ન્યૂઝહુમન નેટવર્ક, રાજકોટ: શહેરની મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાતાલના તહેવાર અને 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે શહેરભરના બેકરી વેપારીઓને ત્યા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે. ગઈકાલે પણ ચાર જેટલી બેકરીમા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા મોટા પ્રમાણમાં અખાધ્ય જથ્થો ઝડપાયો હતો. જેનો ઘટના સ્થળ પર નાશ કરવામા આવ્યો હતો.
આ અંગે નાયબ આરોગય અધિકારી ડૉ.પંકજ રાઠોડે જણાવ્યુ હતુ કે, બેકરી પ્રોડક્ટસમાં તેમા પણ ખાસ કરીને બ્રેડ અને પાંઉ જેવી આઈટમમા સોફ્ટનર તરીકે પોટેશીયમ બ્રોમાઈટ નામના પદાર્થનો ઉપયોગ કરવામા આવે છે. જે પ્રતિબંધિત છે તેમજ તેનુ સેવન કરવાથી ભવિષ્યમા કેન્સર જેવી જીવલેણ બિમારી પણ થઈ શકે છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા બેકરીના વેપારીને નોટીસો આપવામાં આવી છે. તેમજ સાત દિવસની અંદર પ્રોડકશન યુનિટમા જરૂરી પરિવર્તન પણ સુચવવામા આવ્યા છે. તેમજ જો સાત દિવસમા તેનો અમલ કરવામાં નહી કરવામા આવે તો પ્રોડક્શન યુનિટ સીલ કરવા સુધીના પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
No comments:
Post a Comment
THANK YOU.