ન્યૂઝહુમન નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ નવી સરકારના મુખ્યમંત્રી નક્કી કરવા માટે આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી અને નીતિન પટેલને ડેપ્યુટી મુખ્યમંત્રી પદે રિપિટ કરાયા છે અને આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ સત્તાવાર જાહેરાત પણ કરી છે. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મંત્રીઓની વરણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આગામી 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિતના નેતાઓનો શપથગ્રહણ સમારંભ યોજાય તેવી શક્યતા છે.
No comments:
Post a Comment
THANK YOU.