ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘પદ્માવત’ને રિલીઝ માટે મંજૂરી આપી દીધી છે. જેને લઈને ફિલ્મ 25 જાન્યુઆરીએ આખા દેશમાં રિલીઝ થશે. આ મામલે રાજપૂતો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ગત સાંજે રાજપૂતોએ અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ સર્જી દીધો હતો. તેમજ મોડીરાત્રે રાજકોટમાં રાજપૂત યુવાનોએ બાઇક રેલી યોજી શહેરના ટ્રાફિકજામ સર્જ્યો હતો. તેમજ ફિલ્મ રિલીઝ થશે તો સિનેમાઘરો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ચાંપવાની ચીમકી ઉચ્ચારી હતી.
રાજકોટમાં કરણીસેનાએ કેકેવી ચોકથી કિશાનપરા ચોક સુધી બાઇક રેલી યોજી બાદમાં રેસકોર્સ રિંગ રોડ પર મોબાઇલ લાઈટ મારફત ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. આ તકે રાષ્ટ્રીય કરણીસેના રાજકોટના અધ્યક્ષ મૌલિકસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, ફિલ્મને કોઈપણ સંજોગોમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે, હાલ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. પરંતુ જરૂર પડ્યે ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે. તેમજ જો ફિલ્મ રિલીઝ થશે તો જામનગર ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સિનેમાઘરોને આગ ચાંપવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે ફિલ્મને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળતા જ રાજપૂત કરણીસેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું હતું કે, સમગ્ર દેશના સામાજિક સંગઠનોને અપીલ કરીશ કે, ફિલ્મ પદ્માવત ન ચાલવી જોઈએ. અને સિનેમા હોલ પર જનતાએ કર્ફ્યુ લગાવી દેવો જોઈએ. બીજીતરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પદમાવત ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અને વચગાળાના સ્ટે અંગેની વિગતો તેમજ જાણકારી મેળવ્યા બાદ ફિલ્મની રિલીઝ અંગે નિર્ણય લેવામાં આવશે.
જો કે કરણી સેના દ્વારા ફિલ્મની રિલીઝના દિવસે એટલે કે 25 જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. ત્યારે મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા હોઈ રાજ્ય સરકાર દ્વારા આ મામલે કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું.
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:
Post a Comment
THANK YOU.