
ન્યૂઝ4હુમન નેટવર્ક, નવી દિલ્હી: દેશના મધ્યમ અને ગરીબ વર્ગને આશા હતી કે સરકાર પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પરથી ટેક્સ ઓછો કરી રાહત આપી શકે છે. સરકારે ટેક્સમાં ઘટાડો કર્યો છે પરંતુ તેનો ફાયદો લોકોને નહીં મળે.
કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે બેઝિક એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ સિવાય એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં પણ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પરંતુ તેના સ્થાને 8 રૂપિયા પ્રતિ લિટરના રોડ સેસની શરુઆત કરી દીધી છે. આમ સરકારે લોકોને ભાવ ઘટાડાની લોલીપોપ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ભારે વધારો થઇ ચુક્યો છે. વર્ષ 2014માં ભાજપની સરકાર કેન્દ્રમાં બન્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ ઝડપથી વધ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 72.92 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 64 રૂપિયા પ્રતિ લિટર છે. ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 દરમિયાન 9 વખત એક્સાઇઝ ડ્યુટી વધારી હતી. આજે જાહેર થયા બજેટમાં પણ મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ માટે કેસ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી આ વર્ગને પણ કોઈ ફાયદો થયો નથી. ખેડૂતો અને ગરીબો માટે કેટલીક રાહતો જાહેર કરાઇ છે.
No comments:
Post a Comment
THANK YOU.