સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં નિર્ભય સોની નામનો યુવક કહે છે કે, મારુ નામ નિર્ભય સોની છે. મારા ફેસબુક આઇડી દ્વારા મે એક કોમેન્ટ કરી હતી. જેના માટે હું ક્ષત્રિય સમાજની માફી માગુ છું. મારા દ્વારા કદાચ અજાણતા કોઈની લાગણી દુભાઇ હોય તો તેના માટે માફી માગુ છું. મને પ્લીઝ માફ કરી દો. મારાથી આવુ ફરીવાર નહીં થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનો નિર્ભય સોની નામનો આ યુવક વાયરલ થયેલ વીડિયોમાં ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યો છે. જેથી એવી પણ ચર્ચા છે કે તેને માર મારવામાં આવ્યો હોય. વીડિયોમાં કેટલાક યુવકો તેને માફી માગવા અંગે દબાણ કરતા પણ સંભળાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિર્ભય સોની નામના આ યુવકે ફેસબુક પર કોમેન્ટ કરી હતી કે સુપ્રિમ કોર્ટે ‘પદ્માવત’ ને લીલી ઝંડી આપી દીધી છે માટે મોજથી ફિલ્મ જોઈશ. સાથે જ આ ફિલ્મનો વિરોધ કરનારા લોકોને જાતિ વિષયક અપશબ્દો લખ્યા હતા.
‘પદ્માવત’ ના વિરોધને જોતા ગુજરાતના મોટાભાગના થિયેટર્સ માલિકોએ આ ફિલ્મ નહીં દેખાડવાનો નિર્ણય લીધો છે તો કેટલાક થિયેટર્સ આ ફિલ્મ દેખાડવાના પક્ષમાં છે. જેથી પોલીસે આ ફિલ્મ માટે રક્ષણ આપવાનો પણ વાયદો કર્યો છે. બીજી તરફ કરણીસેનાના પ્રમખને સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપ્યુ છે અને તેને કરણીસેનાના પ્રમુખે સ્વિકારી લીધુ હતું. હવે આગામી સમય જ બતાવશે કે આ ફિલ્મ પર વિરોધ જારી રહેશે છે કે પછી શાંત થાય છે.

No comments:
Post a Comment
THANK YOU.