Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Sunday 31 December 2017

રાજકોટ માં આવ્યા રજનીકાંત: પક્ષ બનાવી તમિલનાડુમાં લડશે ચૂંટણી

ન્યૂઝ4હુમન નેટવર્ક, ચેન્નઇ: બોલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે આજે રવિવારે પોતાના ચાહકોને નવા વર્ષની ગિફ્ટ આપતા જાહેરાત કરી છે કે તેઓ એક નવો જ રાજકીય પક્ષ બનાવશે અને તમિલનાડુની તમામ બેઠકો પરથી ચૂંટણી લડશે.

રજનીકાંતે જણાવ્યુ હતું કે તમિલનાડુમાં અત્યારે લોકશાહી ખૂબ જ નબળી સ્થિતિમાં છે અને રાજકારણમાં આવવું પડે તે સમયની માંગ છે.

‘થલૈવા’ નામથી પ્રખ્યાત રજનીકાંતે પોતાના નિવાસથાને પ્રશંસકોને સંબોધિત કરતા કહ્યું કે, હું રાજકારણમાં આવી રહ્યો છું. રાજકારણમાં આવવું સમયની જરૂરિયાત છે. તમિલનાડુના રાજકારણમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. અમે વ્યવસ્થાને બદલીશું. આગામી ચૂંટણીઓમાં હું એક રાજકીય પક્ષ બનાવીશ અને તમિલનાડુની તમામ 234 બેઠકો પરથી ચૂંટણી લડીશું. સત્ય, કર્મ અને વિકાસ તેમની પાર્ટીના ત્રણ મંત્ર હશે. જયલલિતાના નિધન બાદ રાજ્યમાં એક શૂન્ય પેદા થયુ હતું. ત્યા સુધી કે ભાજપા તમિલનાડુમાં પગપેસારો કરી કરવા માગે છે. હું બિનસાંપ્રદાયિક અને આધ્યાત્મિક રાજકારણ કરવા ઇચ્છુ છું. રજનીકાંતની આ જાહેરાતથી તેમના ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

જામનગર : ફોન પર વાત કરી મહિલાના ખાતામાંથી ૨૪૦૦૦ની રકમની ઉઠાંતરી

ન્યૂઝ4હુમન નેટવર્ક, જામનગર: આજે બેન્કિંગ ક્ષેત્રના વિકાસની સાથે ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ફોન કરીને તમારા ખાતાની અથવા એટીએમની વિગતો આપો નહીતર બંધ થઇ જશે તેવી રીતે ડરાવીને ખાતાની માહિતી મેળવીને રકમ સેરવી લેવાતી હોય છે. આ જ ટેકનીકથી જામનગરની મહિલાના  ખાતામાંથી ૨૪૦૦૦ની રકમ ઉપાડી લેવાઈ છે.

જામનગરનાં નીલકંઠ નગરમાં નંદનવનની નજીક રહેતા નીતાબેન હસમુખભાઈ પરમાર નામની મહિલાને મોબાઈલ પર જુદા જુદા સમયે ફોન આવ્યા હતા. ફોન પર વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ બેંક કર્મચારી તરીકે આપીને તેના ખાતાના વેરીફીકેશન માટે એટીએમ પીન નંબર અને પાસવર્ડ સહિતની વિગતો આપવા જણાવ્યું હતું અને વિગતો નહિ આપે તો ખાતું બંધ થઇ જશે તેમ કહેતા મહિલાએ ખાતું બંધ થઇ જવાના ડરથી ખાતા સંબંધિત ખાનગી માહિતી ફોન કરનાર વ્યક્તિને આપી દીધી હતી. ત્યારબાદ તે મહિલાના ખાતામાંથી રૂ. ૧૯,૯૯૯ અને રૂ. ૪૦૦૦ની રકમ બેન્કમાંથી ઉપડી જતા મહિલાએ છેતરપીંડી અંગે સીટીએ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાને ફોન કરનાર ૦૭૪૩૦૯૯……તથા ૦૯૦૬૫૯૪…….નંબરના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી છે. ફોન પર આવા ફ્રોડનાં    અનેક કિસ્સાઓ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બનતા રહે છે. ફોન પર ખાનગી માહિતી આપવી ન  જોઈએ તેવા અનેક જનજાગૃતિ અભિયાન બાદ પણ જાગૃતિના અભાવે આવા કિસ્સાઓ બનતા જ રહે છે. ત્યારે આવા કેસોમાં નાગરિકો પણ જાગૃતિ દાખવે તો ફ્રોડ અટકાવી શકાય છે. હાલ જામનગર પોલીસે મહિલાની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.

જાણો કઇ બેંકમાં રાખવું પડે કેટલુ મિનિમમ બેલેન્સ, નહી તો કેટલો આપવો પડે ઈમ્પ્લીસીટ રેટ

ન્યૂઝ4હુમન નેટવર્ક, મુંબઈ: આજે બેન્કોમાં એક નિશ્ચિત રકમનું બેંક બેલેન્સ રાખવું પડે છે. જેમાં જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેન્કોનું ધારા-ધોરણ નિશ્ચિત થયેલું છે. જે મીનીમમ બેલેન્સમાં ખૂટતી રકમની જ પેનલ્ટી લેવાનું સરકારે એક ધોરણ નક્કી કરેલું છે. તે છતાય આજે કેટલીક બેંકો તેમના ખાતામાં ખાતેદારે મીનીમમ બેંક બેલેન્સ ન રાખ્યું હોય તેવા સંજોગોમાં જુઓ કેવી રીતે ઈમ્પલીસીટ રેટ્સ લગાડીને ગ્રાહકોને લૂટે છે.


બેંક           ન્યૂનતમ બેલેન્સ        ઈમ્પ્લીસીટ રેટ
એસ બી આઈ           3000                25
ઓબીસી                  2500               71.6
આઈ ઓ બી            1000              159.5
એક્સીસ                  10000             82.2
એચ.ડી.એફ.સી.       10000             83.8
કોટક બેંક                 10000           76.2
યસ બેંક                   5000           112.8
ઇન્ડસઇન્ડ બેંક        10000              67.6
આઈ.સી.આઈ.સી.આઈ.  10000       77.9
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ     10000                  9.5
સીટી બેંક             1 લાખ                 60


એમ પણ જોવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ નિર્દેશ મુજબ કેટલીય બેંકો યોગ્ય પેનલ્ટી નથી લગાવતી. IIT બોમ્બેના ગણિત વિભાગના પ્રોફેસર આશિષ દાસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ જોઈએ તો મોટા ભાગની બેંકો મીનીમમ બેલેન્સથી જે તફાવતની રકમ બાકી પડતી હોય તેના ૭૮% ચાર્જ વસૂલ કરે છે. એટલે RBI એ ભલે મીનીમમ ચાર્જીસ નો દર નક્કી કર્યો હોય પેનલ્ટી તરીકે પરંતુ જે તે બેંકો પોતાની મરજી મુજબ જ આ ચાર્જ વસૂલ કરે છે.

Facebookની સ્પષ્ટતા સાઈન-અપ માટે જરૂરી નહિ થાય આધાર કાર્ડ

વિરોધાભાસી હેવાલ વચ્ચે ફેસબુકે પોતે ભારતમાં યૂઝર્સ એકાઉન્ટને આધાર નંબર સાથે લિંક કરી રહી નથી, એવી સ્પષ્ટતા તેણે બ્લોગ ઉપરની એક પોસ્ટ દ્વારા કરી હતી.હવે ફેસબુક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે એવા હેવાલ બાદ આજે કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અમે આધાર ડેટા એકત્ર કરતા નથી અને ફેસબુક પર જ્યારે સાઇન અપ થાવ ત્યારે આધાર નંબર દાખલ કરવો જરૂરી નથી.

કંપનીએ આ વાતનો છેદ ઉડાડી મૂકતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે લોકોને ફેસબુક એકાઉન્ટ ઉપર સાઇન ઇન થવા માટે આધાર નંબર આપવાનો રહેતો નથી. જો કે એ સ્પષ્ટતા સાથે એમ પણ કહેવાયું છે કે તમારે આધાર કાર્ડ ઉપર જે નામ હોય તેનો જ ઉપયોગ કરવાનો રહે છે. કંપની પોતાની સ્પષ્ટતામાં કહે છે કે નવા યૂઝરોએ તેમનું સાચું નામ અદ્વારા જણાવવાનું રહે છે,જેથી મિત્રો અને પરિવારજનો તેમને ફેસબુક પર આસાનીથી શોધી શકે.

આ ટેસ્ટનો હેતુ એટલો જ છે કે નવા યૂઝરો સમજે છે કે સાચા નામ સાથે ફેસબુક ઉપર કઇ રીતે સાઇન અપ થવું અને મિત્રો તેમજ પરિવારજનો સાથે કઇ રીતે જોડાવું. જ્યારે એકાઉન્ટ સાઇન અપ કરો ત્યારે યૂઝરે ટેસ્ટના ભાગ રૂપે પોતાની ભાષા દેખાડવાની રહેશે. એમ કહેવાયું છે કે આધાર કાર્ડ ઉપરના નામના ઉપયોગથી તમારા મિત્રો તથા પરિવારજનો આસાનીથી તમને ઓળખી શકશે. કંપનીએ બ્લોગ સ્પોટ પર જણાવ્યું હતું કે આ ટેસ્ટ માટે આ વૈકલ્પિક હશે. લોકોએ તેમના આધારકાર્ડ પરના નામથી એન્ટર થવું જરૂરી નથી કે આધાર સાથેના પ્રામાણિતતા કે લિંક કરવાની પણ જરૂર નથી.

હાલમાં થયેલો ટેસ્ટ

આ ટેસ્ટ બહુ ઓછી સંખ્યામાં ફેસબુકની મોબાઇલ સાઇટ ઉપર કરાઇ રહ્યો છે. તેના ઉપર નવા યૂઝરોને આધાર પ્રમાણે નામનો ઉપયોગ કરવા કહ્યું છે. ભારતમાં બહુ ઓછા નવા યૂઝરો સાથે આ ટેસ્ટ થઇ રહ્યો છે. એ ટેસ્ટ પૂરો પણ થઇ ગયો છે. તમામ અભ્યાસ પરથી કંઇક શીખવા મળે એમ આ દ્વારા પણ શીખવા જ મળ્યું છે. ફેસબુક જોઇન કરનારા નવા યૂઝરોને સારી રીતે સાઇન અપ કરવામાં મદદ મળશે, તેથી વધુ કોઇ અમારો ઇરાદો નથી.

Friday 29 December 2017

રાજકોટમાં NSUIનાં મંત્રી જયરાજસિંહ જાડેજાની ધોળા દિવસે હત્યા, જાણો વધુ

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: રાજકોટ શહેર ફરી એકવાર રક્તરંજીત બન્યું છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં NSUI ના મંત્રી જયરાજસિંહ જાડેજાની વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા છે.


રંગીલા ગણાતા રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં બે યુવાનો હત્યાનો ભોગ બન્યા છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં આજે બપોરના સમયે વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે હત્યા નિપજાવવામાં આવી છે. રાજકોટ શહેર NSUI ના મંત્રી જયરાજસિંહ જાડેજાનું વાહન અજયસિંહ વાળા નામના શખ્સ સાથે અથડાયું હતું, બાદમાં બંને વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અજય વાળા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જયરાજસિંહનું મોત નીપજ્યું હતું અને તેમના ભાઈ ઋતુરાજને હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.


રાજકોટની ક્રાઈસ્ટ કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતા NSUIના મંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા થયાની જાણ થતાં મૃતકના પરિવારજનો , મિત્ર મંડળ સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સાથે જ ગુજરાત NSUI ના પ્રમુખ તેમજ રાજકોટ યુથ કૉંગ્રેસના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.  NSUI ના પ્રમુખે માંગ કરી હતી કે હત્યાનો ભોગ બનેલા જયરાજસિંહ જાડેજાની હત્યા નિપજાવનાર આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.


રાજકોટમાં એક બાદ એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. તેવામાં ધોળા દિવસે નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે આરોપી અજય વાળા કુખ્યાત હોવાની અને વિસ્તારમાં ગુંડાની છાપ ધરાવતો હોવાની ચર્ચા જાગી રહી છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ આરોપીને કેટલા સમયમાં પકડી પાડશે અને કથળી ગયેલી રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસ ક્યારે કાબુ મેળવી શકશે.

રૂપાણીને ખુલ્લો પત્ર: તમે જૈન છો, તમારી અંદર બદલાની ભાવના ક્યાંથી આવી?

રૂપાણીને ખુલ્લો પત્ર: તમે જૈન છો, તમારી અંદર બદલાની ભાવના ક્યાંથી આવી?

પ્રિય વિજયભાઈજય જીનેન્દ્ર, પહેલા તો તમને ફરી વખત મુખ્યમંત્રી થવા માટે અભિનંદન છે. પણ હવે આપણે મુળ વાત ઉપર આવી જઈએ, તમે જન્મ જૈન છો અને જૈન શાસનમાં તમને શ્રધ્ધા છે. તમે તો અહિંસાના પક્ષમાં રહ્યા છો તમારી અંદર આ બદલો લેવાની ભાવનાનો જન્મ કેવી રીતે થયો તે મને સમજાતુ નથી. ખેર તે તમારી વ્યક્તિગત બાબત છે. તમે રાજકારણના જુના ખેલાડી છો. અહિંયા કાયમી કઈ હોતુ નથી. સત્તા તો આવતી જતી રહે છે અને સત્તા માટે વાદ-વિવાદ પણ થતો રહે છે.રાજકારણમાં ભીન્ન મત હોય છે માટે જ અલગ અલગ રાજકિય પક્ષો હોય છે. દરેકને પોતાનો મત સાચો લાગે છે અને સામેની વ્યક્તિનો મત ખોટો લાગે છે. પણ જે સાથે નથી તે સામે છે તેવુ માની લેવાની જરૂર હોતી નથી, કારણ ખરેખર તેવુ હોતુ પણ નથી. આવુ જ પત્રકારત્વમાં પણ હોય છે. કેટલાક પત્રકારને તમારા કામ અને વિચાર પસંદ છે, કેટલાક પત્રકારોને તમારા કામ પસંદ પડતા નથી. પણ તેનો અર્થ એવો નથી કે જે પત્રકાર તમારા કામની સરાહના કરે છે તે તમારી સાથે છે અને જે તમારા કામની ટીકા કરે છે તે તમારી સામે છે. દરેક શાસક પાસે સારા ટીકાકાર હોવા જોઈએ. ટીકા પાછળનો ઈરાદો મલીન ના હોય એટલુ જ પુરતુ છે.હવે અમારી વાત કરીએ, મેરાન્યૂઝ દ્વારા પ્રકાશિત થતાં તમામ સમાચારો બધા જ વાંચકોને પસંદ પડતા હતા તેવુ પણ ન્હોતુ, કેટલાંક વાંચકો અમને સવાલ પણ પુછતાં હતા કે કોંગ્રેસ સરકાર આવશે તો પણ તમે આવી જ ટીકા કરશો, ત્યારે અમે તેમને જવાબ આપતા હતા કે અમારૂ કામ પ્રજાની સાથે અને સરકારની સામે રહેવાનું છે. સત્તાની ખુરશીમાં કોણ બેસે છે તે અમારે મારે ગૌણ બની જાય છે. આજે ભાજપની સરકાર હોવાને કારણે તમારા સહિત અને વાંચકોને એવો પ્રશ્ન અને ભાવ થતો હતો કે મેરાન્યૂઝ ભાજપ વિરોધી છે. ટીકા તો સરકારમાં હોય તેની જ થાય તે બહુ સ્વભાવીક છે.ચૂંટણી દરમિયાન મેરાન્યૂઝ દ્વારા અનેક સમાચારો પ્રસિધ્ધ કરાયા, ત્યારે અમારી પણ ટીકા થતી હતી. પણ અમારી ટીકા કરનારનો પણ તે અધિકાર છે તેવુ અમે સ્વીકારી લીધુ છે. પણ તમે બહુ જલદી અસહિષ્ણુ થઈ જાવ છો, તમારી નવી સરકારનું ગઠન થાય તે પહેલા તમે અમારી ઉપર પોલિસ કેસ કરી દીધો, ખેર તમારી સરકાર દ્વારા મુકવામાં આવેલા આરોપોનો અમારે અદાલતમાં જવાબ આપવાનો છે. કદાચ તમે એવુ પણ કહેશો  કે ખરેખર મને પોલિસ કેસ અંગે ખબર નથી અથવા તો કલેક્ટર દ્વારા પોલિસ ફરિયાદ કરવામાં આવી છે. પણ તમને અને મને ખબર છે ક્યારે ફરિયાદ થાય છે અને ક્યારે ફરિયાદ થતી નથી. કારણ આપણે બંન્ને આપણા વિષયમાં માહેર છીએ.વાત માત્ર એક પોલિસ કેસ પુરતી નથી, કારણ આ કઈ મારી ઉપર થયેલો પહેલો પોલિસ કેસ પણ નથી, પણ વાત અહિંયા તમારી બદલો લેવાની ભાવના અંગે છે. અમે તો અમારૂ કામ કર્યુ છે. અમે તમને અમારા સમાચારો દ્વારા કહ્યુ કે પ્રજા તમારાથી નારાજ છે. તમને સત્તા મળી તેનો અર્થ એવો પણ નથી કે પ્રજાની નારાજગી ખતમ થઈ ગઈ છે.  પ્રજાના પ્રશ્નો હજી પણ તેની જગ્યાઓ ઉભા છે  અને તેના કારણે સત્તા મળવા છતાં બેઠકો ઘટી છે તે તેનો પુરાવો છે. અમારૂ કામ લખવાનું છે જે અમે કરતા રહીશુ. જો અમારી ઉપર પોલિસ કેસ કરવાથી પ્રજાના પ્રશ્નો પુરા થઈ જતા હોય તો રોજ પોલિસ કેસ કરજો.અમારી ઉપર પોલિસ કેસ કરવાથી  ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, બેરોજગારને નોકરી મળે, તમામને સારૂ અને સસ્તુ શિક્ષણ મળે, કોઈ ગરીબનો ચુલો ઓલવાય નહીં તેવી વ્યવસ્થા ઉભી થતી હોય તો દરેક અખબાર અને ટીવી અને વેબપોર્ટલના એક એક પત્રકાર ઉપર રોજ પોલિસ કેસ કરવા જોઈએ, પણ અમારી ઉપર પોલિસ કેસ કરવાથી પ્રજાના પ્રશ્નનો ઉકેલ આવવાનો નથી. તો પછી શા માટે મનમાં આટલી કડવાશ સાથે જીવો છો? સરકારના સૌથી ઉચ્ચ પદ ઉપર બેઠા છો ત્યારે કઈ રીતે ગુજરાતના એક એક માણસનું ભલુ થાય અને તેનું ભલુ સરકારે કર્યુ છે તેવો અહેસાસ પણ તમને થાય તે દિશામાં કેમ વિચારતા નથી?આજે તમને ખુલ્લો પત્ર લખવા પાછળનું કારણ એવુ છે કે તમે ક્યારેય પત્રકારને તમારી બાજુમાં બેસી પુછ્યુ છે કે તમારી પ્રજા કેમ છે. અને જે પત્રકાર લખે છે કે પ્રજા દુખી છે, તેને તમારી ટીકા સમજી તે પત્રકારને તમારો દુશ્મન માની લો છો.એક પોલિસ કેસ વઘે અથવા એક પોલિસ કેસ ઘટે તેના કારણે પત્રકારના જીવનમાં ખાસ ફેર પડતો નથી. તમારા એક કેસને કારણે જીંદગીને થોડો વધુ સંઘર્ષ કરવો પડશે તો તેની તૈયારી છે. સત્તા કાયમ સારી હોય છે, પણ સત્તાનો મદ જોખમી હોય છે. તમે જાણતા જ હશો જાજી કીડીઓ સાપને તાણે.ચાલો પત્ર જરા લાંબો થઈ ગયો, પણ આ બાબત તમને રૂબરૂ મળી કહી શકાય એટલો સમય આપની પાસે હોતો નથી જેના કારણે વિગતવાર લખવુ પડ્યુ. ઈશ્વર આપને બળ અને સામર્થ્ય આપે, તેવી પ્રાર્થના.  જય જીનેન્દ્રલિ. પ્રશાંત દયાળ

હાર્દિક પટેલ ફરી શરૂ કરી રહ્યો છે આંદોલન: જાણો શુ છે પ્લાન

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: તા. 30 ડિસેમ્બરના રોજ બોટાદ ખાતે મળી રહેલી PAASની  ચિંતન શિબિરમાં ફરી એક વખત આંદોલન શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ચિંતન શિબિરમાં PAASની નવી કોર ટીમ બનાવવાની સાથે ત્રણ અલગ અલગ પ્રકારના આંદોલનની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે.

હાર્દિક પટેલે આ અંગે ન્યૂઝ4હુમનનાં સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે શહેરી, ગ્રામીણ અને પાટીદાર વિસ્તાર માટે ત્રણ અલગ આંદોલનની શરૂઆત કરવામાં આવશે. જો કે આંદોલન સમાજના તમામ વર્ગોને એક સાથે લઈ શરૂ કરવામાં આવશે. આંદોલનના ત્રણ પ્રકાર રાખવા પાછળનો હેતુ એવો છે કે દરેકની સમસ્યા અલગ અલગ છે. શહેરી વિસ્તારમાં બેરોજગારો માટે આંદોલન કરવામાં આવશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ આંદોલન કરવામાં આવશે.

હાર્દિક પટેલે કહ્યુ હતું કે હજી પાટીદાર અનામત અંગે કોઈ નિર્ણય થયો જ નથી, તેના કારણે અનામતની માગણી આજે પણ તેના સ્થાને છે. પાટીદાર બહુમત વિસ્તારમાં પાટીદાર અનામતનું આંદોલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચિંતન શિબિરમાં નવી કોર કમિટી બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. હમણાં સુધી રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવા કોર કમિટીમા જુજ સભ્યો જ જતા હતા. પણ હવે નવી કોર કમિટિ રાજ્ય સરકાર સાથે સંવાદ કરવાનો વખત આવશે ત્યારે તમામ સભ્યો સરકાર સાથે વાત કરવા જશે.

હાર્દિકે કહ્યુ કે આંદોલનની શરૂઆત લગભગ 10-11 જાન્યુઆરીએ થશે અને આંદોલનની શરૂઆત મોરબી-ટંકારાથી કરવામાં આવશે.

મેવાણીએ કહ્યું ગુજરાતમાં વેચાતા દારુનાં રૂપિયા કોના ખિસ્સામાં જાય છે? મોદી, શાહ કે રૂપાણી?

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગત રાત્રે દારુબંધીના કડક અમલ માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા બાદ આજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેસ મેવાણીએ અમદાવાદના પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

જ્યાર બાદ જીજ્ઞેસ મેવાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દર વર્ષે ગેરકાયદે 25 હજાર કરોડનો દારુ વેચાય છે અને આ પૈસા કોની પાસે જાય છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી પાસે?

જીજ્ઞેસ મેવાણીએ જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં દારુબંધીનો ગોમતીપુર, વાડજ સહિતના વિસ્તારોમાં કડક અમલ નહીં કરાયો તો શહેરના અન્ય પોલીસ સ્ટેશનોનો પણ ઘેરાવ કરવામાં આવશે.

હાર્દિક પટેલે ખેડૂતો માટે કરી મોટી અને મહત્વની માગ: જાણો

ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે આજે સોશિયલ મીડિયામાં બે મેસેજ મુક્યા છે. જેમાં એકમાં તેમણે પાટીદાર સમાજનો આભાર માન્યો છે તો બીજા એક મેસેજમાં ખેડૂતો માટે ખેડૂત આયોગ બનાવવાની માગણી કરી છે.

હાર્દિક પટેલે કહ્યુ છે કે, હકીકત મારા સમાજે મને ઘણું બધું આપ્યું છે. આજે જે કંઈ છું, આજે જીવન જે થોડી ઘણી સમજ છે એ આ સમાજને આભારી છે. હું સમાજની બદલાતી પરિસ્થિતિઓ સાથે બદલાયો છું. કેમ કે મને મારા સમાજે ધ્રુવના તારાની જેમ સતત સાચો રસ્તો બતાવ્યો છે.

ખેડૂતોનો અવાજ ઉઠાવતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે ખેડૂતો માટે રાજ્ય સ્તર પર ખેડૂત આયોગની રચના કરવી જોઈએ જેમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ હોય જેથી ખેડૂતોની સમસ્યાઓ પર સરકાર ઝડપથી કાર્યવાહી કરી શકે. નેતાઓ ખેડૂતોનો નેતા છું કહી સત્તા પ્રાપ્ત કરે છે પરંતુ ખેડૂતોની ભલાઇ વિશે નહીં વિચારતા. 

Tuesday 26 December 2017

સૈનિકોની શહાદતનો ભારતીય સેનાએ લીધો બદલો, LOC પાર કરી 3 પાક સૈનિકને કર્યા ઠારઃ સૂત્ર

ન્યૂઝ4હુમન નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સોમવારે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતાં ત્રણ સૈનિકોને ઠાર કર્યા છે. ગુપ્ત સૂત્રો તરફથી મળી રહેલી જાણકારી મુજબ ભારતીય સૈનિકોએ એલઓસી પાર જઈને પાકના હસ્તક આવતા કશમીર (પીઓકે)ના રાવલ કોટમાં આ સ્ટ્રાઈકને અંજામ આપ્યો છે. આ મોટી કાર્યવાહીમાં એક સૈનિક ઘાયલ પણ થયો હતો. કહેવાઈ રહ્યું છે કે, શનિવારે પાકિસ્તાનના હુમલામાં ભારતના 4 જવાનોની શહાદત થઈ હતી જેના બદલામાં આ કાર્યવાહી થઈ છે.

પીઓકે રાવલકોટમાં આ કાર્યવાહીને અંજામ આપ્યા બાદ ભારતીય જવાનો સુરક્ષિત પરત આવ્યા છે. સોમવારે જે સમયે ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી, તે સમયે પાકમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે તેમનું પરિવાર મુલાકાત કરી પરત આવી રહ્યું હતું. પાક મીડિયામાં આવતા સમાચારોમાં પણ પાક સૈનિકોને મરાયા હોવાની પૃષ્ટી કરાઈ હતી. જોકે સત્તાવાર રીતે આ સંદર્ભે કોઈ માહિતી અપાઈ રહી નથી.

ઉલ્લેખનીય છે કે, શનિવારે પાકિસ્તાની સેના તરફથી થયેલા ફાયરિંગમાં એક મેજર સહિત 4 જવાનો શહિદ થયા હતા. એલઓસીના નજીકના કેરી સેક્ટરમાં આ ઘટના બની હતી. પાક સૈનિકોએ ભારતીય સેનાના એક દળ પર ગોળીઓ ચલાવી હતી. પાક. સૈનીકોના ફાયરિંગમાં મેજર મોહારકર પ્રખુલ્લ અંબાદાસ, લાંસ નાયક ગુરમેલસિંહ અને સિપાઈ પરગટસિંહ ગંભીર રુપથી ઘાયલ થચા હતા. જ પછી તેમનું મોત જાહેર થયં હતું. મેજર અંદાસ (32) મહારાષ્ટ્રના ભંડારા સહિત જિલ્લાઓમાં હતા. વહી લાંસ નાઈક ગુરમેલ (34) અમૃત્તસરના હતા ઉપરાંત સૈનીક પરગટસિંહના આરોપીઓ હરિયાણાના કરનલ જિલ્લાના છે.

ચેતજો: ફેસબુક મેસેન્જેરથી ફેલાઈ રહ્યો છે આ માલવેર

ન્યૂઝ4હુમન નેટવર્ક, નવી દિલ્હી: ફેસબુક પર હમણા એક નવો જ મેલ વેઅર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.  ‘ડીગમાઈન’ નામનો મેલ વેઅર ટોક્યોની સાયબર એજન્સી ટ્રેન્ડ માઈક્રોએ ચેતવણી જાહેર કરી છે. સાઉથ કોરિયા પછી યુક્રેઇન, અઝરબેજાન, વિએતનામ, ફિલીપાઈન્સ, તાઈવાન અને વેનેઝુએલામાં પણ ફેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પણ, ફેસબુક મેસેન્જેર જુદા જુદા પ્લેટફોર્મ પર કામ કરે છે, જ્યારે આ વાઈરસ માત્ર ડેસ્ક ટોપ અને તેના વેબ બ્રાઉઝર પર જ હુમલો કરે છે. ટ્રેન્ડ માઈક્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જો આ માલ વેઅરની ફાઈલ અન્ય કોઈ પ્લેટફોર્મ પર ખોલવામાં આવે તો તે બેઅસર રહે છે. ‘ડીગમાઈટ’ને  ઓટોઈટમાં કોડ કરવામાં આવે છે અને ત્યારબાદ ટાર્ગેટ કરેલા શિકાર પર મોકલવામાં આવે છે. આ ફાઈલ એક વિડીયો ફાઈલ તરીકે દેખાય છે પરંતુ તે ઓટોઈટ એક્ઝીક્યુટેબલ સ્ક્રીપ્ટ હોય છે. જો કોઈ ફેસબુક એકાઉન્ટ તમે લોગ ઇન થવા સેટ કર્યો હશે તો તે ડીગમાઈન ફેસબુક મેસેન્જેર પરથી તેની ફાઈલ તેના યુઝર્સ ફ્રેન્ડસને મોકલી દે છે. હાલ તો આ વાયરસ સીમિત છે પરંતુ સાવચેતી ન રાખવામાં આવે તો તે તમારું  ફેસબુક એકાઉન્ટ હેક્ કરવા એટલો જ ઝડપથી ફેલાઈ શકે છે.  તે ફન્કશનાલીટી કમાંડ અને કોડ સર્વરથી પુશ થાય છે જેનો અર્થ એ થાય કે આને અપડેટ પણ કરી શકાય છે. આ વાયરસ લાંબો સમય સુધી તમારા પીસીમાં રહે છે. આ માલ વેઅરથી તમારા કોમ્પયુટરના ઇન્સ્ટોલિંગ અને રજીસ્ટ્રેશન જેવા કમાંડ તેની જાતે ચાલુ કરી શકે છે. આ વાઈરસ સર્ચ કરીને સ્પામવાળા એક્સટેન્શનને આપોઆપ લોડ કરે છે. જો તમે પહેલાથી જ ક્રોમ ચલાવતા હોવ તો તે આપોઆપ ક્રોમને બંધ કરીને ફરીથી રીલોડ કરી દે છે. જેથી એ વાત નક્કી થઇ જાય કે સ્પામવાળું બ્રાઉઝર લોડ થઇ ચૂક્યું છે.

રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો, કુલ 20 પૈકી 7ને સ્થાન અપાયું

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ સૌરાષ્ટ્રમાં ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છને પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે. રૂપાણી સરકારના મંત્રી મંડળમાં કુલ 20 મંત્રીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છના એક મહિલા સહિત 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર -કચ્છમાં ભાજપ પ્રત્યે જે રોષ જોવા મળ્યો હતો તેને ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રાજ્યની ભાજપ સરકારના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છને માતબર મહત્વ મળ્યુ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સૌરાષ્ટ્ર (રાજકોટ)ના છે. આ ઉપરાંત આર.સી. ફળદુ, સૌરભ પટેલ અને જયેશ રાદડિયા સહિત ત્રણને કેબીનેટ મંત્રીઓમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યારે ભાવનગરના વિભાવરીબેન દવે અને પરસોતમ સોલંકીને સહિત કચ્છમાંથી વાસણભાઈ આહિરને રાજ્યકક્ષાનું મંત્રીપદ આપવામાં આવ્યું છે. આમ મંત્રીમંડળના કુલ 20 સભ્યો એટલે કે ત્રીજા ભાગનું સંખ્યાબળ સૌરાષ્ટ્રનું થયુ છે. 

જો કે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. અને આ વિસ્તારમાં ચૂંટણી દરમિયાન ભાજપ પ્રત્યે જોવા મળેલા રોષને ખાળવા પૂરતો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. પરંતુ અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી વગેરે જીલ્લાઓ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વથી વંચીત રહ્યા છે. ત્યારે ભાજપની આ નીતી આગામી 2019ની લોકસભાની ચૂંટણી માટે કેટલી કારગત નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.

વિજય રૂપાણીએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન: સંતોએ પહેરાવ્યો પ્રસાદીનો હાર

ન્યૂઝ4હુમન નેટવર્ક, વડતાલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ વિજય રૂપાણીનો આવતીકાલે મુખ્યમંત્રી પદે શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે વિજય રૂપાણી વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતાં.

જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને વડતાલ સ્વામિનારાયણ મંદિરના સહાયક કોઠારી ડૉ.સંત સ્વામી, વહિવટી  સહાયક શ્યામવલ્લભ સ્વામી, શુકદેવ  સ્વામી, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી વગેરે સંતોએ આશિર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.         

ડૉ.સંત સ્વામીએ વિજય રૂપાણીને હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવ્યો ત્યારે તેઓ  ભાવુક થઇ ઊઠ્યા હતા. મુલાકાત વેળા વડતાલના અગ્રણી હરિભક્તો અને કાર્યકર રાકેશ ભગત તથા સતીષભાઇ પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.


રાજકોટ નાં સધુવાસવાણી રોડ ની લૂંટ નાં આરોપી

ન્યૂઝ4હુમન નેટવર્ક,રાજકોટ : સાધુવાસવાણી રોડ પર આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રહેતા શિક્ષક પરિવારના ઘરમાં ઘૂસી શુક્રવારની પરોઢે 3.68 લાખની લૂંટ ચલાવી નાસી છૂટેલા બુકાનીધારીઓની ગેંગના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે જાણવા અત્યાર સુધીમાં લૂંટ અને ચોરીની 20 જેટલી ઘટનામાં સંડોવાયેલા હતા. હાલના તબક્કે ચીખલીગર (શીખ) ગેંગના મનાતા ત્રણ તહોમતદારને ઝડપી લઇને આકરી પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે, ભૂંડ પકડવાના બહાને લૂંટ, ચોરી કરતા હતા. તેઓ ઘાતક હથિયારો પોતાની સાથે જ રાખતા હતા. ભૂંડ પકડવાના બહાને રેકી કરી વાહન ચોરી, ઘરમાં લૂંટ કરતા હતા. તેમજ ચોરાયેલા વાહનોનો ઉપયોગ કરતા હતા.પકડાયેલા ત્રણ સાગરીતોમાં જોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ, ગુરૂમુખસીંગ મહેન્દ્રસીંગ રાઠોડ અને એક કિશોરનો સમાવેશ થાય છે. દેશી બનાવટની ત્રણ પિસ્તોલ, 12 કાર્ટિઝ, 6 છરી, 2 ધોકા સહિતના હથિયારો કબ્જે કર્યા. તેમજ ચોરેલી અને લૂંટ કરેલી વસ્તુઓમાં એક બાઇક, સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, એલઇડી. ટીવી, 3 મોબાઇલ મળી કુલ 594850નો મુદ્દામાલ કબ્જે કર્યો છે નાસી છૂટેલા અન્ય બેથી ત્રણ સાગરીતોને ઝડપી લેવા માટે અલગ-અલગ સ્થળે ટીમ રવાના કરી દેવામાં આવી છે. ટોંચના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ઘરમાં ઘૂસીને શિક્ષક પરિવારને બંધક બનાવી ચલાવવામાં આવેલી લૂંટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભૂતકાળમાં થયેલી કેટલીક લૂંટ અને ચોરીના બનાવોના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.
ગત શુક્રવારની પરોઢે 4 વાગ્યે રેલવેના નિવૃત્ત કર્મચારી દેવજીભાઇ માલીના ઘરમાં ખાબકેલા પાંચ લૂંટારુઓએ દેવજીભાઇને માર મારી લમણે રિવોલ્વર તાકી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને લૂંટારુઓએ ધમકાવ્યા હતા અને રૂ.3.68 લાખનો મુદ્દામાલ લૂંટી ગયા હતા. લૂંટારુઓ બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં લૂંટ ચલાવીને વેગનઆર કારમાં ભાગ્યા હતા. લૂંટ બાદ લૂંટારુઓ ગોંડલ રોડ પરની ન્યૂ પપૈયાવાડીમાં પહોંચ્યા હતા અને ત્યાં જયંતીભાઇ ટાંકના મકાનના તાળાં તોડી રોકડ અને ચાંદીના દાગીના ચોરી કુલ રૂ.49 હજારનો મુદ્દામાલ તફડાવી ગયા હતા.લૂંટારુઓએ કાર ચોરીથી માંડી લૂંટ અને મકાનમાંથી તફડંચી સહિત પાંચ સ્થળે ખાબકી શહેરીજનોમાં ફફડાટ ફેલાવ્યો હતો. અંતે પોલીસે ભેદ ઉકેલી રાહતનો દમ લીધો હતો.


Monday 25 December 2017

હાર્દિક પટેલ પહોંચ્યો કચ્છના સફેદ રણમાં: જાણો ત્યાં જઇ શું અનુભવ્યું

ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ઝંઝાવાતી પ્રચાર કર્યા બાદ હવે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કચ્છના મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં ધોરડોના સફેદ રણની મુલાકાત લીધા બાદ તેમણે પોતાને થયેલ અનુભવ વર્ણવ્યો છે.

હાર્દિક પટેલ કહ્યું છે કે આજ કચ્છ જિલ્લામાં આવ્યો છું. આજે ધોરડો ખાતેના સફેદ રણમાં આવ્યા અને અહીંયા આવેલા આ ઐતિહાસિક સ્થળની મુલાકાત ખુબ જ યાદગાર છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ઘણા ઓળખીતા પણ મળી ગયા. કચ્છની સંસ્કૃતિ ખુબ જ જૂની અને પ્રેમભરી છે. અહીંયાના લોકો ખુબ જ ભોળા અને દયાળુ છે. શિક્ષણ ખુબ જ ઓછું છે અને રોજગારની કોઈ જ તક નથી. અહીંયા આવતા પ્રવાસીઓ પર લોકોનું જીવન નિર્ભર છે.