ન્યૂઝ4હુમન નેટવર્ક.સુરતઃ સુરતમાં રાજમાર્ગ પર આવેલા જનતા માર્કેટમાં ચોરીના મોબાઈલ ખરીદવાનું અને વેચવાનું મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાતને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 110 મોબાઈલ બિલ વગરના હાથ લાગ્યા હતા. જે મોબાઈલ પોલીસે કબજે કર્યા છે.
પોલીસ કમિશનર સતીશ શર્માના ધ્યાન પર આ વાત આવી હતી. જેથી તેમણે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમને દરોડો પાડવાનો આદેશ જારી કર્યો હતો. જેના પગલે એક પોલીસ ઇન્સ્પેક્ટર, છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 60 પોલીસ કર્મચારીના કાફલાએ જનતા માર્કેટને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે બે કલાક સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં 50 જેટલી દુકાનોમાં પોલીસે ચેકિંગ કર્યું હતું. જેમાં 370 જેટલા મોબાઈલ પોલીસને હાથ લાગ્યા હતા. જેટલા મોબાઈલના બિલ હતા તે તમામ પર કરી દીધા હતા. 110 મોબાઈલ એવી નીકળ્યા જેના બિલ ન હતા. જેથી 110 મોબાઈલ પોલીસે કબજે કર્યા હતા.
જનતા માર્કેટ ચોરીના મોબાઈલના નેટવર્ક માટે બદનામ છે. અહીં કેટલાક વેપારીઓ એટલા માથાભારે છે કે એકલ દોકલ પોલીસ જાય તો પોલીસ પર હુમલો કરે છે. અગાઉ અહીં પોલીસ પર હુમલા થઈ ચૂક્યા છે. થોડા મહિના પૂર્વે સીઆઈડી ક્રાઈમની ટીમના કર્મચારીઓને દુકાનમાં બંધક બનાવી દેવાયા હતા. જે તે વખતે પીઆઈ સજાગતા દાખવી પોતાની સર્વિસ રિવોલ્વર તાકી ત્યારે બંધક બનેલા તમામનો છુટકારો થયો હતો.
આ પ્રકારના વધુ સમાચાર માટે👉 અહીં ક્લિક કરો

No comments:
Post a Comment
THANK YOU.