ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: શહેરના હલેન્ડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી યુવરાજ પરમાર ગઈકાલે સામાજીક વિજ્ઞાનનું પુસ્તક શાળાએ લઇ જતા ભૂલી ગયો હતો. જેને લઈને શિક્ષિકા પારૂલબેને યુવરાજને એવો કચકચાવીને લાફો ચોડયો હતો કે, તેના કાનમાંથી લોહી અને રસી નીકળવા લાગ્યા હતા અને યુવરાજને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને NC ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં યુવરાજને લાફો મારવાથી જ કાનમાંથી રસી નીકળ્યા કે પછી અન્ય કોઈ પ્રોબ્લેમ છે તે માટે પોલીસ મેડીકલ રિપોર્ટની રાહમાં છે. રિપોર્ટ આવ્યા બાદ જો શિક્ષિકાની ભૂલ જણાશે તો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે આ અંગે શાળા સંચાલકોએ શિક્ષિકા વિરૂધ્ધ હજુ સુધી કોઈપણ પ્રકારના પગલા લીધા નથી.
No comments:
Post a Comment
THANK YOU.