Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Thursday, 11 January 2018

રાજકોટમાં કરણીસેનાનો ધ્રુજારો, આવતીકાલે ભણશાલીના ઘરમાં ઘુસી સેન્સર બોર્ડના ઘેરાવની ચીમકી આપી

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: સંજયલીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતી અંગેનો વિવાદ ફરી વકર્યો છે. તાજેતરમાં સેન્સર બોર્ડ દ્વારા જરૂરી ફેરફાર સાથે ફિલ્મ પદ્માવતીને લીલીઝંડી અપાઈ છે અને આગામી 12 તારીખે ફિલ્મ રિલીઝ કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટમાં ગેલેકસી સિનેમા સામે કરણીસેના દ્વારા ફિલ્મની રિલીઝને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ જેમાં કરણીસેનાના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મની રિલીઝ અટકાવવા માટે સંજય લીલા ભણશાલીના ઘરમાં ઘૂસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કરણીસેના દ્વારા દેશભરમાં પદ્માવતી ફિલ્મનો ઉગ્ર વિરોધ કરાયો હતો. જેને લઈને ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવી હતી પરંતુ સેન્સર બોર્ડ ફરીવાર ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપતા રાજપૂતો લાલઘુમ થયા છે. બુધવારે કરણીસેનાના લોકો મોટી સંખ્યામાં શહેરના ગેલેકસી સિનેમા સામે એકઠા થયા હતા. અને પદ્માવતી ફિલ્મ પર દેશભરમાં બેન લગાવવા માંગ કરી હતી. તેમજ જો આવું નહીં કરાય તો 12મી જાન્યુઆરીએ સંજયલીલા ભણશાલીના ઘરમાં ઘૂસવાની તેમજ સેન્સર બોર્ડનો પણ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
 ગુજરાત કરણી સેનાના ઉપાધ્યક્ષ જોગેન્દ્રસિંહ ચંપાવતે કહ્યું હતું કે, 12 તારીખે અમે મુંબઇ આવી સંજયલીલા ભણશાલી તારા ઘરમાં ઘૂસીને મારીશું, સાવધાન થઇ જા. પદ્માવતી માત્ર રાજપૂતના નહીં બધા હિન્દુઓની માતા હતા. જેવી રીતે આ ફિલ્મનો રાજસ્થાનમાં બેન લાગ્યો છે., તેમ આખા ભારતમાં તે બેન લાગવો જોઇએ. રાજકોટના તમામ સિનેમાઘરોમાં અમે આવેદનપત્ર આપી દીધું છે.ઘુમ્મરવાળું સાઉન્ડ છે તે એક પણ રેડિયોમાં ચાલવું ન જોઇએ. તે માટે અમે તમામ રેડિયોમાં પણ આવેદનપત્ર આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ વિવાદોને પગલે અટવાઈ ગઈ છે. રાજપુતો દ્વારા ફિલ્મમાં કેટલાક દ્રશ્યોને કારણે સમાજની લાગણી દુઃભાઈ હોવા સંદર્ભે નારાજગી વ્યક્ત કરાઈ હતી. જે પછી તેની રિલીઝ ડેટ કેન્સલ કરવાની ફરજ પડી હતી. બાદમાં આ ફિલ્મમાં કેટલાક કટ અને બદલાવ બાદ તેને રિલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં અહીં સુધી કે તેના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે કરણી સેનાએ નામ બદલવાથી ઈતિહાસ સાથેના ચેડા કરાય તે અમને મંજુર ન હોવાનું કહેવાયું હતું. જે પછી આ માહોલ ફરી ડહોળાયો છે અને સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ફરી ભીંસમાં આવી ગઈ છે. હવે વાત કરીએ ચાહકોની તો ફિલ્મના ચાહકો એક તરફ ભયના માહોલને પગલે પણ ફિલ્મ જોવા જવાનું ટાળી શકે તેમ છે. જેને કારણે ફિલ્મના કલેક્શનમાં પણ ઘણો ફટકો પડે તેવી શક્યતાઓ છે.



RECENT NEWS :
રાજકોટમાં કરણીસેનાનો ધ્રુજારો, આવતીકાલે ભણશાલીના ઘરમાં ઘુસી સેન્સર બોર્ડના ઘેરાવની ચીમકી આપી
રાજકોટ: વ્યાજખોરોના ત્રાસથી CPની કચેરીમાં યુવકનો આપઘાત, આપવીતિનો વીડિયો વાયરલ
રાજકોટમાં યોજાયેલા પતંગ મહોત્સવ વિશે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાના સળગતા સવાલો
વડોદરા: ફન અરેના રિસોર્ટમાં રાઇડ તૂટતા મધર સ્કૂલના 6 વિદ્યાર્થીઓ ઘાયલ

No comments:

Post a Comment

THANK YOU.