ન્યૂઝ4હુમન નેટવર્ક, નવી દિલ્હી: ફેસબુક પર હમણા એક નવો જ મેલ વેઅર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ‘ડીગમાઈન’ નામનો મેલ વેઅર ટોક્યોની સાયબર એજન્સી ટ્રેન્ડ માઈક્રોએ ચેતવણી જાહેર કરી છે. સાઉથ કોરિયા પછી યુક્રેઇન, અઝરબેજાન, વિએતનામ, ફિલીપાઈન્સ, તાઈવાન અને વેનેઝુએલામાં પણ ફેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પણ, ફેસબુક મેસેન્જેર જુદા જુદા પ્લેટફોર્મ પર કામ કરે છે, જ્યારે આ વાઈરસ માત્ર ડેસ્ક ટોપ અને તેના વેબ બ્રાઉઝર પર જ હુમલો કરે છે. ટ્રેન્ડ માઈક્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જો આ માલ વેઅરની ફાઈલ અન્ય કોઈ પ્લેટફોર્મ પર ખોલવામાં આવે તો તે બેઅસર રહે છે. ‘ડીગમાઈટ’ને ઓટોઈટમાં કોડ કરવામાં આવે છે અને ત્યારબાદ ટાર્ગેટ કરેલા શિકાર પર મોકલવામાં આવે છે. આ ફાઈલ એક વિડીયો ફાઈલ તરીકે દેખાય છે પરંતુ તે ઓટોઈટ એક્ઝીક્યુટેબલ સ્ક્રીપ્ટ હોય છે. જો કોઈ ફેસબુક એકાઉન્ટ તમે લોગ ઇન થવા સેટ કર્યો હશે તો તે ડીગમાઈન ફેસબુક મેસેન્જેર પરથી તેની ફાઈલ તેના યુઝર્સ ફ્રેન્ડસને મોકલી દે છે. હાલ તો આ વાયરસ સીમિત છે પરંતુ સાવચેતી ન રાખવામાં આવે તો તે તમારું ફેસબુક એકાઉન્ટ હેક્ કરવા એટલો જ ઝડપથી ફેલાઈ શકે છે. તે ફન્કશનાલીટી કમાંડ અને કોડ સર્વરથી પુશ થાય છે જેનો અર્થ એ થાય કે આને અપડેટ પણ કરી શકાય છે. આ વાયરસ લાંબો સમય સુધી તમારા પીસીમાં રહે છે. આ માલ વેઅરથી તમારા કોમ્પયુટરના ઇન્સ્ટોલિંગ અને રજીસ્ટ્રેશન જેવા કમાંડ તેની જાતે ચાલુ કરી શકે છે. આ વાઈરસ સર્ચ કરીને સ્પામવાળા એક્સટેન્શનને આપોઆપ લોડ કરે છે. જો તમે પહેલાથી જ ક્રોમ ચલાવતા હોવ તો તે આપોઆપ ક્રોમને બંધ કરીને ફરીથી રીલોડ કરી દે છે. જેથી એ વાત નક્કી થઇ જાય કે સ્પામવાળું બ્રાઉઝર લોડ થઇ ચૂક્યું છે.
No comments:
Post a Comment
THANK YOU.