ન્યૂઝ૪હુમન નેટવર્ક.અમદાવાદ: પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે બીજા તબક્કાના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ બાદ તરત ટવીટ કરી કહ્યું કે ઈવીએમ ઉપર કોઈ શંકા કરે નહીં તે માટે આ પ્રકારના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પહેલા અને બીજા તબક્કાના મતદાન વખતે અનેક કોંગ્રેસી નેતાઓએ ઈવીએમ સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ પણ કરી હતી. જેના પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક પીટીશન કરી શુક્રવારના રોજ દાદ માગવામાં આવી હતી કે મતગણતરી વખતે 25 ટકા વીવીપેટ મશીન સાથે ઈવીએમ અને વીવીપેટના આંકડા સરખાવમાં આવે, જો કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના કામમાં દખલ કરવાનો ઈન્કારકરી દીધો હતો.
આ ઘટના બાદ તરત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ તાત્કાલીક પ્રદેશ નેતાઓની એક બેઠક બોલાવી છે. જેમાં પ્રજા અને રાજકીય પક્ષોના મનમાં રહેલી શંકા દુર કરવા માટે ખુદ ચૂંટણી પંચ કાર્યવાહી કરે તે માટે દબાણ લાવવા માટે રસ્તા ઉપર ઈવીએમનું આંદોલન રસ્તા ઉપર લઈ જવા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા ઈવીએમના મુદ્દે આંદોલન કરવાના નિર્ણયને રાજ્યભરના ઘણા સંગઠનો ટેકો આપી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. આ ઉપરાંત ખુદ હાર્દિક પટેલ પણ પોતાના સમર્થકો સાથે આ મુદ્દે રસ્તા ઉપર ઉતરી આવશે તેવી જાણકારી મળી રહી છે.
જો કે હજી સુધી કોંગ્રેસ અને હાર્દિક પટેલ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ બેઠક બાદ જાહેરાત થાય તેવી સંભાવના છે. એક્ઝિટ પોલના જાહેર થયેલા તારણને કારણે કોંગ્રેસ સહિત ભાજપના નેતાઓના મનમાં પણ ગુચવાડો ઊભો થયો છે.
No comments:
Post a Comment
THANK YOU.