ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદ/રાજકોટ/વડોદરાઃ જોયાલુકાસના નામાંકીત જ્વેલર્સના શોરુમ્સ પર આજે બુધવારે વહેલી સવારે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા ખાતે તપાસની કામગીરી ચાલી રહી છે. મોટા પાયે નાણાકીય વ્યવહારો સામે આવવાની સંપુર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે.
વડોદરાના અલ્કાપુરી સહિતના વિસ્તારોમાં આવેલા શોરૂમ્સ પર આઈટી વિભાગે દરોડા કર્યા છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ મોટા ભાગના જ્વેલર્સ છેલ્લા દિવસ સુધી મોડી રાત્રી સુધી ચાલુ રહ્યા હોવાના પણ અહેવાલો સામે આવયા હતા. જેમાં શંકાસ્પદ કાળુ નાણું સોનામાં ફેરવાયું હોવાનું કહેવાય છે.
આજે વહેલી સવારે જ શોરૂમ પર ઈન્કમટેક્સના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને રાજકોટના યાજ્ઞિક રોડ, અમદાવાદના પરિમલ ગાર્ડન અને વડોદરાના અલકાપુરી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. ચેન્નાઈમાં દરોડા કરાયા હતા જેનું પગેરું ગુજરાતમાં નિકળ્યું છે. ઉલ્લેખનીય છે કે જોયાલુકાસની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચીસ પણ છે.
યાજ્ઞિક રોડ પર આવેલા જોયાલુક્કાસના શો રૂમ પર વહેલી સવારથી IT વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં JCP પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે રાજકોટ સહિત દેશભરમાં આવેલા 125થી વધુ શો-રૂમમાં પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જવેલર્સના નામચીન વેપારી પર દેશભરમાં સર્વે હાથ ધરાતા દેશના જવેલર્સના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, જોયાલુક્કાસ કંપની જુદા-જુદા 11 દેશોમાં શો રૂમ ધરાવે છે. જેમાં ભારતમાં જ કંપનીના 125થી વધુ શો-રૂમ આવેલા છે. આ ઉપરાંત કતાર, ઓમાન, બહેરીન તેમજ યુકેમાં પણ કંપની પોતાના શો-રૂમ ધરાવે છે. JCP પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં રાજકોટમાં IT ડેપ્યુટી મનીષ અજુડિયા દ્વારા આ સર્વે હાથ ધરાયો છે. જેમાં મોટી રકમનું ડિસ્ક્લોઝર બહાર આવવાની શક્યતા જોવાઇ રહી છે.
No comments:
Post a Comment
THANK YOU.