ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ :
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર દર્શન એવન્યુ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતાં 64 વર્ષના જયશ્રીબેન વિનોદભાઇ નથવાણીની ગત 27 સપ્ટેમ્બરે તેમના સગા પુત્રએ જ ધાબા પર લઇ જઇ નીચે ધક્કો મારી હત્યા કરી હતી. આ મામલે સીસીટીવી બહાર આવતા આ હત્યાકાંડનો ખુલાસો થયો હતો. જ્યાર બાદ પોલીસે બિમાર માતાના હત્યારા પુત્ર સંદીપની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે આજે આ મામલે પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપી પુત્ર સંદીપને પોલીસ દોરડે બાંધીને તે જ ફ્લેટમાં લાવી હતી અને એક પુતળું તેના હાથમાં પકડાવવામાં આવ્યું હતું. જેથી હત્યાના આરોપી પુત્રએ તેની માતાને કેવી રીતે સીડીઓ ચડાવી અને ત્યાર બાદ કેવી રીતે તેને પાળી પર બેસાડી ધક્કો મારી દીધો તે સમગ્ર ઘટના ફરી એક વખત કરી દેખાડી હતી. પુત્રએ કેવી રીતે માતાની હત્યા કરી તેના રિકન્ટ્રક્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રિકન્ટ્રક્શનનો વીડિયો જોઈને પણ લોકો આવા પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પડોસી દ્વારા અપાયેલ CCTV માં સ્પષ્ટ જોઈ શકાતુ હતુ કે, 27 સપ્ટેમ્બરે સવારે 8.27 કલાકે પુત્ર સંદિપ તેના માતા જયશ્રીબેનને ફલેટમાંથી પોતાની બાથમાં લઇને ટેકો આપતો લિફટમાં લઇ જાય છે. ત્યારબાદ 8.30 કલાકે માતાને ટેકો આપી લિફટમાંથી ચોથા માળની અગાસી પર લઇ જાય છે. જેમાં માતા ચાલી શકતા ન હોય તેમ ધીમે-ધીમે લઇ જતો હોવાનું જણાય છે. ત્યારબાદ સવારે 8.39 કલાકે પોતે એકલો નીચે આવ્યો હતો અને ચોથા માળની ડોરબેલ વગાડી ત્યાં રહેતાં મહિલા પાસેથી માતાને બેસાડવા ખુરશી માંગે છે. અને પછી એ મહિલા અને એક પુરૂષ ખુરશી લઇ અગાસીએ જાય છે.
બાદમાં 8.45 કલાકે આ મહિલા અને પુરુષ નીચે આવી જાય છે. અને સંદીપમાતા સાથે એકલો અગાસીમાં હોય છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે, 8.57 કલાકે સંદિપ માતાના ચંપલ પહેરીને અગાસીએથી એકલો નીચે ઉતરતો દેખાય છે. ત્રીજા માળના CCTVમાં સંદિપ 8.57 કલાકે પોતાના ફલેટમાં જતો દેખાય છે. આમ સંદિપ 8.45થી 8.57 સુધી માતા સાથે જ હતો. માતા નીચે પડ્યા ત્યારે પણ તે ઉપર જ હોવાનું સાબિત થયું હતું.
No comments:
Post a Comment
THANK YOU.