ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદ :
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઉપર અડાલજ ટોલ ટેક્સ નાકા ઉપર વાહન ચોરી કેસમાં વોન્ટેડ આરોપીએ પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પોલીસે તેમની ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં એક આરોપીને ગોળી વાગી હોવાની પ્રાથમિક જાણકારી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ચાવડાને માહિતી મળી હતી કે વાહન ચોરી કરતી ગેંગ અડાલજ તરફ જવાની છે, તેથી તેઓ પોતાના સ્ટાફ સાથે ટોલ ટેક્સ ઉપર હાજર હતા, રાતનાં અઢી વાગ્યાના સુમારે એક કારમાં સવાર લોકો શંકાસ્પદ લાગતા તેમણે કારણે રોકવાનો ઈશારો કર્યો હતો.
વાહનમાં સવાર લોકોને પોલીસ હોવાનો અંદાજ આવી જતા તેમને ઇન્સ્પેક્ટર ઉપર કાર ચઢાવી હતી, જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.જો કે ત્યાર બાદ તે કાર મહેસાણા તરફ ભાગી હતી.જેના કારણે પોલીસના વાહનોએ તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન પોલીસે તેમની ઉપર ત્રણ રાઉન્ડ ગોળી ચલાવી હતી.
પોલીસે આરોપીઓની કારને મહેસાણા વોટર પાર્ક પાસે આંતરી હતી, જેમાંથી એક ઇજાગ્રસ્ત આરોપી ઝડપાઇ ગયો, જ્યારે બાકીના ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ઘાયલ ઇન્સ્પેક્ટરને સારવાર માટે અમદાવાદ સિવિલમાં લાવ્યા છે.
RECENT NEWS :
રાજકોટમાં કરણીસેનાનો ધ્રુજારો, આવતીકાલે ભણશાલીના ઘરમાં ઘુસી સેન્સર બોર્ડના ઘેરાવની ચીમકી આપી
રાજકોટ: વ્યાજખોરોના ત્રાસથી CPની કચેરીમાં યુવકનો આપઘાત, આપવીતિનો વીડિયો વાયરલ
રાજકોટમાં યોજાયેલા પતંગ મહોત્સવ વિશે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાના સળગતા સવાલો
વડોદરા: ફન અરેના રિસોર્ટમાં રાઇડ તૂટતા મધર સ્કૂલના 6 વિદ્યાર્થીઓ ઘાયલ
No comments:
Post a Comment
THANK YOU.