Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Saturday 25 August 2018

આવતા મહિનાથી Paytm મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ શરૂ કરશે.

આવતા મહિનાથી Paytm મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ શરૂ કરી રહ્યું છે.તમને જણાવી દઈએ કે, બેંકમાં એફડીઆઈ કરાવવા પર 7-9 ટકા રિટર્ન મળે છે. જ્યારે, મ્યુચ્યુઅલ ફંડમાં 15 ટકા સુધીનું વાર્ષીક રિટર્ન મળી જાય છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડમાં મળતુ રિટર્ન શેર બજારની ચાલ પર નિર્ભર હોય છે. શેર બજારમાં વધારો ઘટાડો તમારા મ્યુચ્યુઅલ ફંડ પર અસર કરશે.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારો પાસેથી પૈસા મેળવે છે. આ પૈસાનું શેરબજારમાં રોકાણ કરે છે. તેના બદલામાં તે રોકાણકારો પાસેથી ચાર્જ પણ લે છે. જે લોકો શેરબજારમાં રોકાણ વધારે નથી જાણતા, તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવા માટેનો સારો વિકલ્પ છે. રોકાણકાર પોતાના નાણાકીય લક્ષ્ય અનુસાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમે તમારી કોઈ મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટથી સીધુ રોકાણ કરી શકો છો. જો તમે ઈચ્છો તો કોઈ મ્યુચ્યુઅલ ફંડ એડવાઈઝરની મદદથી પણ રોકાણ કરી શકો છો,તમે કોઈ સ્કીમના રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરી ફાયદો ઉઠાવી શકો છો.
જો તમે સીધુ રોકાણ કરવા ઈચ્છતા હો તો, તમારે તે મ્યુચ્યુઅલ ફંડની વેબસાઈટ પર જવું પડશે. તમે તેની ઓફિસમાં પણ જરૂરી દસ્તાવેજ સાથે લઈ જઈ શકો છો. કોઈ ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે, તમારે કમિશન નહીં આપવું પડે. મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે રોકાણ કરવાથી તમને વધારે રિટર્ન મળે છે. આ રીતે રોકાણ કરવામાં એક મુશ્કેલી એ છે કે, તમારે જાતે રિસર્ચ કરવું પડે છે.જો તમે મ્યુચ્યુઅલ ફંડથી સાવ અજાણ હો તો શરૂઆતનું રોકાણ કોઈ એડવાઈઝરની સલાહ અનુસાર જ કરો જેથી બહુ નુકસાની ન વેઠવી પડે.
Paytm તેના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ શરૂ કરી રહ્યું છે જેનો ફાયદો પણ તમે ચોક્કસથી ઉઠાવી શકો છો.
🔥વઘુ સમાચાર માટે નીચેની લીંક પર ક્લિક કરો.