Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Monday 1 July 2019

રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના ફોર્મનું વિતરણઃલાગી કતારો

ન્યૂઝ4હુમન,રાજકોટ,તા.૧:  મહાનગરપાલિકા દ્વારા PMAY હેઠળ બનનારી સ્માર્ટ ધર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મનું વિતરણ આજ થી શરૂ થતા વહેલી સવારથી ફોર્મ મેળવા અરજદારોની લાંબી લાઇનો બેંક બહાર જોવા મળી હતી.

 આ ફોર્મ ૩૧ જુલાઇ  સુધી રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની તમામ શાખા પરથી મળશે.આ અંગની પ્રાપ્ત માહિતી મુજબ  પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. 

સ્માર્ટ ધર-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની વિવિધ શાખાએથી તા.૧ જુલાઇ થી ૩૧જુલાઇ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવવાના તથા ભરેલા અરજીપત્રકો પરત કરવાના રહેશે.

 ફોર્મની કિંમત રૂ.૧૦૦/- રહેશે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનનારી આ આવાસમાં કુલ ૨૧૭૬ આવાસોનું બાંધકામ કરવામાં આવશે. દરેક આવાસની કીમત રૂપિયા ૦૩.૦૦ લાખ રાખવામાં આવી છે, જેમાં એક રૂમ, હોલ, કિચન, તથા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા હશે, ઉપરાંત વધુમાં આકર્ષક એલીવેશન, વિશાલ પાર્કિંગ, અગ્નિ શમન તથા લીફ્ટની વ્યવસ્થા પણ આપવામાં આવશે. આ આવાસ માટે બેન્કો દ્વારા સરળતાથી લોન કરી આપવામાં આવશે તેમજ ૧૦૦  દસ્તાવેજ કરી આપવામાં આવશે. આ આવાસ યોજનાના ફોર્મ માત્ર બેંક મારફત જ વિતરણ કરવામાં આવશે.