
ન્યૂઝ4હુમન નેટવર્ક, મોરબી: આમ તો મોરબીને રાજાશાહીના શાસનથી જ સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા મળી ચુકી છે. પ્રજા વાત્સલ્ય રાજવી પરિવારે મોરબીની પ્રજાને સુંદર બાગ બગીચાઓ અને સ્થાપત્ય જેવી સુંદર ભેટ આપવા ઉપરાંત એ વખતમાં વિમાની સેવાનો પણ લાભ આપ્યો હતો જે સુવિધા છીનવાઈ ગયા બાદ ફરીથી પ્રાપ્ત થવાની છે.
મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત જીલ્લો બન્યા છતાં રેલ્વે તંત્ર મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. તો અગાઉ હતી તે ફ્લાઈટની સુવિધા પણ છીનવાઈ ચુકી છે. ત્રણેક વર્ષ પૂર્વે રાજપર પાસે જ્યાં રાજાશાહી વખતમાં એરોડ્રામ હતું તે સ્થળે એરપોર્ટ બનાવવા સરકારે કાગળ પર પ્લાન તૈયાર કર્યા બાદ આ પ્લાન હજુ કાગળ પર જ જોવા મળી રહ્યો છે. આમ મોરબીના ઉદ્યોગપતિઓ, નાગરિકોને હવાઈ સેવાનો લાભ આપવામાં સરકાર ભલે નિષ્ફળ રહી હોય છતાં ખાનગી સર્વિસ સેક્ટર મોરબી રાજકોટ વચ્ચે હવાઈ સેવાની જરૂરીયાતને સારી રીતે સમજતું હોય તેમ મોરબી અને રાજકોટ વચ્ચે હેલીકોપ્ટર સેવા શરુ થવાની છે. T ૩ AIR નામની કંપની દ્વારા સપનો કી ઉડાન સ્લોગન હેઠળ આ સેવા શરુ થવાની છે.
રાજકોટના જાણીતા યોગેશ પુજારાએ અગાઉ રાજકોટથી વિવિધ યાત્રાધામની હેલીકોપ્ટર સેવાઓ શરુ કરી છે અને હવે રાજકોટ મોરબી વચ્ચે હેલીકોપ્ટર સેવા શરુ થવા જઈ રહી છે. જેની સંભવિત પ્રથમ ઉડાન આગામી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ કરવા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રાજકોટના TGB કાલાવડ રોડ પરથી ઉડાન ભરશે જે મોરબીના સર્કીટ હાઉસ નજીકના હેલીપેડ પર ઉતરાણ કરશે. જેમાં વનવે ત્રીપના રૂ. ૨૯૯૦ થી શરુ અને રાઉન્ડ ટ્રીપ સેવા રૂ. ૪૯૯૦ થી શરુ થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જેથી આગામી દિવસોમાં મોરબીવાસીઓનું પણ હવાઈ ઉડાનનું સ્વપ્ન પૂર્ણ થશે અને લોકો હવાઈ સેવાનો લાભ લઇ શકશે.
No comments:
Post a Comment
THANK YOU.