Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Tuesday, 23 January 2018

જો તોફાનો નહીં રોકો તો હું રાજીનામુ આપી દઈશઃ કરણી સેના પ્રમુખ

ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગરઃ સમસ્થ ભારતમાં ફિલ્મ પદ્માવતને લઈને કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શૂંટીંગના સમયથી જ વિવાદોથી ઘેરાયેલી આ ફિલ્મમાં ઘણા ફેરફાર કરાયા તે પછી 4 રાજ્યોએ તે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે પછી સુપ્રિમ કોર્ટે ફિલ્મનો પ્રતિબંધ હટાવી ફિલ્મને તાત્કાલીક સમયસર તારીખે રિલીઝ કરવાનો નિર્ણય લીધો. કરણી સેનાએ તેનો પણ વિરોધ કર્યો છે.

જોકે વિરોધ પ્રદર્શન બાદ ઠેર ઠેર સીનેમા ઘરોમાં તોડફોડ, રોડ પર આગચંપી, પોલીસ સાથે ઝપાઝપી વગેરે જેવા બનાવો બન્યા છે. કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા શેખાવતે કહ્યું કે, કાર્યકરો શાંતિ જાળવે અને શાંતિ જાળવવામાં મદદ કરે, તોફાની તત્વો અને અસામાજીક તત્વો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે જેને કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે. જો તોફાનો બંધ નહીં થાય તો હું રાજીનામુ આપી દઈશ. તેથી તોફાનો બંધ કરી શાંતિપુર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરીશું.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, નવસારી, વડગામ, થરાદ, ધોળકા, રાજકોટ વગેરે શહેરો જિલ્લાઓમાં આગચંપીથી માંડી તોડફોડ સહિતના બનાવો ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈને બન્યા છે. કરણી સેના દ્વારા આ વિરોધ પ્રદર્શનને પગલે થઈ રહેલા તોફાનોને જાકારો અપાયો છે. કરણી સેનાના નામે કેટલાક અસામાજીક તત્વો આંદોલનમાં જોડાઈ ગયા છે અને આ પ્રકારની કાયદાને હાથમા લેવાની વૃત્તિથી તોફાનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કરણી સેનાએ પોતાના કાર્યકરોને હિંસા અને તોફાનો અટકાવવાનો અનુરોધ કર્યો છે.

અહીં સુધી કે આ વિરોધમાં એક મહિલા પોલીસ કર્મીની છેડતી તેમજ એક પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીને ધક્કે ચઢાવવા સહિતના બનાવો બન્યા છે. કરણી સેનાએ આ તમામ અઘટીત ઘટનાઓને નિંદનીય ગણી છે. કરણી સેનાએ આ અંગે કાર્યવાહીની પણ માગ કરી છે. ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારે પણ શાંતિ જાળવવાની અપીલ સાથે વિરોધને અર્થહીન ગણાવતા કડક કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

THANK YOU.