ભંસાલી બાદ રાજસ્થાની લેખકની કહાની પર બનશે વધુ એક પદ્માવતી
સંજય લીલા ભંસાલીના ડ્રીમ પ્રોજેક્ટ પદ્માવતીને હજુ પણ લીલી ઝંડી મળી નથી. કરણી સેનાની ધમકીઓ બાદ ફિલ્મથી જોડાયેલા લોકો તેની પર ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે. આ વચ્ચે પ્રોડ્યુસર અશોક શેખરે રાણી પદ્મિની પર ‘મેં હું પદ્માવતી’ ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. રિપોર્ટેસ અનુસાર રાજસ્થાનથી સંબંધ રાખનાર એક લેખકે ફિલ્મની કહાની લખી છે. ફિલ્મમાં મેં હું પદ્માવતીને બનાવનાર મેકર્સે કહ્યુ છે કે અમે ફિલ્મ બનાવતા સમયે આ વાતનું ધ્યાન રાખીશું કે કોઇની ભાવનાઓને દુખ નહીં પહોંચે.અમારી ફિલ્મ માટે અમે ભંસાલીની પદ્માવતી જેવા વિરોધ નહી થવા દઇએ.
સંજય લીલા ભંસાલી આ ફિલ્મ આશરે 18 વર્ષ પહેલા બનાવવા માંગતા હતા. આ ફિલ્મ માટે તે સમયે સ્ટાર કાસ્ટ પણ ફાઇનલ કરી લીધી હતી. જોકે અનેક કારણોસર આ ફિલ્મ બની ન હતી. ઉલ્લેખનીય છે કે 1999માં સલમાન ખાન, અજય દેવગન અને એશ્વર્યા રાયની સાથે હમ દિલ દે ચુકે સનમ બનાવ્યા બાદથી ભંસાલીના દિમાગમાં બાજીરાવ-મસ્તાની અને પદ્માવતીની કહાની હતી. ફિલ્મમાં સલમાન, એશની જોડી લીધા બાદ તેઓની ઓન અને ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી હતી.આ સલમાન-એશની વચ્ચે ખરાબ સંબંધને લઇને ટાળવામાં આવી હતી. જોકે હવે આ ફિલ્મના દ્રશ્ય પર કરણી સેના સહિતના લોકોને આપત્તિ છે. ફિલ્મ પદ્માવતીની પ્રસ્તાવિત રિલીઝ ડેટને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુત્રો અનુસાર ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થઇ શકે છે.
No comments:
Post a Comment
THANK YOU.