Thursday, 21 December 2017

અમદાવાદમાં શિવરંજની બ્રીજ ફાટ્યાના મેસેજ થયા વાયરલ, જાણો શું છે સત્ય

ન્યૂઝ4હુમન નેટવર્ક,અમદાવાદ: આજે એક અફવાએ અમદાવાદમાં જોર પકડ્યું હતું અને જોતજોતામાં વાહનોની લાંબી કતારો શિવરંજનીથી કેશવબાગના માર્ગે ખડકાઈ ગઈ હતી. જેમાં શિવરંજની ઓવરબ્રીજ ફાટવાની અફવાએ જોર પકડ્યું હતું. આ અફવા ફેલાતાની સાથે જ શિવરંજની માર્ગ પર ૩ કિમી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. તો બીજી તરફ રોંગ સાઈડથી લોકોએ પોતાના વાહનો પાછા વાળીને ટ્રાફિક જામમાંથી બચવાનો માર્ગ શોધ્યો હતો. બીજી તરફ આ વાત સાચી છે કે અફવા તેની પણ નગરજનોમાં ચર્ચા વ્યાપી ગઈ હતી. જોકે વાત અફવા છે એમ માહિતી મળતા પ્રજાજનોએ હાશકારો લીધો હતો.

No comments:

Post a Comment

THANK YOU.