Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Tuesday, 19 December 2017

હાર્દિક પટેલના આંદોલનને રોકવા ભાજપની સરકારે બનાવી છે આ યોજના: જાણો

 

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: 18મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થયા બાદ તરત હાર્દિકે પટેલે પોતાનું આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરતા ગુજરાત સરકારે પણ તેનું આંદોલન શરૂ થાય તે પહેલા તેને ડામી દેવા માટે યોજના બનાવી હોવાનું રાજ્યના ગૃહ વિભાગના સુત્રોએ જણાવ્યુ છે. સુત્રોની જાણકારી પ્રમાણે હાર્દિક પટેલને પાછો જેલમાં મોકલી આપવા માટે પોલીસ તંત્રને સુચના આપી દેવામાં આવી છે
ચુંટણી પ્રચાર દરમિયાન હાર્દિક પટેલે અનેક સ્થળે પોલીસની મંજુરી વગર રેલીઓ અને સભા કરી હતી , જે અંગે તેની સામે વિવિધ શહેરોમાં ફરિયાદ નોંધાઈ છે, તેમાં તેવી ધરપકડ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હાર્દિક સામે નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદની સુનવણી પણ વહેલી તકે શરૂ કરી દેવા પણ તંત્રને સુચના આપી દેવામાં આવી છે. ગુહ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજદ્ગોહના કેસમાં હાર્દિક સામેના પુરાવાઓ સજજડ છે અને તેમાં તેને સજા થવાની તે ચોક્કસ છે તેના કારણે પોલીસ આ કેસ જલદીમાં જલદી ચલાવી તેને જેલની સળીયા પાછળ મોકલી દેવા માગે છે.
નવી સરકાર માટે હાર્દિક માથાનો દુખાવો બને તે પહેલા તેની ફરતે સજજડ ગાળીયો કસવામાં આવે તેવા આદેશો આપી દેવામાં આવ્યા છે. હાર્દિક સામેના કેસને મજબુત કરવા માટે તેના જ જુના સાથીઓ પણ હવે ભાજપ સાથે બેસી ગયા હોવાને કારણે હાર્દિકની મુશ્કેલીમાં વધારો થશે તેવુ સુત્રોનું માનવુ છે કારણ તેના જ સાથીઓ કોર્ટમાં હાર્દિક સામે જુબાની આપવા પણ તૈયાર થયા છે.

No comments:

Post a Comment

THANK YOU.