદ્રમોલેશ્વર એપારમેન્ટ સામે, આર.એમ.સી.ના બગીચામાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા 7 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચએ પકડ્યા




ન્યૂઝ૪હુંમાન રાજકોટ,તા.૧૧ : ડીસીબી પો.સ્ટેશનના પો. સબ ઇન્સ. વી.જે.જાડેજા તથા એ.એસ.આઇ. જયેશભાઈ પી.નિમાવત તથા રાજદિપસિંહ ડી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ.હિતેન્દ્રસિંહ પી.ઝાલા, તથા ભરતસિંહ બી. પરમાર તથા સ્નેહભાઇ જી. ભાદરકા વિગેરે પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તયરે કોન્સ. સ્નેહભાઇ ભાદરકા તથા એ.એસ.આઇ.રાજદિપસિંહ ગોહિલની સંયુકત બાતમી હકીકતના આધારે ચંદ્ર મોલેશ્વર એપાર્ટમેન્ટ સામે,આર.એમ.સી.ના બગીચામાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા 7 શખશો (૧) ભીખુભાઈ જસમતભાઇ ઘોડાસરા ઉ.વ.પર ધંધો-ખેતી રહે,સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, સોમનાય શેરી નં.૪, રાજકોટ શહેર (ર)મહેશભાઇ રતાભાઇ સાણંદીયા ઉ.વ.૬ર ધંધો-નિવૃત રહે.સાધુ વાસવાણી રોડ,અંજના બ્લોક નં.૧૧, શેરી નં.ર,રાજકોટ શહેર (૩)વિજયભાઇ નરશીભાઇ સોરઠીયા ઉ.વ.૫૭ ધંધો-શેરબજાર રહે પુષ્કરધામ, સોસાયટી, યુનિ. રોડ, શેરી નં.-૪, રાજકોટ શહેર૪)કમલેશભાઇ પ્રતાપભાઇ ચૌહાણ ઉ.વ ૪૫ રહે.મોદી સ્કુલની બાજુમાં,વેસ્ટ કેટ બીલ્ડીંગની બાજુમાં મેઇન રોડ, રાજકોટ શહેર (પ)ચકુભાઇ નાનજીભાઇ પરસાણા, ઉવ.૬૩ ધંધો-મજુરી રહે.મોટા મવા કાલાવાડ મેઇન રોડ, રાજકોટ શહેર (૬)જંયતિભાઇ અરજણભાઈ વીરડીચા ઉવ ૫૩ ધંધો-મજૂરી રહે ગુરૂપ્રસાદ ચૌક, પોપયાવાડી, ૩/૪ ખુણો રાજકોટ શહેર અને (૭)મહેશભાઇ વલ્લભભાઇ મલેરીયા ઉવ.૪૭ ધંધો-કશન રહે.બેગબોન ગોલ્ડ ૧૦૩,સાધુ વાસવાણી રોડ, રાજકોટને પકડી લઈ રૂ. ૩૧,૫૩૦ કબ્જે કર્યા છે.


આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી..કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા તથા એ.એસ.આઇ.જયેશભાઇ પી. નિમાવત, રાજદિપસિંહ ડી,ગોહિલ, તથા પો. હેડ કોન્સહિતેન્દ્રસિંહ પી.ઝાલા, ભરતસિંહ બી.પરમાર, પો.કોન્સ, સ્નેહભાઇ ભાદરકા સહિતે શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન શ્રી પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા, તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી આ કામગીરી થઈ હતી.