ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: રાજ્ય સરકારના ફૂડ વિભાગના આદેશને પગલે મનપા આરોગ્ય વિભાગ દ્વારા જુદી-જુદી 5 ટીમો બનાવી શહેરમાં ફરતા દૂધના ફેરિયાઓ પાસેથી સેમ્પલ લેવાયા હતા. ફેરિયાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ભેળસેળ વાળું છે કે નહીં? આ અંગેની ચકાસણી કરવા માટે મનપાની આરોગ્ય શાખા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આજ રોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 15 જેટલી જગ્યાએથી દૂધના સેમ્પલ લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં દૂધ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ગાયનું, ભેંસનું કે ભેળસેળ યુક્ત છે તે અંગે ચકાસણી કરવામાં આવશે. જેનો રિપોર્ટ એક માસ બાદ આવશે. જેમાં સેમ્પલ ફેલ થશે તો 5 લાખના દંડ તેમજ જેલની સજા પણ થઈ શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ પાસ થશે કે ફેલ ? તેમજ જણાવ્યા મુજબની કાર્યવાહી કરાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.
No comments:
Post a Comment
THANK YOU.