Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Tuesday, 23 January 2018

વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું રવિપાકના પુષ્પગુચ્છથી સન્માન ? જાણો કારણ

ન્યૂઝ4હુમન નેટવર્ક, મોરબી:
 ગુજરાત વિધાનસભા ચૂટણીમાં કોંગ્રેસ ભલે જીતથી થોડી દૂર રહી હોય પરંતુ બેઠકોમાં વધારો થતા કોંગ્રેસ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આજે કોંગ્રેસના વિધાયક દળની બેઠકમાં પરેશ ધાનાણીને નેતા વિપક્ષ તરીકેની મહોર લગાવવામાં આવી હતી ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને રવિપાક પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું.


ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે પરેશ ધાનાણીની નિયુક્તિ માટે આજે કોંગ્રેસનાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ નેતા સિદ્ધાર્થભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ સહિતનાની ઉપસ્થિતિમાં નેતા વિપક્ષની પસંદગી માટેની બેઠકમાં સર્વાનુમતે પરેશ ધાનાણીના નામ પર મંજૂરીની મહોર લાગી હતી તો વિપક્ષી નેતા પસંદ કરાયા બાદ તેમનું સન્માન કરાયું હતું. જોકે, અહી સન્માન થોડું અલગ રીતે થયું હતું. જેમાં પુષ્પગુચ્છને બદલે પરેશ ધાનાણીને રવિપાકનું પુષ્પગુચ્છ એનાયત કરી સન્માન કરાયું હતું. સમગ્ર મામલે “ન્યૂઝ4હુમન”ની ટીમને કોંગ્રેસનાં આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિપાક જેવા કે ચણા,જીરૂ,ઘઉં,જુવારની એક-એક ડાળીમાંથી બનાવેલ રવિપાક પુષ્પગુચ્છ પ્રતિકરૂપે અપાયું છે. કારણકે ચૂંટણીઓ પૂર્વે ડેમ અને કેનાલમાં પાણીની રેલમછેલ કરનાર સરકાર હવે ચૂંટણીઓ પૂર્ણ થતા જ પાણીના રોદડા રોવે છે ત્યારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જે ખેડૂત વર્ગમાંથી આવે છે તેમને ખેડૂતોની પીડા સરકાર સુધી પહોંચાડવાનાં હેતુથી પ્રતિકરૂપે વિપક્ષી નેતાનું સન્માન કરાયું છે. રવિપાક બચાવવા ખેડૂતો સરકાર તરફ આશાની મીટ માંડી બેઠા છે ત્યારે સરકાર પાણીની તંગીના ગાણા ગાય છે. આવા સમયે આગામી દિવસોમાં ખેડૂતોને રવિપાક માટે સિંચાઈનો પ્રશ્ન વિધાનસભામાં પણ જોરશોરથી ગાજશે તેનો ઈશારો પણ આ રવિપાકનું પુષ્પગુચ્છ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો ખેડૂતોના મુદ્દે સરકાર સામે બાથ ભીડશે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.🔴વધુ માહીતિ માટે 👉અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

THANK YOU.