Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 1 January 2018

રાજકોટ: NSUIના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરનાર સાળો અને બનેવી ઝડપાયા

ન્યૂઝ4હુમન નેટવર્ક,રાજકોટ: ગત તારીખ 29ના NSUIના મંત્રી જયરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગાંધીગ્રામ પોલીસે  બંને આરોપી અજયસિંહ વાળા અને તેના સાળા ધનરાજસિંહ જાડેજાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ 29ના રોજ વાહન અથડાવવા જેવી નજીવી બાબતે NSUIનાં મંત્રી જયરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે NSUI તેમજ શહેર કોંગ્રેસ દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી કાયદાનું ભાન કરાવવા માંગ કરાઈ હતી. તેમજ શહેરની કોલેજો દ્વારા પણ આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે એક દિવસ બંધ પાળવામાં આવ્યો હતો.


આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આજે પોલીસને સફળતા મળી છે. અને હત્યાના બંને આરોપી અજયસિંહ વાળા અને તેના સાળા ધનરાજસિહ જાડેજાને દબોચી લીધા છે. પોલીસે ચોક્કસ બાતમીને આધારે સરધાર નજીકથી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


No comments:

Post a Comment

THANK YOU.