Thursday, 21 December 2017

પાટીદાર સમાજ દ્વારા PMને લખાયેલો પત્ર વાઇરલ, જાણો મુખ્યમંત્રી અંગે શું છે માંગ

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: વિધાનસભાની ચૂંટણીઓમાં 99 સીટ થી જીત મેળવનાર ભાજપમાં હવે મુખ્યમંત્રી માટે મંથન શરૂ થયુ છે ત્યારે  સમસ્ત પાટીદાર સમાજ તરફથી વડાપ્રધાન મોદીને લખવામાં આવેલો પત્ર સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. જેને લઈને ભારે ચર્ચા જાગી છે. જો કે આ પત્ર સાચો છે કે ખોટો તેમજ ખરેખર પ્રધાનમંત્રી સુધી પહોંચ્યો છે કે નહીં તે તપાસનો વિષય છે.

આ પત્રમાં પાટીદાર અનામત આંદોલનો, પાટીદાર સમાજ પર પીલીસે ગુજારેલા દમન, દમનમાં પાટીદાર યુવાનોના મોત અને દમનના વિરોધમાં ભાજપ સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવા જેવી બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સૌથી મહત્વની બાબત મુખ્યમંત્રીની પસંદગી વિશે પણ આ પત્રમાં ટકોર કરવામાં આવી છે. 

જે અંતર્ગત આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ભાજપની જીત બાદ મુખ્યપ્રધાન તરીકે પાટીદાર નેતાને પસંદ કરવામાં આવે. જો તેમની માંગ સંતોષવામાં નહિ આવે તો આગામી 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે જો આવો પત્ર ખરેખર સાચો હોય તો આ પત્રને લઈને ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.

No comments:

Post a Comment

THANK YOU.