ન્યૂઝ4હુમન નેટવર્ક.મોરબી: રાજકોટમાં બે દિવસ પૂર્વે યુનીવર્સીટી રોડ પર પરિવારને બંધક બનાવીને લૂંટારૂ ગેંગે લાખોની લૂંટ ચલાવી હતી ત્યારે પોલીસે શહેરના સીસીટીવી ફૂટેજ ફંફોસતા અન્ય સ્થળોએ પણ ચોરીનો પ્રયાસ તેમજ કાર ચોરી કરી હોવાનોં ચોકાવનારી વિગતો પોલીસને પ્રાપ્ત થઇ છે.
રાજકોટમાં નિવૃત રેલ્વે કર્મચારી અને તેના શિક્ષક પુત્ર પરેશ માલી સહિતના પરિવારને બંધક બનાવીને ૨૦ તોલા સોનું તેમજ રોકડ રકમની દિલધડક લૂંટ ચલાવીને લૂંટારૂ ગેંગ ફરાર થઇ હતી જે બનાવ મામલે પોલીસે નાકાબંધી કરી લૂંટારૂને ઝડપી લેવા કવાયત આદરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેમાં લૂંટારૂઓએ આ પરિવારને નિશાન બનાવ્યા પૂર્વે પણ કેટલાક સ્થળોએ હાથફેરો કર્યાનું ધ્યાન પર આવ્યું છે જેમાં લૂંટારૂ ગેંગ ગુરુવારે પ્રહલાદ પ્લોટ ખાતેથી વેગનઆર કાર ચોરી કરીને બાદમાં એસ્ટ્રોન સોસાયટીના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તેમજ શક્તિ સોસાયટી ખાતેના રાજનંદની એપાર્ટમેન્ટમાં ૧૦૩ નંબરના ફ્લેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જોકે ફ્લેટના માલિક રવિભાઈ દેસાઈ જાગી જતા તેને પાડોશીઓને બોલાવી લીધા હતા અને લૂંટારૂઓ નાસી ગયા હતા અને ત્યારબાદ યુનીવર્સીટી રોડ પરના પરિવારને બંધક બનાવીને લૂટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે તો આ ગેંગ આટલેથી ના અટકતા પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવ્યા બાદ પપૈયાવાડી વિસ્તારના મકાનમાંથી પણ ૪૯,૦૦૦ ની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારૂ ગેંગ સામે લૂંટ ઉપરાંત ચોરી, ચોરીના પ્રયાસ સહિતના પાંચ ગુન્હાઓ નોંધી પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
No comments:
Post a Comment
THANK YOU.