ન્યૂઝ4હુમન નેટવર્ક.નવી દિલ્હી: જેની લાંબા સમયથી રાહ
જોવાતી હતી જે ઘડી આવી ગઈ છે, એટલે કે લોકસભાની
ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી
અધિકારી સુનલી અરોડાએ તમામ ચૂંટણી અધિકારીઓ
સાથે વિજ્ઞાનભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ
કરી છે. પંચે જણાવ્યું કે, વિવિધ રાજ્યોનાં અધિકારીઓ,
રાજકીય દળો અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરીને
ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.અરોડાએકહ્યું કે,
3 જૂનનાં રોજ 16મી લોકસભાનો કાર્યકાળ પુરો થશે.
મુખ્ય ચૂંટણી અધિકારી અરોડાએ કહ્યું કે, કુલ 7 ચરણોમાં
ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું કે, પહેલા ચરણનું વોટિંગ 11
એપ્રિલ, બીજા ચરણનું 18મી એપ્રિલ, ચોથા ચરણનું 29
એપ્રિલ , પાંચમાં ચરણનું 6મે, છઠ્ઠા ચરણની 12મે અને
સાતમાં ચરણની વોટિંગ 19મેનાં રોજ યોજાશે. ત્યારબાદ
23 મેનાં રોજ લોકસભા ચૂંટણીની મતગણતરી કરાશે.
તમામ સંવેદનશીલ કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરવામા
આવશે અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે પણ યોગ્ય વ્યવસ્થા
કરવામાં આવી છે. CEC અરોડાએ કહ્યું કે, દરેક
ઉમેદવારોએ તેમનાં ગુનાનો રેકોર્ડ આપવો પડશે. તેમણે કહ્યું
કે, ઘણા રાજ્યો માટે સુપરવાઈઝરોની પણ નિમણૂંક
કરવામાં આવી છે. સાથે જ ચૂંટણીમાં EVMનું GPS ટ્રેકિંગ
પણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં CRPFને
પણ તહેનાત કરવામાં આવશે.
સુનીલ અરોડાએ કહ્યું કે, 1590 પર ફોન કરો અને SMS
દ્વારા મતદાતા તેમનું નામ વોટિંગ લિસ્ટમાં જોઈ શકશે.
EVM પર ઉમેદવારોની તસવીરો મુકવામાં આવશે. કુલ 10
લાખ બૂથો પર વોટિંગ કરાશે. દેશભરમાં આજથી આદર્શ
આચારસંહિતા લાગુ થઈ જશે અને કોઈ પ્રકારનાં ઉલ્લંઘન
પર કડક કાર્યવાહી કરવામાં આવશે. લાઉડસ્પીકરનાં
ઉપયોગ પર પણ નજર રાખવામાં આવશે અને સમય
મર્યાદાની અંદર જ તેના ઉપયોગ કરવાની પરવાનગી
આપવામાં આવશે.
આ વખતે 24 મિલિયન મતદારોમાં વધારો થયો છે અને 90
કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19
વર્ષનાં દોઢ કરોડ મતદારો છે.અરોડાએ વધુમાં કહ્યું કે, બૂથ
પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ
કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો
ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT
પણ લગાડવામાં આવશે.
આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસ.વાય. કુરૈશીએ
ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ
2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના
2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી.
એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં
મોડા છે. કુરૈશીના આંકડા મુજબ 2004માં 1 જૂન,
2009માં 30 મે, 2014માં 3 જૂને લોકસભાનો કાર્યકાળ
ખતમ થયો હતો. આ વખતે 2 જૂને લોકસભાનો કાર્યકાળ
ખતમ થઈ રહ્યો છે. 2004માં ચૂંટણી 20 એપ્રિલથી લઈને
10 મે સુધી ચાર તબક્કામાં થઈ હતી. 2009માં 16
એપ્રિલથી 13 મે વચ્ચે પાંચ તબક્કામાં અને 2014માં 7
એપ્રિલથી 12 મે સુધી 9 તબક્કામાં ચૂંટણી સંપન્ન થઈ હતી.
આ વખતે માનવામાં આવે છે કે ચૂંટણી સાત તબક્કામાં થઈ
શકે છે. અને ગત વખતની જેમ પહેલાં તબક્કાનું મતદાન 10 એપ્રિલ સુધીમાં થઈ શકે છે.

No comments:
Post a Comment
THANK YOU.