Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 15 January 2018

વડોદરા: એક જ રાતમાં 6 ATM તુટ્યા, જાણો કેવી રીતે તોડ્યા એટીએમ

ન્યૂઝ4હુમન નેટવર્ક, વડોદરા:
 ઉતરાયણનો આખો દિવસ લોકો ધાબા ઉપર પતંગ ચગાવી થાક્યા ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તસ્કર ટોળકીએ આતંક મચાવી એક જ રાતમાં 6 જૂદા જૂદા સ્થળે એટીએમ મશીન તોડી અડધા કરોડ ઉપરાંતની રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે મહત્વની વાત એ છે કે એટીએમમાં ચોરી કરનાર ટોળકીએ ગેસ કટર વડે એટીએમ મશીન તોડી રૂપિયા ભરેલી 100, 500 અને 2000ની ટ્રે પણ ઉપાડી ગયા અને મકરપુરા પોલીસ ચોકીથી નજીવા અંતરે ફેંકી ફરાર થઇ ગયા હતા. એક સાથે છ સ્થળે એટીએમ તુટતા શહેર પોલીસની નાઇટ પેટ્રોલીંગના તસ્કર ટોળકીએ લીરા ઉડાવી દીધા છે.

એક જ રાતમાં શહેરના માંજલપુર, મકરપુરા, વડસર, તરસાલી અને આજવા રોડ વિસ્તારમાં એટીએમ ચોર ટોળકીએ આતંક મચાવી નાખ્યો. જેમાં માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ પાસેના આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમ મશીનને નિશાન બનાવી તસ્કરી ટોળકીએ ગેસ કટરથી કાપી નાખ્યુ હતુ. જોકે તહેવાર હોવાના કારણે એટીએમ મશીનમાં રૂ. 11,300ની કેશ ઉપાડી ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. જ્યારે વડસર બ્રીજ નજીક આવેલા એચડીએફસી બેન્કનુ એટીએમ મશીન તોડવા ગયેલા તસ્કરોએ શટર ઊંચુ કરી એટીએમમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે એટીએમ મશીન ખોલી તો નાખ્યુ પણ જ્યારે ગેસ કટરથી એટીએમ મશીન કાપવા ગયા ત્યારે અચાનક સાઇરન વાગવાનુ શરુ થઇ જતા તેઓ ભાગ્યા હતા.

તેમજ તરસાલી મકરપુરા પોલીસ ચોંકીની બિલકુલ સામે આવેલા બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનને પણ નિશાન બનાવી ગેસ કટર વડે કાપી રૂપિયાની ચોરી કરી અને તરસાલી શાક માર્કેટથી સોમા તળાવ જવાના રસ્તે આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ પર પણ તસ્કરી ટોળકી ત્રાટકી હતી. જ્યાં તસ્કરોએ એટીએમ મશીન ગેસ કટર વડે કાપી નાખી રૂપિયા મૂકવાની ટ્રે ઉપાડી ગયા હતા. જ્યારે આજવા રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમ અને મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે આવેલા આઇસીઆઇસીઆઇના એટીએમ પર પણ તસ્કરી ટોળકી ત્રાટકી ગેસ કટર વડે કાપી નાખી રૂપિયાની ચોરી કરી હોવાની  ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ છે.

જોકે એકજ રાતમાં શહેરના જુદા જુદા વિસ્તારોના 6 એટીએમ મશીન તોડી અડધા કરોડ ઉપરાંતની ચોરી કરતી ટોળકીએ તમામ એટીએમ મશીન ગેસ કટર વડે કાપી નાખી ઘટનાને અંજામ આપતા શહેર પોલીસ દોડતી થઇ છે. જ્યારે એટીએમ મશીનમાં રૂ. 100, 500 અને 2000ની નોટો મુકવાની ટ્રે તસ્કરી ટોળકી મકરપુરા પોલીસ ચોંકીથી નજીવા અંતરે ફેંકી જાણે તસ્કરી ટોળકીએ પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવુ લાગી રહ્યું છે.

આ પ્રકારના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

THANK YOU.