Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Sunday 24 December 2017

આ પાટીદાર નેતાથી નારાજ છે નરેન્દ્ર મોદી છતાં આપવું પડશે મંત્રીમંડળમાં સ્થાન!

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: ગુજરાતના ચૂંટણી પરિણામમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ખુબ મોટો ફટકો પડ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ બંન્ને સૌરાષ્ટ્રથી આવતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ભાજપને મોટુ નુકશાન થયુ છે. સૌરાષ્ટ્રમાંથી ભાજપને બહુ ઓછી બેઠકો મળી છે. ભાજપના સિનિયર નેતાના જણાવ્યા પ્રમાણે પરિણામોની સમીક્ષા નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી તેમાં તેમની સૌથી વધુ નારાજગી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે હતી. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં જ્યાં પણ બેઠકોમાં ઘટાડો થયો તેની સીધી જવાબદારી જીતુ વાઘાણીની હતી.

એક તરફ નરેન્દ્ર મોદી પ્રમુખ જીતુ વાઘાણીથી નારાજ છે બીજી તરફ સૌરાષ્ટ્રામાંથી મંત્રીમંડળના સભ્યો પણ હાર્યા હોવાને કારણે સૌરાષ્ટ્રમાંથી  કેટલા ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપવુ તે પણ એક પ્રશ્ન છે. આ સ્થિતિમાં જીતુ વાઘાણી પાટીદાર હોવાને કારણે તેમને મંત્રી મંડળમાં સામેલ કરવા તે પાર્ટીની અનિવાર્યતા છે, તેના કારણે જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં લેવામાં આવે તેવી પણ સંભાવના છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર આંદોલનને ખાળવા માટે જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, પણ વાઘાણી પોતાના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પાટીદારોને મનાવવામાં નિષ્ફળ ગયા હતા. આ ઉપરાંત તેમની સામે ઉભા થયેલા રાજપુત આંદોલનને કારણે પણ પાર્ટીને ઘણુ સહન કરવાનો વખત આવ્યો છે.

No comments:

Post a Comment

THANK YOU.