Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Sunday, 5 July 2020

રાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા :



રાજકોટમાં કોરોના મહામારીએ પકડી જેટ ગતિ : સાંજે વધુ 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : શહેરના સ્વામીનારાયણ ચોક, એસ્ટ્રોન ચોક, ગોંડલ ચોકડી, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાળી મેઈન રોડ અને ગુરુપ્રસાદ ચોક વિસ્તારના 6 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને લીધે લોકોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજૂ : રાજકોટ શહેરમાં કુલ કેસ ૨૦૭ થયા.

રાજકોટ : આજરોજ સાંજે રાજકોટ શહેરમાં વધુ ૭ (સાત) કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યુ છે. શહેરમાં જેટ ગતિથી ફેલાય રહ્યું છે કોરોના સંક્રમણ, જેને લીધે તંત્રમાં પણ દોડાદોડી થઈ ગઈ છે.



આજ રોજ રાજકોટ શહેરમાં કુલ ૭ (સાત) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, તેની વિગત નીચે મુજબ છે:

(૧) પ્રગ્નેશભાઈ મુકુન્દરાય દવે (૪૩/પુરુષ)
સરનામું : શ્રીમદ, કૃષ્ણ નગર શેરી નં ૦૯, સ્વામીનારાયણ ચોક પાસે, રાજકોટ.

(૨) જયેન્દ્રભાઈ શાંતિલાલ મોદી (૬૨/પુરુષ)
સરનામું : ૧૦૨ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, ૧૧-સરદાર નગર, પુજારા ટેલીકોમની સામેની શેરી, એસ્ટ્રોન ચોક, રાજકોટ.

(૩) કિશનભાઈ પ્રકાશભાઈ રાવલ (૨૬/પુરુષ)
સરનામું : ગોંડલ ચોકડી, રિદ્ધી સિદ્ધી પાસે, રાજકોટ.

(૪) ધર્મેશ રામાણી (૩૮/પુરુષ)
સરનામું : ઢેબર રોડ, રાજકોટ.

(૫) વિજયભાઈ અરવિંદભાઈ (૩૨/પુરુષ)
સરનામું :વેદિક વિહાર સોસાયટી શેરી નં. ૦૨, મોરબી રોડ, રાજકોટ.

(૬) રૂપલબેન રાકેશભાઈ રાજદેવ (૪૪/સ્ત્રી)
સરનામું : વિમલ-૩, ગુંદાવાળી ચોક, ગુંદાવાળી મેઈન રોડ, રાજકોટ.

(૭) રીન્કલ ટીલવા (૩૮/પુરુષ)
સરનામું : ૧ અલંકાર એપાર્ટમેન્ટ, ફૂલ વાડી હોલ સામે, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ પાછળ, રાજકોટ.

રાજકોટ શહેરમાં આજ રોજની સ્થિતીએ નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે:

કુલ કેસ : ૨૦૭
સારવાર હેઠળ : ૫૬
ડિસ્ચાર્જ : ૧૪૧
મૃત્યુ: ૧૦

No comments:

Post a Comment

THANK YOU.