Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 6 July 2020

કોરોના ઇફેક્ટ: રાજકોટ જિલ્લામાં ચા-પાનની દુકાન જાતે બંધ રાખવા કલેક્ટરની અપીલ, જેતપુર, ધોરાજી, ઉપલેટામાં લોકો ફાકી-તમાકુ લેવા લાઇન લગાવી



• ગ્રાહકો દુકાને ટોળાએ ન વળે અને પાર્સલ લઇને જતા રહે તેવી રીતે દુકાનો ખુલી શકશે

•રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ધોરાજીમાં છેલ્લા 4 દિવસમાં 46 કેસ નોંધાયા છે. આથી ગઇકાલે રવિવારે કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા આરોગ્ય અધિકારી ધોરાજી દોડી ગયા હતા અને પ્રાંત કચેરી બેઠક બોલાવી ચા-પાનની દુકાનોને વેપારીઓ જાતે બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી છે. જ્યારે કાલથી 7 જુલાઇ થી રાજકોટ જિલ્લામાં પણ ચા-પાનની દુકાનો-રેકડીઓ લોકો બંધ રાખે તેવી અપીલ કરાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં ચા-પાનની દુકાનો ખુલી રહેશે. આ જાહેરનામું રાજકોટ શહેરમાં લાગુ પડશે નહીં.

•તેવું કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે. રાજકોટ કલેક્ટર દ્વારા 8 દિવસ સુધી દુકાનો બંધ કરવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જેતપુર, ધોરાજી, ઉપલેટામાં લોકો સવારથી જ બીડી, તમાકુ, ફાકી લેવા માટે લાંબી લાઇન લગાવી દીધી છે.

No comments:

Post a Comment

THANK YOU.