ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર ફરી એક વખત પ્રહાર કરતા હાર્દિક પટેલે ઇવીએમમાં ગડબડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિક પટેલે આ મામલે કોર્ટમાં જવાની પણ વાત કરી છે.
હાર્દિક પટેલે એક અખબારને આપેલ મુલાકાતમાં જણાવ્યુ હતું કે મારી મહેનતના કારણે 22 વર્ષ બાદ કોંગ્રેસ આટલી મજબૂત થઇ છે અને મને તેનો ગર્વ છે. ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 99 બેઠક સુધી સમેટાઇ ગઇ. જે દર્શાવે છે કે ભવિષ્યમાં ભાજપ સારુ પ્રદર્શન નહીં કરી શકે. ઇવીએમમાં ગડબડ થઇ છે અને તે હું સાબિત કરી શકુ છું. ભાજપને ખબર હતી કે તેને બહુમતિ નહીં મળે તેથી ઇવીએમમાં પર કોઈને શંકા ન જાય તે માટે 99 બેઠક મેળવી.
હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે ભાજપે એવા વિસ્તારોમાં જીત હાંસલ કરી છે કે જ્યાં તે જીતી ન શકે જેમ કે સુરત, અમદાવાદ, મહેસાણા અને જ્યાં પાટીદારો પર અત્યાચાર થયો છે તેવા વિસ્તારો. ઇવીએમમા ગડબડથી આ શક્ય બન્યુ છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમે આ બાબતે પેપર તૈયાર કર્યા છે અને અદાલતમાં જઇશું. જો ઇવીએમમાં ગડબડ ન કરાઇ હોત તો ભાજપને 78 થી 81 બેઠક મળી હોત. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારને નુકશાન કરાવવા માટે ભાજપે બીએસપીને ચૂંટણી લડાવી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના લોકોને હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદના મુદ્દે ડરાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ રામ મંદિર તો બનાવી નથી રહ્યાં અને બીજી તરફ રાહુલ ગાંધી મંદિરોમાં જાય તો તેનો પણ વિરોધ કરે છે.
No comments:
Post a Comment
THANK YOU.