Thursday, 11 January 2018

જુનાગઢમાં SBIના ATMને ગેસ કટરથી તોડવાનો નિષ્ફળ પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

ન્યૂઝ4હુમન નેટવર્ક.જુનાગઢ : શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલ SBIના ATMને ગેસ કટરથી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જો કે આ દરમિયાન સાઈરન વાગતા તસ્કર ડરીને ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે SBIના બ્રાન્ચ મેનેજર દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. અને ATMના CCTV ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બુધવારે વહેલી સવારે એક તસ્કર ATMમાં ઘુસ્યો હતો. તેમજ ATM મશીનને ગેસ કટરથી તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ATM તોડવામાં તેને મહદઅંશે સફળતા મળી હતી. પણ રૂપિયા સુધી પહોંચે તે પહેલાં જ અચાનક સાયરન વાગતા તસ્કર ગભરાઈને નાસી છૂટ્યો હતો. બનાવ અંગે SBIના બ્રાન્ચ મેનેજર અશોકભાઈ સગરની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે CCTVમાં દેખાતા તસ્કરને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.


No comments:

Post a Comment

THANK YOU.