ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: શહેરના મુખ્ય માર્ગો પર ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારા યુવાનો અવારનવાર જોવા મળતા હોય છે. આવા વાહનો અકસ્માત સર્જીને અન્ય નિર્દોષને ઇજા પહોંચાડતા હોય છે. આ સમસ્યાને નિવારવા શહેર ટ્રાફિક પોલીસે ટેકનોલોજીની મદદ લીધી છે. અને USA બનાવટની સ્પીડ ગન વસાવી છે. આ સ્પીડ ગન શહેરના મુખ્ય રાજમાર્ગો પર મુકવામાં આવશે. કોઈપણ વાહન નિયત કરેલી ઝડપ કરતા વધુ ઝડપે નિકળશે તો તે વાહન અને તેના ચાલકની તમામ વિગતો સ્પીડ ગન દ્વારા તાત્કાલિક મેળવી શકાશે.
ટ્રાફિક બ્રાંચના PSI અંસારીના જણાવ્યા મુજબ, USA બનાવટની આ સ્પીડ ગનનો ઉપયોગ કરવા માટે અમદાવાદ ખાતે એક માસની તાલીમ કર્મચારી ગિરીરાજસિંહ અજીતસિંહ વાઘેલાએ લીધી છે. આ સ્પીડ ગન કોઇપણ વાહન ચાલક પર પોઇન્ટ કરવામાં આવે તો તેના વાહનના નંબર, ફોટો, ગાડીની સ્પીડ, તારીખ-સમય, લોકેશન સહિતની તમામ વિગતો પળવારમાં આપી દેશે.
સ્પીડ ગન લેપટોપમાં કનેક્ટ હોવાથી તેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે. તેમજ આ ગન અન્ય એક લેપટોપ સાથે પણ કનેક્ટ રહી શકે છે. આ લેપટોપ બીજા કોઇપણ છેડે હોય તો પણ તે કામ કરે છે. ઉદાહરણ તરીકે માધાપર ચોકડી પાસે કોઇપણ વાહનને પોઇન્ટ કરવામાં આવે અને તે વાહન ત્યાંથી ઓવર સ્પીડથી ભાગે તો ગોંડલ ચોકડીએ બીજા લેપટોપમાં આ વાહનની માહિતી તુરત જ મોકલી શકાય છે. જેના આધારે ભાગેલા વાહનને ત્યાં પકડી શકાય છે. આમ શહેરમાં ધુમ સ્ટાઇલથી બાઇક અને કાર ચલાવનારા યુવાનોને ઝડપી પાડવામાં સ્પીડ ગન મહત્વનો ભાગ ભજવશે.
No comments:
Post a Comment
THANK YOU.