Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Thursday 4 January 2018

રાજકોટ NSUI ના મહામંત્રી જયરાજસિંહ જાડેજા ની હત્યા મામલો...હત્યા ના ગુન્હા માં પકડાયેલ બંને આરોપી નું પોલીસ દ્વારા કઢાયું સરઘસ...આરોપી અજયસિંહ વાળા તેમજ ધનરાજસિંહ જાડેજા નામના બંને આરોપી નું એરપોર્ટ નજીક આવેલ પુનિતનગર માં કઢાયું સરઘસ...હત્યા ને કઈ રીતે અપાયો અંજામ તેને લઇ ને આરોપી પાસે કરાવાયું રિકન્ટ્રક્શન...


ન્યૂઝ4હુમન નેટવર્ક , રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરનાર સાળા-બનેવીને ગાંધીગ્રામ પોલીસે સરધાર નજીકથી ઝડપી લીધા હતા. બાદમાં બંનેની વિશેષ પૂછપરછ કરવા મંગળવારે અદાલતમાં રજૂ કરતાં સાળા-બનેવીને ચાર દિવસના રિમાન્ડ સાથે પોલીસ હવાલે કર્યા હતા. આજે બન્નેને પોલીસ બનાવ સ્થળે લઇ ગઇ હતી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. સાળા-બનેવીનેને કૂકડા બનાવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ કેવી રીતે હત્યા કરી તે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

નજીવા વાહન અકસ્માતનાં મુદ્દે વિદ્યાર્થી નેતા જયરાજસિંહ ભૂપતસિંહ જાડેજાની છ દિવસપહેલા ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજા અને અજયસિંહ પ્રદ્યુમ્નસિંહ વાળાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. દરમિયાન યુવાનની હત્યા કરી નાસી ગયેલા સાળા-બનેવીને ઝડપી લેવા ગાંધીગ્રામ પોલીસના પીઆઇ ભાટુ સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે સાળો-બનેવી ખાનગી બસમાં રાજકોટ તરફ આવી રહ્યાં હોવાની ચોક્કસ માહિતીના આધારે સોમવારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા.

દરમિયાન બંનેની ધરપકડ બાદ મંગળવારે રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતાં સાળા-બનેવીને આગામી તા.6 સુધી પોલીસ રિમાન્ડ પર સોંપ્યા હતા, ત્યારે રિમાન્ડ પર રહેલા સાળા-બનેવીની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. જેમાં મૃતક જયરાજસિંહના ભાઇ અને અન્ય 3 શાહેદોએ બંને આરોપીને ઓળખી બતાવ્યાં હતા. રિમાન્ડ પર રહેલા સાળા-બનેવી પાસેથી હત્યામાં વપરાયેલી છરી તેમજ તેમના કપડાં કબજે કરવા તજવીજ હાથ ધરી હતી.



No comments:

Post a Comment

THANK YOU.