ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: હાલના સમયમાં બીટ કોઈન શબ્દ દેશ અને દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં છે, બીટ કોઇનની દિવસેને દિવસે વધી રહેલી કિંમત સૌ કોઇને નવાઇ પમાડે તેવી છે, ત્યારે રાજકોટમાં પણ હવે ગુજરાતનું પ્રથમ બીટ કોઇન સ્વીકારતુ રેસ્ટોરન્ટ સામે આવ્યું છે, શહેરના આકાશવાણી ચોકમાં આવેલા પીઝા પાર્લરમાં બીટ કોઇનથી પેમેન્ટ સ્વીકારવામાં આવી રહ્યું છે.
સચાલક વિશાલ વોરાના કહેવા પ્રમાણે બીટ કોઇનનો સૌથી વધારે ઉપયોગ જાપાનમાં થઇ રહ્યો છે પરંતુ આ ચલણ હવે ભારતમાં પણ ચર્ચામાં છે ત્યારે લોકોમાં બીટ કોઇનને લઇને જાગૃતતા આવે તે હેતુથી તેને રેસ્ટોરન્ટમાં બીટ કોઇનથી પેમેન્ટ વસૂલવાની શરૂઆત કરી છે, એટલુ જ નહીં બીટ કોઇનથી જે લોકો પેમેન્ટ આપે તેમને ખાસ વળતર પણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી શરૂ થયેલી આ સ્કીમમાં અત્યાર સુધીમાં ચાર જેટલા લોકોએ બીટ કોઇનથી પેમેન્ટ આપવાની શરૂઆત કરી છે.
No comments:
Post a Comment
THANK YOU.