ન્યૂઝ4હુમન નેટવર્ક, ભરૂચ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પાતળી બહુમતીથી જીત થયા બાદ કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલનના નેતાઓ દ્વારા ઇવીએમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે ત્યારે આજે ભરુચ નજીક ઇવીએમ ભરેલ ટ્રક પલટી ખાઇ જતા તેમા રહેલ તમામ ઇવીએમ વિખેરાઇ ગયા હતાં. આટલી મોટી સંખ્યામાં ઇવીએમ લઇ જતી ટ્રકને આવો અકસ્માત થયાનો કદાચ ગુજરાતમાં આ પ્રથમ બનાવ હશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ગત 18મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થયા બાદ તમામ મતગણતરી કેન્દ્રો પરથી ઇવીએમ મશીન મામલતદાર કચેરી ખાતે લાવવાની કવાયત હાથ ધરવામા આવી હતી. જેના ભાગરૂપે જંબુસરથી ઇવીએમ મશીન ભરેલી આઇસર ભરૂચ મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવી રહી હતી. જ્યાં આજે જંબુસર રોડ પરના દયાદરા અને દેરોલ ગામ વચ્ચે આઇસર ચાલકે અચાનક સ્ટયરીંગ પરનુ કાબુ ગુમાવતા આઇસર ખાડામાં પલટી મારતા પાંચ લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે આઇસરમાં ભરેલા ઇવીએમ મશીન રોડની બાજુમાં વિખેરાઇ જતાં લોકોની ભીડ જામી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જંબુસર વિધાનસભામાં મોકલવામાં આવેલા ઇવીએમ આજે બપોરના સમયે ભરૂચ પરત લાવવામાં આવી રહ્યાં હતા. જ્યાં જંબુસર રોડ પર આઇસર ચાલક અચાનક સ્ટિયરીંગ પરનું કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં આવેલા ખાડામાં આઇસર પલ્ટી મારી ગયુ હતુ. જેથી આઇસરમાં ભરેલા તમામ ઇવીએમ મશીન રોડની બાજુમાં વીખેરાઇ ગયા હતા. જ્યારે આઇસરમાં સવાર મોહન સાહની, શિવ નારાયાણ સીંગ, રાજુ કુમાર ગણેશ, રાકેશ કુમાર ગણેશ, દિપક કુમાર ગીરી અને નરેશ રાયને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર માટે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
No comments:
Post a Comment
THANK YOU.