Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Monday 1 April 2019

યુનિ.રોડ પર બાબજી ગ્રીલ કીચનમાંથી ૧૧ કિલો અખાદ્ય બટર ચીકનનો નાશ

ન્યુઝ4હુમન રાજકોટ, તા. ૧ : શહેરમાં ઉનાળા દરમિયાન ખોરાકજન્ય રોગચાળાને રોકવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાણી-પીણીના વેપારીઓ-હોટલ-રેસ્ટોરન્ટોમાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ બાબજી ગ્રીલ કીચનમાંથી ૧૧ કેટલો અખાદ્ય બટર ચીકનનો જથ્થો નાશ કર્યો હતો. તેવી જ રીતે અન્ય ખાણી-પીણીના ૪૦ સ્થળોએથી કુલ પ૮ કિલો અખાદ્ય સામગરીનો નાશ કરાયો હતો તેમજ ગંદકી સબબ ૧ર વેપારીઓને નોટી અપાયેલ તથા પીનરમાં વેજીટેબલ ફેટની ભેળસેળ શોધવા માટે ૭ જેટલી ડેરીઓમાંથી લુઝ પનીરના નમૂના લીધા હતા.

આ અંગે આરોગ્ય અધિકારીની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ ઉનાળાની ઋતુ દરમ્યાન તથા ખોરાકજન્ય અટકાયતી પગલાના ભાગરૂપે ફૂડ સેફટી ઓફીસરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ખાદ્ય સામગ્રીનું વેચાણકર્તા લારી, હોકર્સ ઝોનમાં સઘન ચકાસણી હાથ ધરેલ છે તથા ફૂડ બિઝનેશ ઓપરેટરોને સ્થળ પર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અંગે માર્ગદર્શન આપેલ છે. આ ફૂડ ચેકીંગ કામગીરી દરમ્યાન જોવા મળેલ ક્ષતિઓ બાબતે હાઇજીનીક કન્ડીશન્સની ૧ર વેપારીઓને આપેલ છે તથા ભાવનગર રોડ, આજી ડેમ વિગેરે વિસ્તારમાં આવેલ રેકડી બજારમાં/હોકર્સઝોનમાં કુલ ૪૦ વેપારીઓને ત્યાં ચકાસણી દરમ્યાન મળી આવેલ બિનઆરોગ્યપ્રદ, વાસી, પડતર અંદાજી પ૮ કિ.ગ્રા. અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો. 

જયારે બાબજી ગ્રીલ કિચન રેસ્ટોરન્ટની ચકાસણી દરમિયાન નોટીસ ઇસ્યુ અને ખાદ્યચીજનના નમૂના લેવામાં આવેલ. ત્થા આ સ્થળેથી ૧૧ કિલો અખાદ્ય બટર ચીકન મળી આવેલ જેનો નાશ કરાયો હતો.

જયારે પનીરમાં મીલ્ક ફેટના બદલે વેજીટેબલ ફેટ કે અન્ય ભેળસેળ કરાય છે કે કેમ ? તેને શોધવા માટે શહેરની ૭ દુધની ડેરી અને દુધપાર્લરોમાંથી લુઝ પનીરના નમૂનાઓ લેવાયા હતા. 

જે સ્થળેથી પનીરના નમૂનાઓ લઇ વડોદરાની રાજય સરકારની ફુડ લેબોરેટરીમાં તપાસવા મોકલી અપાયા છે તેમાં (૧) જય માટેલ સ્વીટ એન્ડ નમકીન-નવા થોરાળા, ૧પ૦ રીંગ રોડ, (ર) જયશ્રી ખોડીયાર દુગ્ધાલય-મીલપરા, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ (૩) શ્રી પટેલ સ્વીટસ-એસ્ટ્રોન સીનેમા પાસે, સાંઇબાબા મંદિર પાસે (૪) ક્રીમી સેન્ટર-સર લાખાજી રોડ (પ) ફોર્ચ્યુન મીલ્ક એન્ડ ફુડ પ્રોડકટ -પુનિત ઘરઘંટી પાસે (૬) વિશાલ મિલ્ક, ૩-શ્રી રણછોડનગર, પેડક રોડ, (૭) શ્રી રામ ડેરી-સોમનાથ સોસાયટી, ૧પ૦ રીંગ રોડ વગેરેનો સમાવેશ થાય છે.